કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ‘નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-2026’ નો ભવ્ય પ્રારંભ

Spread the love

સ્પર્ધામાં આ વર્ષનો વિષય ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR)’ વચ્ચેના બદલાતા સંબંધો પર આધારિત હતો

ગાંધીનગર, ગુજરાત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — કર્ણાવતી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લો’ (UWSL) દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ના સહયોગથી તારીખ 26 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દેશભરની પ્રતિષ્ઠિત લો સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વકીલાત અને કાયદાકીય સંશોધનનો એક ઉત્કૃષ્ટ મંચ પૂરો પાડી રહી છે.

આ ત્રિ-દિવસીય સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મદ્રાસ હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશ એ. ડી. જગદીશ ચંદીરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કાયદાકીય ક્ષેત્રે સંશોધન અને નૈતિકતાના મહત્વના મુદ્દા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સહભાગીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને કોર્ટરૂમના વાસ્તવિક અનુભવો માટે તૈયાર કરે છે.”

ભારતભરની નામાંકિત લો કોલેજોનું પ્રતિનિધિત્વ કરતી 26 ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. પ્રથમ દિવસે પ્રિલિમિનરી અને ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડ સફળતાપૂર્વક યોજાયા હતા. આ રાઉન્ડનું મૂલ્યાંકન દેશની અગ્રણી લો ફર્મ્સના નિષ્ણાતો અને બાર કાઉન્સિલના પ્રતિષ્ઠિત વકીલો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વર્ષનો વિષય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR)’ વચ્ચેના બદલાતા સંબંધો પર આધારિત હતો. વિદ્યાર્થીઓ વર્તમાન કાયદાકીય માળખામાં નવી ટેકનોલોજીના નિયમન અને નીતિવિષયક પડકારો પર પોતાની દલીલો રજૂ કરી હતી.

સેમી-ફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ ૨૮ ફેબ્રુઆરીએ યોજાશે: સ્પર્ધાના સેમી-ફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે. ફાઇનલ રાઉન્ડનું જજિંગ માનનીય ન્યાયાધીશ એ. જે. દેસાઈ (નિવૃત્ત) અને માનનીય ન્યાયાધીશ બિરેન વૈષ્ણવ (નિવૃત્ત) દ્વારા કરવામાં આવશે.સ્પર્ધાના અંતે યોજાનાર સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશ સંદીપ મહેતા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ગેસ્ટ ઓફ ઓનર તરીકે દિલ્હી હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશ સમીર જૈન હાજરી આપી વિજેતાઓને પ્રોત્સાહિત કરશે.


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *