ઈન્ડિયનઓઈલ યુટીટી સિઝન 6: યુ મુમ્બા એ હારની અણીએ પહોંચ્યા બાદ વળતી લડત આપી; ગત વિજેતા ડેમ્પો ગોવા ચેલેન્જર્સને 8-7થી હરાવી ફાઈનલમાં પહોંચ્યું

Spread the love

આજે ફાઈનલમાં યુ મુમ્બાનો સામનો જયપુર પેટ્રિઓટ્સથી થશે 

અમદાવાદ ૧૪ જૂન ૨૦૨૫: યુ મુમ્બા ટીટીએ ગત ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સ વિરુદ્ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની બીજી સેમિફાઈનલમાં નાટ્યાત્મક ઢબે વળતી લડત આપી હતી. યુ મુમ્બા એ 4-7થી પાછળ રહ્યાં બાદ અંતિમ 4 ગેમ જીતવા સાથે 8-7થી જીત હાંસલ કરી ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી.

ગોવા ફાઈનલમાં પહોંચવાથી એક ગેમ દૂર હતી અને યુ મુમ્બા એ આગળ વધવા ક્લિન સ્વિપ કરવાની જરૂર હતી. યશસ્વિની ઘોરપડે આ સમયે ઝળકી, તેણે બેક-ટૂ બેક ગેમ જીત્યા બાદ નિર્ણાયક ગેમ 11-10થી જીતી હતી. યુ મુમ્બા હવે રવિવારે 15 જૂનનાં રોજ જયપુર પેટ્રિઓટ્સ વિરુદ્ધ ફાઈનલમાં ટકરાશે.

આ પહેલા હરમિત દેસાઈ એ શાનદાર પ્રદર્શન થકી લિલિયન બર્ડેટને 3-0થી હરાવી ગોવાને મજબૂત શરૂઆત અપાવી. જોકે, તે પછી યુ મુમ્બા એ બર્નાડેટ સઝોક્સના પ્રદર્શનથી કમબેક કર્યું, જેણે જેંગ જિયાનને સિઝનની પ્રથમ હાર આપી. સઝોક્સે જેંગ વિરુદ્ધ 2-1 (11-5, 11-9, 7-11)થી જીત મેળવી હતી. આકાશ પાલ/સઝોક્સની જોડીએ હરમીત દેસાઈ/જેંગની જોડીને 2-1 (11-8, 8-11, 11-9) થી હરાવી હતી. વિટર ઈસીએ ગોવાની જીત લગભગ નિશ્ચિત કરી જ લીધી હતી ને અભિનનંધ સામે 11-6, 11-4થી ગેમ જીતી હતી, પરંતુ ત્રીજી ગેમમાં 6-9થી પાછળ રહેતા અભિનનંધ એ 11-9થી ગેમ જીતી મેચને જીવંત રાખી હતી. યશસ્વિની ઘોરપડે એ સામે રહેલ કરિયરની શ્રેષ્ઠ તકને બંને હાથોથી ઝડપતા ક્રિત્વિકા સિંહા રૉયને 3-0 (11-9, 11-9, 11-10)થી હરાવી હતી.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *