ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે.

ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ ૭૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને હનુમંત સંવેદના રુપે રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.


Spread the love

Check Also

અહીં એક વસ્તુ નક્કી છે કે અહીં કાંઈ નક્કી નથી ! મોરારી બાપુ

Spread the love હિમાલયના કેદારનાથમાં ‘માનસ ભારત યાત્રા 1 નું’ ભાવ ભક્તિમય વાતાવરણમાં સમાપન ‘માનસ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *