સર્જનાત્મકતાના માર્ગમાં સેન્સર પ્રક્રિયાની અડચણ?

Spread the love

  • કરોડોના રોકાણ સાથે બનેલી ગુજરાતી ફિલ્મ મંચ રિવાઇઝિંગ કમિટીમાં અટવાઈ; નિર્માતાઓ દ્વારા સમયસર નિર્ણયની માંગ

અમદાવાદ, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, ત્યારે ફિલ્મ નિર્માણ પાછળ વર્ષોની મહેનત, સર્જનાત્મકતા અને કરોડો રૂપિયાનું રોકાણ હોય છે. પરંતુ જ્યારે કોઈ ફિલ્મ સેન્સર પ્રક્રિયામાં અટવાઈ જાય ત્યારે નિર્માતા સામે અનેક પડકારો ઊભા થાય છે. આવી જ પરિસ્થિતિનો સામનો મધુ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ મીડિયા પ્રા. લિ. અને સિનેમેન પ્રોડક્શન્સ લિ. પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘મંચ’ કરી રહી છે.

ફિલ્મ નિર્માતાઓનો મુખ્ય સવાલ એ છે કે જ્યારે કોઈ ફિલ્મ સેન્સર બોર્ડ સમક્ષ રજૂ થાય અને કમિટીના સભ્યોને તેમાં કોઈ બાબત વાંધાજનક લાગે તો ફિલ્મને રિવાઇઝિંગ કમિટીમાં મોકલતા પહેલાં તેનું સ્પષ્ટ કારણ નિર્માતાને જણાવવું જોઈએ. કારણ જાણ્યા બાદ નિર્માતા પોતાની દલીલ કે સ્પષ્ટતા રજૂ કરી શકે અને શક્ય હોય તો ફિલ્મને લાંબી પ્રક્રિયામાં જતા બચાવી શકાય.

હીરાચંદ દંડ, વિહાન દંડ , અભિષેક જૈન અને અમિત દેસાઈ નિર્મિત તથા અભિષેક જૈન દિગ્દર્શિત ‘મંચ’ એક એવી ફિલ્મ છે, જેમાં સ્થાનિક રાજકારણનો ભોગ બનેલા ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાની સંઘર્ષભરી કહાની રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં અભિનય બેન્કર, હેમંત ખેર, શ્રુહદ ગોસ્વામી, આરતી પટેલ, જય ભટ્ટ, જય ઉપાધ્યાય, શિલ્પા ઠાકર અને પંકજ પાઠકજી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

નિર્માતાઓનું માનવું છે કે ફિલ્મને રિવાઇઝિંગ કમિટીમાં મોકલવી પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે, પરંતુ તેનો નિર્ણય સમયસર આવવો અત્યંત જરૂરી છે. પ્રાયોરિટી આધારે અરજી કરેલી ફિલ્મ જો લાંબા સમય સુધી અટવાઈ રહે તો પ્રાયોરિટી પ્રક્રિયાનો હેતુ જ અધૂરો રહી જાય છે.

ફિલ્મ ઉદ્યોગની માંગ છે કે રિવાઇઝિંગ કમિટી એકાદ-બે અઠવાડિયામાં નિર્ણય આપી નિર્માતાઓને રાહત આપે. કારણ કે દરેક ફિલ્મ પાછળ માત્ર નાણાં નહીં, પરંતુ અનેક લોકોની મહેનત, સપના અને સર્જનાત્મકતા જોડાયેલી હોય છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *