અક્ષય કુમાર અને તલવિંદરનું ધમાકેદાર ગીત ‘ક્યૂં’ થયું રિલીઝ

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | વેલકમ ટુ ધ જંગલ’નું સૌથી મોટું સરપ્રાઇઝ ફિલ્મના ઇન્ટરવલ પહેલાં જોવા મળે છે. આ દરમિયાન સ્ક્રીન પર આવે છે ‘ક્યૂં’, જેમાં બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ઇન્ડી મ્યુઝિકની દુનિયાના લોકપ્રિય ગાયક તલવિંદર પ્રથમ વખત સાથે જોવા મળે છે. પોતાની અનોખી રજૂઆત અને શાનદાર અંદાજને કારણે આ ગીત ફિલ્મનો સૌથી વધુ ચર્ચિત ભાગ બની ગયું છે.

તલવિંદર તેમની અલગ સંગીત શૈલી માટે જાણીતા છે. ‘ક્યૂં’ દ્વારા તેમનું સંગીત પ્રથમ વખત ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીનો ભાગ બન્યું છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં પણ તેમની એ જ ઓળખ અને સ્ટાઇલ જોવા મળે છે, જેના કારણે તેઓ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

અક્ષય કુમારનો નવો અને સ્ટાઇલિશ લુક આ ગીતને વધુ ખાસ બનાવે છે. સમગ્ર ગીતમાં તેઓ ખૂબ જ સહજ અને શાનદાર અંદાજમાં જોવા મળે છે. તેમની સ્ક્રીન પ્રેઝન્સ અને મસ્તીભર્યો અંદાજ તલવિંદરના સંગીત સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ગીતમાં નવી ઊર્જા ભરી દે છે.

આ સહયોગ વિશે તલવિંદરે કહ્યું, “જ્યારે મેં પહેલી વાર આ વિચાર વિશે સાંભળ્યું, ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય બોલીવૂડ ગીત નહીં હોય. સૌથી મોટો પડકાર એ હતો કે મારી સંગીત શૈલીને ‘વેલકમ’ની દુનિયામાં એ જ ઓળખ સાથે રજૂ કરું, જેના માટે લોકો મને ઓળખે છે. અક્ષય સર સાથે કામ કરવું મારા માટે હંમેશા યાદગાર રહેશે. આશા છે કે દર્શકોને આ સરપ્રાઇઝ એટલું જ ગમશે, જેટલી મજા અમને તેને બનાવવામાં આવી.”

‘ક્યૂં’ તલવિંદરનું પ્રથમ બોલીવૂડ ગીત છે. તેના શબ્દો પણ તેમણે પોતે જ લખ્યા છે. ગીતનું સંગીત તલવિંદર અને એનડીએસ (NDS)એ મળીને તૈયાર કર્યું છે. એનડીએસે જ તેનું મિક્સિંગ અને માસ્ટરિંગ કર્યું છે, જ્યારે મેઘા બાલી આ ગીતની મ્યુઝિક સુપરવાઇઝર છે.

નિર્માતાઓએ આ ગીતની જાહેરાત અગાઉથી કરી નહોતી, પરંતુ તેને સંપૂર્ણ સરપ્રાઇઝ તરીકે રાખ્યું હતું જેથી દર્શકો તેને સીધું જ સિનેમાઘરોમાં માણી શકે. તેમનો આ નિર્ણય સફળ રહ્યો છે અને હવે આ ગીત દર્શકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. આજના સમયમાં, જ્યારે ફિલ્મો સાથે જોડાયેલી માહિતી અને કેમિયો પહેલેથી જ લીક થઈ જાય છે, ત્યારે સમગ્ર ટીમે આ સરપ્રાઇઝને અંત સુધી ગુપ્ત રાખ્યો, જે ખરેખર પ્રશંસનીય છે.

અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’માં હિન્દી સિનેમાની સૌથી મોટી સ્ટાર કાસ્ટમાંથી એક જોવા મળે છે, જેનું નેતૃત્વ અક્ષય કુમાર કરે છે. ‘ક્યૂં’ સાથે ફિલ્મના મ્યુઝિક આલ્બમમાં એક એવું નવું ગીત ઉમેરાયું છે, જે બોલીવૂડ અને ઇન્ડી મ્યુઝિકનું શાનદાર સંયોજન રજૂ કરે છે.

ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેકલિન ફર્નાન્ડિઝ, અરશદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રવિના ટંડન, લારા દત્તા, ફરીદા જલાલ, જોની લીવર, શ્રેયસ તળપદે, તુષાર કપૂર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની, મુકેશ તિવારી, યશપાલ શર્મા, કિરણ કુમાર, ઝાકિર હુસેન, વિંદુ દારા સિંહ, ઉર્વશી રૌતેલા, હેમંત પાંડે, બૃજેન્દ્ર કાલા, ફિરોઝ ખાન (અર્જુન), સ્વર્ગસ્થ પંકજ ધીર, પુનીત ઇસ્સર, સુદેશ બેરી, જીતુ વર્મા, વૃહી કોડવારા, આદિત્યા સિંહ અને ભાગ્ય ભાનુશાલી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને એ. એ. નાડિયાડવાલા, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને સ્ટાર સ્ટુડિયો18એ સીતા ફિલ્મ્સ અને રાકેશ ડાંગ સાથે મળીને રજૂ કરી છે. આ બેઝ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની રજૂઆત છે. ફિલ્મના નિર્માતા રાકેશ ડાંગ, વેદાંત વિકાસ બાલી અને ફિરોઝ એ. નાડિયાડવાલા છે.

‘વેલકમ ટુ ધ જંગલ’ 26 જૂન, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.

લિંક: [https://youtu.be/12QZKDjDxWU?si=zL9_woBMHXAAMhTv](https://youtu.be/12QZKDjDxWU?si=zL9_woBMHXAAMhTv)

== સમાપ્ત ==

 


Spread the love

Check Also

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

Spread the love ગાંધીનગર, ગુજરાત | ૨૮ જૂન ૨૦૨૬ | ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *