જીવનશૈલી

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ દરમિયાન કુલ મળીને …

Read More »

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

સેંજળ ધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન થયું અર્પણ ગુજરાત, અમદાવાદ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપાજગ્યાને શ્રી ધ્યાન સ્વામીબાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. આપણી આધ્યાત્મિક ધાર્મિક ચેતના અને પરંપરામાં દેહાણ્ય …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

ગુજરાત, અમદાવાદ 10 ફેબ્રુઆરી 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં હાજરી આપી હતી. મંદિરના નવનિર્માણ અને પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ૧૦૮ કુંડીનો યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓશ્રીએ આયોજકો અને યજ્ઞના યજમાનોને આ પ્રસંગની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ અવસરે ધારાસભ્ય શ્રી જીતુભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ …

Read More »

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૫: ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદ ના ઝાલોદ …

Read More »

યોગનું પહેલું દ્વાર વાક્ નિરોધ-વાણીનો સંયમ કહ્યો છે

શાસ્ત્રો શસ્ત્રોની જેમ ખખડાવવા માટે નથી. યોગનું બીજું પગલું અપરિગ્રહ છે. જે શાંત હોય,શુદ્ધ હોય,સમત્વનો ભાવ ધરાવતા હોય એ યોગી છે. “હું બોલતો રહ્યો છું,બોલતો જ રહેવાનો છું,વચ્ચે જે કંઈ થાય;આવતા જન્મે પાછો બોલવા માટે જન્મવાનો છું:મોરારિબાપુ.” સંતરામ મહારાજનાં ૧૯૪માં મહોત્સવ નિમિત્તે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે સંતો,સાક્ષરો અને સપૂતોની બહોળી ઉપસ્થિતિમાં આરંભે વિશેષ વક્તાઓની શ્રેણીમાં ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાએ પોતાનું …

Read More »

બધી કથાઓમાં રામકથા શ્રેષ્ઠ છે,લીલા કૃષ્ણની ચરિત્ર તો શિવનું છે.

*જ્યાં પણ આઘાત હોય એ રુચિકર હોય જ નહીં.* *આપણમાં ઘણું એટલું બધું અરુચીકર છે,એની સાપેક્ષમાં સંગીત ઓછું અરુચીકર છે.* *વિષયોમાં નહિ પણ વિષયોનાં વિલાસમાં વૈરાગ્યની જરુર છે.* સંતરામ મંદિર નડીઆદનાં નેજા નીચે ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે વિશેષ સંતો મહંતો મહાનુભાવોમાં માલસર સત્યનારાયણ મંદિરના જગન્નાથજી મહારાજ,રાજકોટની સદભાવના કથા સાથે સંકળાયેલા આર્ષ વિદ્યામંદિર-મુંજકાના પરમાત્માનંદજી,માઇ મંદિર અંબા આશ્રમ નડિયાદના ગોપાલદાસજી મહારાજ,ડો.માધવ …

Read More »

સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે.

બુધ્ધપુરુષ વધારે બોલતો નથી. કોઈના શરણે જવું એ દાસત્વ છે. જનક પરમ યોગી છે જેણે ભોગની નીચે યોગને છૂપાવી રાખ્યો છે. ચરિત્રવાનની જ કથા હોય. રામ-રામ રટીને કોઈનું શોષણ નહીં પણ પોષણ થાય એવું કરજો. સંતરામ મહારાજની પાવન,પ્રવાહી અને પરોપકારી પરંપરાનાં સાંનિધ્યમાં નડીઆદ ખાતે શરૂ થયેલી રામકથાનાં છઠ્ઠા દિવસનાં આરંભે રોજ એક વિશેષ વક્તવ્યનીં શ્રેણીમાં ઋષિકેશ કૈલાશ આશ્રમના વેદાંત વ્યાકરણી …

Read More »

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામબાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ ગુજરાત, અમદાવાદ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: સેજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-17પૂ. શ્રી. ભોજલરામબાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જીઅમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ જેમ માઘપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, …

Read More »

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે.

તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ. નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામમંદિરનાંનેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિતમાનસમાં નવ પ્રકારના યોગીઓ છે. જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ ન લેવું જોઈએ. કથાબીજ પંક્તિઓ: હમરે જાન સદા સિવ જોગી; અજ અનવદ્ય અકામ અભોગી આનન રહિત સકલ રસ ભોગી; બિનુ બાની બક્તાબડ જોગી નડીઆદનાંખાતેથી આજથી શરુ થયેલી નવ દિવસીયરામકથાનાંઆરંભે યોગીરાજ …

Read More »

આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી

સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે. “બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે” ત્યાગી થવું એ યોગીપણું છે,અનુરાગી થવું પણ યોગીપણું છે. સંતરામ મહારાજનાં ૧૯૪માં સમાધિ મહોત્સવ નિમિત્તે સંતરામ મંદિરનાં નેજા નીચે નડીઆદ ખાતે યોજાયેલી રામકથાનાં ચોથા દિવસે આરંભે માનવસેવા સંસ્થાન દ્વારા વિશિષ્ટ પ્રકારની સૌ પ્રથમ વખત ટ્રેક્ટર ઉપર,કટોકટીની પરિસ્થિતિમાં કામ આવે એવી અંતિમ વાહિની …

Read More »