બજાજ જનરલ ઇન્શ્યોરન્સના સીઈઓ તરીકે દીપક રેડ્ડીની નિયુક્તિ

Spread the love

  • આઇઆરડીએઆઇની મંજૂરીને આધિન, દીપક રેડ્ડી 1 એપ્રિલ, 2027 થી એમડી અને સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે
  • ડૉ. તપન સિંઘલ 31 માર્ચ, 2027 સુધી કંપનીને લીડ કરતા રહેશે
  • લીડરશિપમાં આ પરિવર્તન મેનેજિંગ ડિરેક્ટર, સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર માટે આઇઆરડીએઆઇ દ્વારા નિર્ધારિત સતત 15 વર્ષના મહત્તમ કાર્યકાળને અનુરૂપ છે

મુંબઈ | ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ | બજાજ ફિનસર્વ લિમિટેડની મહત્ત્વપૂર્ણ અનલિસ્ટેડ પેટાકંપની બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ (અગાઉ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી)ના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે કંપનીના સીઇઓ તરીકે દીપક રેડ્ડીની નિયુક્તિને મંજૂરી આપી છે. આ નિયુક્તિ 1 જાન્યુઆરી, 2027 થી અમલમાં આવશે. આઇઆરડીએઆઇની મંજૂરીને આધિન, તેઓ 1 એપ્રિલ 2027 ના રોજથી એમડી અને સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે.

ડૉ. તપન સિંઘલ 31 માર્ચ, 2027 સુધી મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કાર્યરત રહેશે, જેથી લીડરશિપનું સુગમ અને અવરોધરહિત પરિવર્તન સુનિશ્ચિત થઈ શકે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ)ની મંજૂરી મળ્યા બાદ દીપક રેડ્ડી 1 એપ્રિલ, 2027 થી એમડી અને સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે.

બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે કહ્યું, “ખૂબ ઓછા લીડરોને શરૂઆતથી જ એક મજબૂત સંસ્થા ઊભી કરવાનો વિશિષ્ટ અવસર પ્રાપ્ત થતો હોય છે. તપન એવા લીડરોમાંના એક છે. સંયુક્ત સાહસ તરીકેના પ્રારંભિક વર્ષોથી લઈને સંપૂર્ણપણે બજાજની માલિકીની કંપની બનવા સુધીની સફરમાં, તેમણે બજાજ જનરલ ઇન્શ્યોરન્સને ભારતની સૌથી વિશ્વસનીય જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેમની લીડરશિપ હેઠળ કંપનીએ જોખમ મૂલ્યાંકનમાં શિસ્તબદ્ધ અભિગમ, નવીનતા અને ગ્રાહકો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમનો વારસો માત્ર એક સફળ વ્યવસાય પૂરતો સીમિત નથી, પરંતુ લાંબા સમય સુધી ટકી રહે અને પ્રગતિ કરતી રહે તેવી એક મજબૂત સંસ્થાના નિર્માણમાં પણ સમાયેલો છે. બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ અને બજાજ ગ્રૂપ વતી, હું તપનનો તેમની અસાધારણ લીડરશિપ અને કંપનીમાં અને ભારતીય ઇન્શ્યોરન્સમાં લાંબા ગાળાના યોગદાન બદલ આભાર માનું છું.

ભારતનું ઇન્શ્યોરન્સ સેક્ટર વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે વધુ લોકોના જીવન, આજીવિકા અને વ્યવસાયોને સુરક્ષા પ્રદાન કરવાની તક અપાર છે. બજાજ જનરલ ઇન્શ્યોરન્સને વિકાસના આગામી તબક્કામાં લઈ જવા માટે દીપકનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે દીપક, તપન અને તેમની ટીમે ઊભા કરેલા મજબૂત પાયાને આગળ વધારશે, નવી તકોને સાકાર કરશે અને કંપનીને વધુ ઊંચાઈઓ સુધી લઈ જશે,” તેમ તેમણે ઉમેર્યું.

ડૉ. બજાજ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ ડૉ. તપન સિંઘલે, કહ્યું, “જ્યારે અમે આ સફરની શરૂઆત કરી હતી, ત્યારે અમારો ઉદ્દેશ એવી સંસ્થા ઊભી કરવાનો હતો જે ઇન્શ્યોરન્સને સમજવાની, ઇન્શ્યોરન્સ સેવાઓ ડિલિવર કરવાની અને તેનો અનુભવ કરવાની રીતમાં પરિવર્તન લાવે. અમે હંમેશા માનીએ છીએ કે અમારું કામ માત્ર વીમા પૉલિસી વેચવાનું નથી, પરંતુ ગ્રાહકોની ચિંતાઓ સમજવાનું અને તેના ઉકેલો શોધવાનું પણ છે. આ માટે પરંપરાગત વિચારસરણીથી આગળ વધવું, ઇન્શ્યોરન્સ સેવાઓ લોકો સુધી પહોંચાડવાની પદ્ધતિઓને નવેસરથી વિકસાવવી, ઉદ્યોગમાં સૌપ્રથમ વખત અમલમાં મૂકાતી પહેલ કરવી અને ગ્રાહકોના હિતમાં હિંમતભર્યા નિર્ણયો લેવાનો દૃઢ નિશ્ચય રાખવો જરૂરી રહ્યો છે.

બજાજ જનરલ ઇન્શ્યોરન્સ હવે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે નવી ટીમ નવી શક્યતાઓ શોધવાનું ચાલુ રાખશે, ગ્રાહકોની સમસ્યાઓના વધુ સારા ઉકેલો આપશે અને અમારા નાગરિકો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે સુનિશ્ચિત કરવાના અમારા ઉદ્દેશ પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે,” એમ તેમણે ઉમેર્યું.

દીપક રેડ્ડી નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે બજાજ ફિનસર્વ, અમેરિકન એક્સપ્રેસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને એમઆઈઆરસી ઇલેક્ટ્રોનિક્સમાં વરિષ્ઠ લીડરશિપની ભૂમિકાઓ નિભાવી છે. બજાજ ફિનસર્વ સાથે તેમના 17 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક વ્યવસાયો ઊભા કરવામાં અને તેમનો વ્યાપ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ગ્રૂપમાં તેમની સૌથી તાજેતરની ભૂમિકામાં, બજાજ ફાઇનાન્સમાં રૂરલ, ઇન્શ્યોરન્સ અને ગોલ્ડ લોન વ્યવસાયોને લીડ કર્યા હતા. તેઓ બજાજ ફિનસર્વના માનવ સંસાધનોના પ્રથમ ગ્રૂપ હેડ પણ હતા, જ્યાં તેમણે વ્યવસાયિક લીડરશિપ અને સંસ્થાકીય વિકાસના અનુભવનો સમન્વય કર્યો હતો. તાજેતરમાં તેમણે મણપ્પુરમ ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે સેવા આપી હતી. ઇન્શ્યોરન્સ સહિત ફાઇનાન્શિયલ સેવાઓમાં તેમનો વ્યાપક અનુભવ અને બજાજ ગ્રૂપની કામગીરી અંગેની તેમની સમજ તેમને બજાજ જનરલ ઇન્શ્યોરન્સને તેના વિકાસના આગામી તબક્કામાં લીડ કરવા માટે સક્ષમ બનાવે છે.

આયોજિત પરિવર્તન લીડરશિપ ઉત્તરાધિકાર માટેની સુનિયોજિત પ્રક્રિયા દર્શાવે છે. તે સ્ટ્રેટેજીમાં સાતત્ય જાળવવાનું સુનિશ્ચિત કરે છે, જેથી બજાજ જનરલ ઇન્શ્યોરન્સ માર્કેટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાની સાથે લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને પણ પ્રાથમિકતા આપી શકે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

સનાતન સ્વસ્તિક યાત્રાનું પહેલું કઠિન ચરણ અકલ્પનીય સફળતાથી કેદારનાથનાં ચરણોમાં પૂર્ણ થયું

Spread the love બીજું શુભ ચરણ લાભપાંચમથી. સ્વસ્તિક યાત્રા-૧ની સફર,સુફલ,સફલતાથી સંપન્ન થઇ ચાર ધામ શંકરાચાર્યનો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *