જીવનશૈલી

સોની બીબીસી અર્થ રાકેશ ખત્રીને અર્થ ચેમ્પિયન તરીકે સન્માનિત કરે છે

રાષ્ટ્રીય ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની બીબીસી અર્થ, જે તેની વિચારપ્રેરક પહેલ અને આકર્ષક સામગ્રી માટે જાણીતી છે, તે આ મહિના માટે રાકેશ ખત્રીને તેના ‘અર્થ ચેમ્પિયન‘ તરીકે જાહેર કરતા ગર્વ અનુભવે છે. ભારતના નેસ્ટ મેન તરીકે જાણીતા, મિ. ખત્રીએ ટકાઉ માળાઓ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ સામગ્રીના નવીન ઉપયોગ દ્વારા પક્ષીઓના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની પહેલથી શહેરી વિસ્તારોમાં લાખો પક્ષીઓ માટે સલામત રહેઠાણ પૂરું પાડવામાં આવ્યું છે.  શહેરીકરણ અને રહેઠાણના નુકશાન વચ્ચે પક્ષીઓને ઘર પૂરું પાડવાના તેમના સમર્પણથી પ્રેરિત થઈને, રાકેશને ટેટ્રા પેક, જ્યુટ અથવા તો લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ માળાઓ બનાવવાનો વિચાર આવ્યો. શરૂઆતના પડકારો અને અડચણોનો સામનો કરીને, રાકેશે દ્રઢતાથી કામ કર્યું. તેના પ્રયત્નોનું ફળ મળ્યું, જ્યારે એક પક્ષીએ તેના પહેલા માળામાં નિવાસ કર્યો. ત્યારથી, તેમણે માત્ર માળાઓ બનાવવાનું જ ચાલુ રાખ્યું નથી, પરંતુ વાર્તાલાપ, પાઠ અને વર્કશોપ્સ દ્વારા પક્ષી સંરક્ષણ માટે સક્રિયપણે હિમાયત પણ કરી છે. પરિણામે, અત્યાર સુધીમાં 7 લાખથી વધુ માળાઓ બનાવવામાં આવ્યા છે અને તેમનો આગામી લક્ષ્ય 10 લાખથી વધુ માળાઓ બનાવવાનો છે.  મિ. ખત્રીને પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ મળ્યો છે. તેમની સિદ્ધિઓને અનેક પ્રશંસાઓ સાથે વિશ્વભરમાં માન્યતા મળી છે.  મિ. ખત્રીનો વિડીયો અને ભારતના નેસ્ટમેન બનવા સુધીની તેમની સફર અહીં જુઓ.  ટિપ્પણીઓ:  રોહન જૈન, સોની AATH ના બિઝનેસ ઓપરેશન્સ હેડ અને ઈંગ્લિશ ક્લસ્ટર, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના માર્કેટિંગ એન્ડ ઈનસાઈટ્સના હેડ. “રાકેશ ખત્રીનું પક્ષી સંરક્ષણ પ્રત્યેનું સમર્પણ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો તેમનો નવીન ઉપયોગ સોની બીબીસી અર્થની ટકાઉપણાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. પક્ષીઓ માટે વધુ સારી દુનિયા બનાવવાના તેમના અથાક પ્રયત્નોએ અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. અમે આશા રાખીએ છીએ કે તેમની વાર્તા અન્ય લોકોને હરિયાળા ભવિષ્યમાં ફાળો આપવા માટે પ્રેરિત કરશે.“  મિ. રાકેશ ખત્રી, અર્થ ચેમ્પિયન, સોની બીબીસી અર્થ. “સોની બીબીસી અર્થ તરફથી આ સન્માન મેળવીને હું ખૂબ જ સન્માનિત છું. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા શેર કરતા પ્લેટફોર્મનો ભાગ બનવું મારા માટે એક સૌભાગ્યની વાત છે. મારા દ્વારા બનાવવામાં આવતો દરેક માળો ટકાઉ ભવિષ્યની આશાનું પ્રતિનિધિત્વ કરે છે, અને મને પર્યાવરણ પ્રત્યે સભાન સમુદાયોનું નિર્માણ ચાલુ રાખવા માટે પ્રેરણા મળે છે.“

Read More »

વિઝિટ દુબઈ એ ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તા સાથે મળીને દુબઈથી પ્રેરિત કેપ્સ્યુલ કલેક્શન પ્રસ્તુત કર્યું.

મુખ્ય ડિઝાઇનર તરીકે ગૌરવ ગુપ્તા પોતાની પરંપરાગત ભારતીય ડિઝાઇન અને ડેકોર ટેકનિકને ભવિષ્યલક્ષી વિચારસરણી સાથે જોડવા માટે જાણીતા છે. તેવી જ રીતે, તે દુબઈની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે સાંસ્કૃતિક વારસામાં મૂળ ધરાવતા ભવિષ્યવાદી ગંતવ્ય તરીકે ઉભરી આવે છે. મુંબઇ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: વિઝિટ દુબઈ એ ભારત અને દુબઈ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરતા અનોખા કેપ્સ્યુલ કલેક્શનને પ્રસ્તુત કરવા માટે …

Read More »

હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે.

જે કલ્યાણ કારક છે એ ઈશ્વર છે. આપણે અવંશના અંશ છીએ. અનેકરૂપતા એ ઈશ્વરત્વનું પ્રતીક છે નક્કી કરેલી દિશામાં જેની ગતિ હોય એ ઈશ્વર છે. રાગ-દ્વેષ બહુ મોટા સ્પીડ બ્રેકરો છે,જે આપણી ગતિ અટકાવે છે. શિવ કોટેશ્વર છે,પાર્વતી દુર્ગેશ્વરી છે. કોટ બહારનાં આક્રમણથી બચાવે,દુર્ગ અંદરના આક્રમણથી બચાવે છે. કોટેશ્વર-કચ્છથી ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસમાં પ્રવેશ કરતા શ્રીમદ ભાગવતમાં છઠ્ઠા અધ્યાયના …

Read More »

મિલ્ક, લાડુ, રાબ અને પેન કેક મિક્સ સાથે કુકિઝની વિશાળ શ્રેણી

ગુજરાત, અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: હાલના સમયમાં નાના બાળકોમાં ઓબેસિટી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરની મહિલાએ લિટલ ફિંગર્સ હેઠળ મીલેટ્સથી મેંદો મુક્ત ફૂડપ્રોડક્ટ બનાવીને તે અટકાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવતા મિલ્ક, લાડુ, રાબ અને પેનકેકમિક્સ સાથે કુકિઝની વિશાળ શ્રેણી બનાવી છે. જે વિશે માહિતી આપતા ઇલેક્ટ્રોનિક્સ કૉમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરનાર ઉદ્યોગસાહસિક …

Read More »

તલગાજરડાની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે

વૃક્ષો વાવી અને જતન કરવાનું યજ્ઞ કર્મ સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે – પૂજ્ય મોરારી બાપુ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર દેશમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવી, સમગ્ર દેશને હરિયાળું કરવાના સંકલ્પ અંતર્ગત મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ ૧૦ હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવશે. જેમાં ૪ હજાર વૃક્ષો વાવવાનું કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. આ અંગે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, …

Read More »

રામ ઇશ્વર,કૃષ્ણ સર્વેશ્વર,શિવ પરમેશ્વર છે.

*કોટેશ્વર પરમેશ્વર છે.* *રામ સત્ય છે,એટલે સત્ય ઈશ્વર છે.* *કૃષ્ણ પ્રેમ છે,પ્રેમ સર્વેશ્વર છે.* *શિવ-શંકર કરુણા છે,કરુણા પરમેશ્વર છે.* *પાંચેય પ્રકારના ક્લેશોથી મુક્ત હોય એ ઈશ્વર છે.* *ગુરુમાં રાગ હોય તો દ્વૈષની સંભાવના છે,આથી ગુરુમાં અનુરાગ હોવો જોઈએ.* *ગર્વ હંમેશાં પોતાને પ્રસ્તુત કરે છે,ગૌરવ બીજાનો સ્વિકાર કરે છે.* *હનુમાનજી સ્વયં કોટેશ્વર છે.* *વેદથી લોક સુધી જે મહિમાવંંત છે એ ઈશ્વર …

Read More »

સંત-પીરોની ધીંગી ધરા કોટેશ્વર-કચ્છથી ૯૫૨મી રામકથાનો આરંભ

જે સર્વ સમર્થ છે એ ઈશ્વર છે. કચ્છની ભૂમિને સંતો પર અને રામકથા પર અપાર પ્રેમ છે. કથા તો રામકથા જ!લીલા કૃષ્ણની અને ચરિત્ર શિવનું વિશેષ છે કથા બીજ પંક્તિઓ: જો સબકે રહ ધ્યાન એકરસ; ઇશ્વર જીવ ઊેદ કહઉં કસ ઇશ્વર અંસ જીવ અવિનાસી; ચેતન અમલ સહજ સુખરાસી કથાના આરંભે નારાયણ સરોવર જાગીર, જાનકીદાસ બાપુ-કમીજલા,દિનેશગીરી બાપુ કોટેશ્વર,દિલીપ રાજા કાપડી-મોરજર,ત્રીકમરાયજી બાપુ …

Read More »

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ દરમિયાન કુલ મળીને …

Read More »

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

સેંજળ ધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન થયું અર્પણ ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપાજગ્યાને શ્રી ધ્યાન સ્વામીબાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. આપણી આધ્યાત્મિક ધાર્મિક ચેતના અને પરંપરામાં દેહાણ્ય …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

ગુજરાત, અમદાવાદ 10 ફેબ્રુઆરી 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં હાજરી આપી હતી. મંદિરના નવનિર્માણ અને પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ૧૦૮ કુંડીનો યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓશ્રીએ આયોજકો અને યજ્ઞના યજમાનોને આ પ્રસંગની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ અવસરે ધારાસભ્ય શ્રી જીતુભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ …

Read More »