જીવનશૈલી

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત 25મી ઓગસ્ટ 2024: ભારતના પૂર્વીય રાજય ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે નદીમાં પુર તેમજ જમીન ધસી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલી રામકથા દરમિયાન પૂજ્ય બાપુને આ ઘટનાની જાણ થતાં તેમણે પુરને કારણે માર્યો ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર …

Read More »

પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો.

કૃષ્ણજન્મની પૂર્વ સંધ્યાએ સાધુનો પંજરી પ્રસાદ:સર્વનો સ્વિકાર,સૌને પ્યાર,સૌ શુભ માટે ખુલ્લા દ્વાર,સંસારનો સાર અને સૌ માટે પોકાર-એ સાધુનાં લક્ષણ છે. સંસારીઓમાં વાસના નહીં, એષણાઓ હોય છે, વાસના જ્ઞાનીઓમાં હોય છે. એક વખતની અયોધ્યા નગરી કહેવાતું સૈકાઓ પહેલા જ્યાં રામાયણીય સભ્યતા વિકસી હતી એવી ઇન્ડોનેશિયાની યોગ્યકર્તાની ભૂમિ પર ચાલતા પ્રેમયજ્ઞનાં આઠમા દિવસે આરંભે અહીં ચાલતા સાંધ્ય કાર્યક્રમમાં મનોરથી પરિવાર તરફથી અને …

Read More »

ગુજરાતે વધતી જતી ઘટનાઓ વચ્ચે ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટી સલામતી અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરી

રાજ્ય સત્તાવાળાઓ અને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોએ ગુજરાતમાં સલામતીના ધોરણોને વધારવા માટે સહયોગ સાધ્યો અમદાવાદ, 24 ઓગસ્ટ, 2024: ગુજરાતમાં જાહેર સલામતી વધારવા અને ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટીના જોખમને ઘટાડવાના એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ (GSFPS) એ ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન ઇન્ડિયા (ICA India)ના સહયોગથી એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે “બિલ્ડીંગમાં ઇલેક્ટ્રીકલ ફાયર સેફ્ટી” પર …

Read More »

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

રામકથાનો અખંડ પાઠ કરવો અને આકંઠ પીવી. સમુદ્રમંથન વખતે નિકળેલાં રત્નોમાંથી એક-એક સારી વાત ગ્રહણ કરવી એ મન-હ્રદયરૂપી સમુદ્રનો અભિષેક છે. “સ્વિકાર બધાનો,સંગ્રહ કોઈનો નહીં,એક દર્પણની જેમ.” ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તા શહેરમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે ‘ ચિત્ત ચાઉ’ શબ્દ વિશે પૂછાયેલું એનાં પ્રત્યુત્તરમાં બાપુએ જણાવ્યું કે રામચરિત માનસમાં આ શબ્દ ઘણી વખત આવ્યો છે.એનો મતલબ સ્પષ્ટ છે.ચાઉ એટલે ઉત્સાહ.હર્ષ નહીં.રામના …

Read More »

વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનના આયોજન માટે ઉદયપુર ઝિંક સિટી તૈયાર

વિશ્વની બીજા ક્રમની ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક કંપની હિંદુસ્તાન ઝિંક પ્રથમ વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની યજમાની કરશે આ મેરેથોન 29 સપ્ટેમ્બર, 2024ના રોજ રવિવારે યોજાશે, જેની નોંધણી અત્યારે ચાલુ છે ઉદયપુર, ભારત 23 ઓગસ્ટ 2024: વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની શરૂઆત સાથે હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (NSE: HINDZINC) ભૂખમરા સામે લડાઇમાં એક સિમાચિહ્નરૂપ છલાંગ લગાવવા તૈયાર થઇ ગયુ છે. રાજસ્થાનના ઉદયપુરની અત્યંત …

Read More »

કોઈ પણ કાર્ય પછી શાંતિ અને વિશ્રામ મળે નહીં તો એને માત્ર શ્રમ સમજવો

સાધુ સમુદ્ર છે,કૃપાનો સિંધુ છે,કરુણાનો સિંધુ છે. બુદ્ધપુરુષની નાભિ સત્ય છે તેનું હૃદય એ પ્રેમ છે અને આંખ કરુણા છે. સૈકાઓ પહેલા જે અયોધ્યા કહેવાતું એવા,એક વખતની રામમયી ભૂમિ યોગ્યકર્તા(ઇન્ડોનેશિયી)થી પ્રવાહિત રામકથાનાં છઠ્ઠા દિવસે સમુદ્રનો અભિષેક કઈ સામગ્રીથી કરવો જોઈએ બાપુએ કહ્યું કે પંચામૃતથી કરી શકાય.સુવિધા ન હોય તો દુર્વા,બિલીપત્ર,તુલસીપત્ર સદભાવ સાથે મંત્ર પણ ષોડોપચાર વિધિથી કરી શકાય.એ સિવાય શ્રીફળ,સોપારી-પુંગીફળ …

Read More »

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ, સ્પર્ધા નહીં.

આપણા બધાનો આધાર પાદૂકા છે. લાભશંકરપુરોહિતને વ્યાસપીઠ તરફથી શ્રધ્ધાંજલિઅપાઇ. આપણો પ્રવેશ,પ્રસિદ્ધિ અને પ્રસ્થાન,એટલે કે સ્વીકૃતિ જે કેન્દ્રમાંથી મળી છે એ કેન્દ્રને ક્યારેય ન ભૂલવું જોઈએ. થર્મોમીટર આપણો તાવ માપે છે કારણ કે એ પોતે બીમાર નથી.  ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તાની પંચતારક હોટલ હયાત ખાતે ચાલી રહેલી નવ દિવસીય રામકથાનાં પાંચમાં દિવસે બાપુએ ગઇકાલનાં બેરખા બાબતનાં નિવેદન પર વિવેકી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે …

Read More »

કેરળ ટુરિઝમ દ્વારા ફેસ્ટિવલ હોલિડે સિઝન અનુરૂપ નવી પ્રોડક્ટ રજૂ કરાઇ

રાજ્યમાં સ્થાનિક પ્રવાસીઓમાં ઝડપથી વધારો, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો    વડોદરા, ઓગસ્ટ:  ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરલ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ-વિદેશના પ્રવાસીઓમાં નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટુર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે. નવા પ્રોજેક્ટ્સની સાથો-સાથ રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે, બિચિસ, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે …

Read More »

જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે.

સમય પર મૌન રહેવું તપ છે. વાદ કરવો પણ વિવાદ ન કરવો એ તપ છે. પરમાત્માનું વિસ્મરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ તપ છે. તપ અને ઋત પર સૃષ્ટિ ટકી છે. ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તાની ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનાંચોથા દિવસે બાપુએ તુલસીદાસજીની મહત્વની વાત કળિયુગમાં અનેક પ્રપંચીઓ દ્વારા અનેક ખોટા પંથો,સંપ્રદાયોનાં નામે સમાજને ગેરમાર્ગેદોરાશે એ વાત પર વ્યાસપીઠ અને તલગાજરડા વિશેની માન્યતાઓ …

Read More »

બધું જ રુદ્રમય છે: અગ્નિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, દિશાઓ, આકાશ, પહાડ બધું જ રુદ્ર છે

બુદ્ધપુરુષ કોઈ આશ્રિતનાં લક્ષણ જોતા જ નથી, જેવો છે એવો સ્વિકાર કરે છે. રાજદૂત રામદૂત બનીને રહે તો ક્યાંય પણ સફળ થાય છે. સમાજને ચાલવાનુંશીખવાડવા માટે બુદ્ધપુરુષ ઊલટી ચાલ ચાલતો હોય છે. આ દેશની સભ્યતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને જ માને છે પણ એને નામ બદલ્યાછે:એ બર્થ,લાઈફ અને ડેથ કહે છે. “મને તો પોથીનો અર્થ ‘કૃપા’ જ સમજાય છે.” રામમય, શિવમય, …

Read More »