ભારત સ્વસ્તિક યાત્રાની કેદારનાથ ખાતેની રામકથા ભગવાન શિવ અને આદિ શંકરાચાર્યના પવિત્ર વારસાને પ્રતિબિંબિત કરે છે

Spread the love

સનાતન ધર્મના સૌથી પૂજનીય હિમાલયી તીર્થસ્થળોમાંના એક એવા કેદારનાથ ધામ ખાતે, પૂજ્ય મોરારી બાપુની કથામાં જ્યોતિર્લિંગ તરીકે કેદારનાથનું મહત્વ, મહાભારત અને આદિ શંકરાચાર્યજી સાથેનો તેનો સબંધ અને હિમાલયને ભારતભૂમિના વિશાળ પવિત્ર ભૂગોળ સાથે જોડતી આધ્યાત્મિક પરંપરાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

કેદારનાથ, ઉત્તરાખંડ | ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ | ‘ભારત સ્વસ્તિક યાત્રા’ ભારતના પવિત્ર ભૂભાગમાં આગળ વધી રહી છે, જેના ભાગરૂપે ૨૩ ઓક્ટોબરના રોજ પૂજ્ય મોરારી બાપુએ કેદારનાથમાં રામકથાનું આયોજન કર્યું હતું. ગઢવાલ હિમાલયમાં આવેલું કેદારનાથ, ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંના એક તરીકે અને ઉત્તરાખંડના ‘ચાર ધામ’ પૈકીના એક તરીકે સનાતન ધર્મમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાભારત, આદિ શંકરાચાર્ય અને ભારતની પ્રાચીન તીર્થયાત્રા પરંપરાઓ સાથેના જોડાણને કારણે, યાત્રાનો આ પડાવ વિશેષ મહત્વ ધરાવે છે.

હિમાલયમાં લગભગ ૩,૫૮૦ મીટરની ઊંચાઈએ આવેલું કેદારનાથ, દેશના સૌથી પવિત્ર શિવ તીર્થોમાંનું એક ગણાય છે. આ તીર્થસ્થળ ‘કેદાર ખંડ’ તરીકે ઓળખાતા પવિત્ર ક્ષેત્રમાં, મંદાકિની નદીના ઉદ્ગમ સ્થાનની નજીક આવેલું છે. અહીંનું ભવ્ય પથ્થરનું નિર્માણ, શિવલિંગનું વિશિષ્ટ કુદરતી સ્વરૂપ અને પર્વતોથી ઘેરાયેલું અદભૂત વાતાવરણ તેને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે એક મુખ્ય તીર્થસ્થળ બનાવે છે.

કેદારનાથ નો આદિ શંકરાચાર્ય સાથે ગાઢ સંબંધ છે. તેઓ એક એવા તત્વજ્ઞાની સંત હતા જેમણે સનાતન ધર્મને મજબૂત કરવામાં તથા સમગ્ર ભારતમાં તીર્થયાત્રા અને મઠ પરંપરાઓને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંપરા અનુસાર, આદિ શંકરાચાર્યએ કેદારનાથ નજીક જ અંતિમ મુક્તિ પ્રાપ્ત કરી હતી; ત્યાં મંદિરની પાછળ ‘આદિ શંકરાચાર્ય સમાધિ’ આવેલી છે. આ પવિત્ર સ્થળ સાથેનો તેમનો સંબંધ હિમાલયની તીર્થયાત્રા પરંપરાને ભારતના વિશાળ આધ્યાત્મિક ભૂગોળ સાથે જોડે છે, જે ઉત્તરના પર્વતોથી લઈને દક્ષિણના દ્વીપકલ્પ સુધી વિસ્તરેલું છે.

પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે, “આદિ શંકરાચાર્યના સ્વસ્તિકની રચના ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કેદારનાથ અંતિમ બિંદુને ચિહ્નિત કરે છે, જ્યાં તેઓ અંતર્ધાન બની ગયા હોવાનું માનવામાં આવે છે અને પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા હતા. રામેશ્વરમ, દ્વારકા, બદ્રીનાથ અને કેદારનાથને ચારેય શંકરધામની યાત્રા તરીકે ગણવામાં આવે છે. ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ પણ હિમાલયમાં કુદરતી સ્વસ્તિકનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા.”

‘ભારત સ્વસ્તિક યાત્રા’ એ રાષ્ટ્રીય એકતાની દિશામાં એક પ્રયાસ છે અને તેના માધ્યમથી એકતાનો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન છે.

કથા દરમિયાન મેં એક અજ્ઞાત લેખક દ્વારા રચિત એક સાખી રજૂ કરી, જેમને મેં ‘અબ્દુલ’ તરીકે સંબોધ્યા હતા. વિશેષ વાત એ છે કે, આ સાખીમાં આપણા સમયના ઘણા પહેલાં જ એક ‘સ્વસ્તિક યાત્રા’ની કલ્પના કરવામાં આવી હોય તેવું જણાય છે. તેમાં દક્ષિણથી ઉત્તર તરફની યાત્રા, ત્યારબાદ પૂર્વથી અને પછી પશ્ચિમથી પૂર્વ તરફની યાત્રાનો ઉલ્લેખ છે. તેમાં ચાર આવશ્યક તત્વોનો પણ ઉલ્લેખ છે: ભિક્ષા, ભજન, સમાધિ અને સંવેદ. આ ચાર તત્વો મારા પોતાના આધ્યાત્મિક માર્ગ અને નિમ્બાર્કી પરંપરા સાથે ખૂબ જ સુસંગત છે. જાણે કે કોઈએ ઘણા સમય પહેલાં જ પૂર્વાનુમાન કરી લીધું હતું કે, ભવિષ્યમાં આવી કોઈ યાત્રા યોજાશે.

કેદારનાથની આસપાસનો આધ્યાત્મિક ભૂભાગ અનેક મહત્વપૂર્ણ તીર્થસ્થાનો અને પરંપરાઓને આવરી લે છે. ગૌરીકુંડ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કરેલી તપસ્યા સાથે જોડાયેલું છે, જ્યારે ભૈરવનાથને કેદારનાથના રક્ષક દેવતા તરીકે પૂજવામાં આવે છે. શિયાળાના મહિનાઓમાં, જ્યારે ભારે હિમવર્ષાને કારણે મુખ્ય મંદિર સુધી પહોંચવું અશક્ય બની જાય છે, ત્યારે ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના ચાલુ રહે છે, જેનાથી તીર્થયાત્રાની ધાર્મિક પરંપરા અવિરત જળવાઈ રહે છે. આ તમામ પરંપરાઓ હિમાલયના પ્રાકૃતિક પરિવેશ અને સનાતન ધર્મની આધ્યાત્મિક સાધનાઓ વચ્ચેના ગાઢ સંબંધને પ્રતિબિંબિત કરે છે.

બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથનું સ્થાન તેને સમગ્ર ભારતમાં પથરાયેલા ભગવાન શિવના પવિત્ર ધામો સાથે જોડે છે. યમુનોત્રી, ગંગોત્રી અને બદ્રીનાથની સાથે ઉત્તરાખંડના ‘ચાર ધામ’માં તેનો સમાવેશ, દેશની તીર્થયાત્રા પરંપરાઓમાં તેના મહત્વને વધુ દ્રઢ બનાવે છે. ભગવાન શિવ, પાંડવો અને આદિ શંકરાચાર્ય સાથેના સંબંધને કારણે, કેદારનાથ એ શાસ્ત્રીય પરંપરાઓ, દાર્શનિક વિચારધારાઓ અને ભક્તિની જીવંત પ્રથાઓના સંગમસ્થાન સમાન છે; જેણે ભારતની સાંસ્કૃતિક અને સનાતન વારસાને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

‘ભારત સ્વસ્તિક યાત્રા’નું આયોજન  ભારતના આધ્યાત્મિક વારસા અને રાષ્ટ્રીય ઓળખને જોડવાના એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવ્યું છે. આ યાત્રામાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો તેમજ ઓમકારેશ્વરનો સમાવેશ થાય છે, જેઓ આ દાર્શનિક સંત સાથે ગાઢ આધ્યાત્મિક સંબંધ ધરાવે છે. આ ઉપરાંત, આ યાત્રા ભારતના રાષ્ટ્રગીતમાં ઉલ્લેખિત દરેક રાજ્ય અને નદીને આવરી લે છે. આ માર્ગ એક જ સાંસ્કૃતિક માળખામાં વિવિધ પ્રાદેશિક ઇતિહાસો અને પવિત્ર પરંપરાઓને એકતાના સૂત્રમાં બાંધે છે.

પૂજ્ય મોરારી બાપુના માર્ગદર્શન હેઠળ સંતકૃપા સનાતન સંસ્થા દ્વારા ભારત સ્વસ્તિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેદારનાથ ખાતે આયોજિત કથાના મહત્વ વિશે વાત કરતા, મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “કેદારનાથ એ ભારતની આધ્યાત્મિક વિરાસતની અસાધારણ સાતત્યતાનું પ્રતીક છે; જ્યાં ભગવાન શિવની પરંપરાઓ, આદિ શંકરાચાર્યનો વારસો અને આપણા પ્રાચીન ગ્રંથોનું જ્ઞાન લોકોના જીવન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલાં છે. ‘ભારત સ્વસ્તિક યાત્રા’ના માધ્યમથી, અમારો પ્રયાસ આ પવિત્ર પરંપરાઓને કેન્દ્રસ્થાને લાવવાનો અને ધર્મ, સદ્ભાવના તથા સર્વજન કલ્યાણના એ મૂલ્યોને ઉજાગર કરવાનો છે, જે આપણા દેશને એકતાના સૂત્રમાં બાંધે છે.”

કેદારનાથ ખાતે યોજાયેલી રામકથા એ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ના પ્રથમ ચરણનો ભાગ છે. આ યાત્રા ૧૦ ઓક્ટોબરે કન્યાકુમારી થી શરૂ થઈ હતી અને ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કેદારનાથ ખાતે સંપન્ન થઈ.

પૂજ્ય મોરારી બાપુ, જેમની રામકથા સત્ય, પ્રેમ અને કરુણાનામૂલ્યો પર આધારિત છે , તેમના માટે આ યાત્રા આ જ મૂલ્યોને સમગ્ર દેશમાં પહોંચાડવાની અને એક સહિયારા આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક વારસા દ્વારા લોકોને એકતાના સૂત્રમાં બાંધવાની એક ઉમદા તક છે.

યાત્રા દરમિયાન રામકથા અને તેની સાથેના કાર્યક્રમો સૌના માટે ખુલ્લા હોય છે. બાપુની સર્વસમાવેશી અને સેવાભાવી પરંપરાને અનુસરીને, દરેક સ્થળે ભંડારા (સૌ માટે નિઃશુલ્ક શાકાહારી ભોજન)નું આયોજન કરવામાં આવે છે, જેમાં દરરોજ પ્રસાદ સ્વરૂપે ભોજન પીરસવામાં આવે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ઓપ્પો ઈન્ડિયાએ ઓલ-ન્યુ OPPO Find X10 સિરીઝ સાથે પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન માટેના ધોરણો ઊંચા કર્યા

Spread the love ઓપ્પો Find X10 પ્રો મૅક્સ પર ભારતનું પ્રથમ 2nm મીડિયાટેક ડાઇમેન્સિટી 9600 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *