સિટીમાં AMTS ડ્રાઇવર અને કંડક્ટર માટે આરોગ્ય તપાસ તથા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ — રોટરી ક્લબ ઓફ અમદાવાદ, વેસ્ટ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ લાલ દરવાજા સ્થિત AMTS બસ સ્ટોપ ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા AMTSના ડ્રાઇવર કંડક્ટરો તથા અન્ય સ્ટાફનો મેડિકલ ચેકઅપ સવારે 9 થી 12 દરમિયાન કરવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ 250થી વધારે AMTSના કર્મીઓએ ઉઠાવ્યો હતો જેમાં કેમ્પમાં જનરલ બોડી ચેકઅપ, હાડકાના રોગોની તપાસ, હરસ-મસા ભગંદરની તપાસ તથા દાંતની તપાસ કરવામાં આવી હતી.

તમને જણાવીએ કે, સંકલ્પ હોસ્પિટલ તરફથી ડોક્ટર સુનિલ સુથાર તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હિતેશ પંચાલ તથા અન્ય તજજ્ઞોની ટીમે કેમ્પ દરમિયાન વિવિધ રોગોની તપાસ કરી હતી. મેડિકલ તપાસ સાથે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવી હતી. રોટરી ક્લબના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહી અને AMTSના કર્મીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી. AMTSના ચેરમેન શ્રી ધરમશીભાઈ દેસાઈએ વ્યક્તિગત મુલાકાત લઇ અને સમગ્ર ઉપક્રમને બિરદાવ્યો હતો.

રોટરી ક્લબ વતી પ્રોજેક્ટ ચેરમેન નીરવ જોશી એ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ અમે આ જ જગ્યાએ આ પ્રકારનો કેમ્પ કર્યો હતો અને આગામી વર્ષોમાં પણ આ પ્રકારના કામો કરવા માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ પ્રતિબધ્ધ છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રમુખ મનોજ ગર્ગ એ ડોક્ટરો તથા AMTSના સ્ટાફનો આ સેવા કાર્યમાં મદદરૂપ થવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

==============


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *