મનોરંજન

સોની બીબીસી અર્થ રાકેશ ખત્રીને અર્થ ચેમ્પિયન તરીકે સન્માનિત કરે છે

રાષ્ટ્રીય ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની બીબીસી અર્થ, જે તેની વિચારપ્રેરક પહેલ અને આકર્ષક સામગ્રી માટે જાણીતી છે, તે આ મહિના માટે રાકેશ ખત્રીને તેના ‘અર્થ ચેમ્પિયન‘ તરીકે જાહેર કરતા ગર્વ અનુભવે છે. ભારતના નેસ્ટ મેન તરીકે જાણીતા, મિ. ખત્રીએ ટકાઉ માળાઓ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ સામગ્રીના નવીન ઉપયોગ દ્વારા પક્ષીઓના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની પહેલથી શહેરી વિસ્તારોમાં લાખો પક્ષીઓ માટે સલામત રહેઠાણ પૂરું પાડવામાં આવ્યું છે.  શહેરીકરણ અને રહેઠાણના નુકશાન વચ્ચે પક્ષીઓને ઘર પૂરું પાડવાના તેમના સમર્પણથી પ્રેરિત થઈને, રાકેશને ટેટ્રા પેક, જ્યુટ અથવા તો લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ માળાઓ બનાવવાનો વિચાર આવ્યો. શરૂઆતના પડકારો અને અડચણોનો સામનો કરીને, રાકેશે દ્રઢતાથી કામ કર્યું. તેના પ્રયત્નોનું ફળ મળ્યું, જ્યારે એક પક્ષીએ તેના પહેલા માળામાં નિવાસ કર્યો. ત્યારથી, તેમણે માત્ર માળાઓ બનાવવાનું જ ચાલુ રાખ્યું નથી, પરંતુ વાર્તાલાપ, પાઠ અને વર્કશોપ્સ દ્વારા પક્ષી સંરક્ષણ માટે સક્રિયપણે હિમાયત પણ કરી છે. પરિણામે, અત્યાર સુધીમાં 7 લાખથી વધુ માળાઓ બનાવવામાં આવ્યા છે અને તેમનો આગામી લક્ષ્ય 10 લાખથી વધુ માળાઓ બનાવવાનો છે.  મિ. ખત્રીને પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ મળ્યો છે. તેમની સિદ્ધિઓને અનેક પ્રશંસાઓ સાથે વિશ્વભરમાં માન્યતા મળી છે.  મિ. ખત્રીનો વિડીયો અને ભારતના નેસ્ટમેન બનવા સુધીની તેમની સફર અહીં જુઓ.  ટિપ્પણીઓ:  રોહન જૈન, સોની AATH ના બિઝનેસ ઓપરેશન્સ હેડ અને ઈંગ્લિશ ક્લસ્ટર, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના માર્કેટિંગ એન્ડ ઈનસાઈટ્સના હેડ. “રાકેશ ખત્રીનું પક્ષી સંરક્ષણ પ્રત્યેનું સમર્પણ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો તેમનો નવીન ઉપયોગ સોની બીબીસી અર્થની ટકાઉપણાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. પક્ષીઓ માટે વધુ સારી દુનિયા બનાવવાના તેમના અથાક પ્રયત્નોએ અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. અમે આશા રાખીએ છીએ કે તેમની વાર્તા અન્ય લોકોને હરિયાળા ભવિષ્યમાં ફાળો આપવા માટે પ્રેરિત કરશે.“  મિ. રાકેશ ખત્રી, અર્થ ચેમ્પિયન, સોની બીબીસી અર્થ. “સોની બીબીસી અર્થ તરફથી આ સન્માન મેળવીને હું ખૂબ જ સન્માનિત છું. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા શેર કરતા પ્લેટફોર્મનો ભાગ બનવું મારા માટે એક સૌભાગ્યની વાત છે. મારા દ્વારા બનાવવામાં આવતો દરેક માળો ટકાઉ ભવિષ્યની આશાનું પ્રતિનિધિત્વ કરે છે, અને મને પર્યાવરણ પ્રત્યે સભાન સમુદાયોનું નિર્માણ ચાલુ રાખવા માટે પ્રેરણા મળે છે.“

Read More »

‘જાદુ તેરી નજર – ડાયન કા મૌસમ’ની રહસ્યમય કહાની પરથી પરદો ઉઠયો, સ્ટાર પ્લસએ કર્યું ભવ્ય લોન્ચ

ગુજરાત, અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: સ્ટાર પ્લસ ફરી એકવાર સાબિત કરી રહ્યું છે કે મનોરંજનની દુનિયામાં તેનાથી આગળ કોઈ નથી! ચેનલે તેનો બહુપ્રતીક્ષિત અલૌકિક શો ‘જાદુ તેરી નજર – ડાયન કા મૌસમ’ તેમજ તેની ગેમ ‘જાદુ તેરી નજર – ડાયન સ્લેયર’ પણ લોન્ચ કર્યો છે. આ શોની પ્રેસ કોન્ફરન્સ 12 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાઇ હતી, જ્યાં તેના મુખ્ય કલાકારો …

Read More »

કોક સ્ટુડીયો ભારત સિઝન 3 દ્વારા આઇકોનિક લાઇન-અપ Get Ready for the Dropનો પ્રારંભ કરાયો!

કેમ્પેન વીડિયોની લિંક માટે જુઓ – અહીં નવી દિલ્હી 14 ફેબ્રુઆરી 2025: કોક સ્ટુડીયો ભારત અત્યંત નવી સિઝન 3 સાથે આવવા સજ્જ છે, જે ભારતના અત્યંત શક્તિશાળી અવાજો અને વિવિધ સંગીત પ્રભાવને એકસાથે લાવશે. કોક સ્ટુડીયો ભારત કે જે સાંસ્કૃતિક અનુભવોની રચના કરવા માટે વિખ્યાત છે તેણે પરંપરાગત સ્ટોરીઓનું સમકાલીન બીટ્સ સાથે મિશ્રણ કર્યુ છે, જે જેન Z સામે પડઘો …

Read More »

રાજશ્રી સિનેમા OTT પર  ’બડા નામ કરેંગે’ સાથે પ્રવેશ કરે છે: પરંપરા અને મહત્ત્વાકાંક્ષા વિશેની એક હ્રદયસ્પર્શી કથા

ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: એક મુલાકાતમાં શોરનર સૂરજ બરજાટ્યાએ ‘બડા નામ કરેંગે’, રાજશ્રી પ્રોડક્શનનું OTT જગતમાં પ્રથમ સાહસ, પાછળના તેમના વિઝન વિશે વાત કરી. શ્રેણી, જે ઊજ્જૈન અને રતલામના સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ પૃષ્ઠભૂમિ પર આધારિત છે, બે મહત્ત્વાકાંક્ષી યુવાનોની યાત્રાને દર્શાવે છે, જેઓ મોટા શહેરના જીવનમાં પડકારોનો સામનો કરે છે, પરંતુ તેમના નાનકડા શહેરની મૂળ પરંપરાઓ અને પરિવારના મૂલ્યો …

Read More »

એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ સુપરબૉય્સ ઓફ માલેગાંવ માટે થિયેટ્રિકલ ટ્રેલર પ્રસ્તુત કર્યું, ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે

એક્સેલ એન્ટટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીની ફિલ્મ સુપરબૉય્સ ઓફ માલેગાંવનાં નિર્માતા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગ્તીએ કર્યું છે. રીમા કાગ્તી દ્વારા નિર્દેશિત ફિલ્મ અતિ પ્રતિભાશાળી અને વિવિધતાસભર કલાકારો ધરાવે છે, જેમાં આદર્શ ગ્રોવર, વિનીત કુમાર સિંહ અને શશાંક અરોરા મુખ્ય ભૂમિકાઓમાં છે સત્ય ઘટનાથી પ્રેરિત સુપરબૉય્સ ઓફ માલેગાંવ અસરકારક અભિનય મારફતે રસપ્રદ કથાને જીવંત કરે છે. આ …

Read More »

ટીઝર હવે બહાર આવ્યું! સોની લાઈવ પર રામ માધવાનીની ધ વેકિંગ ઓફ અ નેશન 7મી માર્ચથી સ્ટ્રીમ થશે

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની લાઈવ તેના આગામી કાલ્પનિક શો ધ વેકિંગ ઓફ અ નેશન સાથે ઈતિહાસના ઓછા જ્ઞાત અધ્યાયને ઉજાગર કરવા માટે સુસજ્જ છે. આ રોચક સિરીઝનું નિર્માણ અને દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય એમી નોમિનેટેડ ફિલ્મકાર રામ માધવાની દ્વારા કરાયું છે. શો 7મી માર્ચથી સોની લાઈવ પરથી સ્ટ્રીમ થશે. જલિયાંવાલા બાગ હત્યાકાંડની પાર્શ્વભૂમાં સ્થાપિત આ શોમાં …

Read More »

માધુરી દીક્ષિતે સલમાન ખાનના પ્રતિકાત્મક નાઈટી એક્ટ માટે રાજ કુમાર બરજાત્યાને મનાવ્યા હતા!

ગુજરાત, અમદાવાદ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫: સૂરજ આર બરજાત્યા તેના બહુપ્રતિક્ષિત ડિજિટલ પદાર્પણ બડા નામ કરેંગેને પ્રમોટ કરવા માટે ઈન્ડિયન આઈડલના મંચ પર આવ્યા હતા. તેની સિરિયલ 7 ફેબ્રુઆરીથી સોની લાઈવ પરથી પ્રસારિત થવાની છે. રાજશ્રી પ્રોડક્શન્સની સૌથી મોટી હિટ્સની ઉજવણી કરવા સ્પેશિયલ એપિસોડ દરમિયાન તેણે ચાહકોને હમ આપકે હૈ કૌન…ની પડદા પાછળની વાર્તાથી ચાહકોને મોહિત કરી દીધી હતી. તેણે દીદી …

Read More »

સોનુ સૂદ સેલિબ્રિટી ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા – પંજાબ દે શેર સુરતને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવશે!

ગુજરાત, અમદાવાદ ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ૧૧ વર્ષથી ચાહકોનું મનોરંજન કરતી લોકપ્રિય સેલિબ્રિટી ક્રિકેટ લીગ સુરત આવી રહી છે. આ વર્ષે, અભિનેતા સોનુસૂદના નેતૃત્વ હેઠળ પ્રખ્યાત ટીમ પંજાબ દે શેર ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએલાલભાઈકોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમશે. CCLના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતા અભિનેતા છે. સલમાન ખાન સાથે, આ પહેલી વાર છે જ્યારે પંજાબ દે શેર, મુંબઈ હીરોઝ સાથે મળીને સુરતને …

Read More »

ગૌતમ અદાણીએ પુત્રના લગ્ન પ્રસંગે સેવાનો સંકલ્પ લીધો, સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન કર્યું

ગુજરાત, અમદાવાદ ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૫: મહા કુંભ મેળાની મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીતે” કરવામાં આવશે. ગૌતમ અદાણીએ માત્ર લગ્ન પ્રસંગ ને સાદો રાખ્યો એટલું જ નહીં સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. તેમના પુત્રના લગ્ન પ્રસંગે તેમણે સમાજના કલ્યાણ માટે આ અનોખી ભેટ આપી છે. ગૌતમ અદાણીનું આ …

Read More »

RummyCultureને યુનોમર અને સાયબરમીડિયા રિસર્ચ (CMR) દ્વારા ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકે ઓળખી કઢાઇ

બેંગલોર 05 ફેબ્રુઆરી 2025 – ભારતની ઓનલાઇન કૌશલ્ય આધારિત ગેમીંગ અને મનોરંજન કંપની ગેમ્સક્રાફ્ટની અગ્રણી રમી ઍપRummyCultureને ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકેનો ખિતાબ યુનોમર દ્વારા સાયબરમીડિયા રિસર્ચ (IMR)ની ભાગીદારીવાળા એક સંશોધનમાં મળ્યો હોવાની ઘોષણા કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર RummyCultureની યૂઝર્સને ચડીયાતો રમતનો અનુભવ પ્રદાન પાડવામાં સતત શ્રેષ્ઠતા પર ભાર મુકે છે. ગત 14થી 23 ઓક્ટોબર, 2024 દરમિયાન હાથ ધરાયેલ વ્યાપક …

Read More »