શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં ધો.12 પાસ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા GPSC – UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું આયોજન થશે

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | લિબર્ટી કરિયર એકેડમી દ્વારા શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં તા. 5 જુલાઈના રોજ ધો. 12 પાસ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે GPSC – UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું ફ્રી માં સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ટોક શોમાં નિષ્ણાતોની ટીમ દ્વારા સ્નાતક થયા પછી કારકિર્દીની તકો, UPSC Vs GPSC તમારા માટે કયું યોગ્ય છે?, કોલેજના વિદ્યાર્થીઓ માટે તૈયારીની વ્યૂહરચના, અને  ટોપર્સ સાથે વાર્તાલાપ જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ કરિયર ગાઇડન્સ ટોક શોમાં નિષ્ણાંતોની પેનલમાં મોટિવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલ, સ્ટેટ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર શ્રી નીરવ ત્રિવેદી, UPSC, CSE- 2025 AIR 474 ના શ્રી કિશન કુમાર રામ, UPSC, CSE – 2025 AIR 589 ના શ્રી જૈનેશ ચૌહાણ, UPSC, CSE- 2025 AIR 898 ના શ્રી રાહુલ રેવર તથા લિબર્ટી એકેડેમીના ડિરેક્ટર શ્રી જગદીશ પટેલ, જેવા દિગ્ગજો આ ટોક શોમાં હાજરી આપીને ભારતનાં યુવાધનને કારકીર્દી બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. આ સમગ્ર કરિયર ગાઇડન્સ શો રેડિયો મિર્ચીના RJ કૃતાર્થ દ્વારા હોસ્ટ કરવામાં આવશે.  જેનો સમય સવારે 9:30નો રાખવામાં આવ્યો છે. જેમાં વાલી મિત્રોને પણ ખાસ આમંત્રણ છે.

સેમિનારમાં ભાગ લેવા માંગતા ઇચ્છુક ઉમેદવારોએ 9825108672 ઉપર એમનું નામ Whatsapp કરવું.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *