એમેઝોન બઝારે 3 કરોડ પ્રોડક્ટ્સ સુધી વિસ્તરણ કર્યું

Spread the love

  • ગુજરાત 3X વાર્ષિક વૃદ્ધિ સાથે ઓર્ડર્સની સંખ્યામાં અગ્રણી પ્રદેશ તરીકે ઉભરી આવ્યું છે.
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભરૂચ, વાપી અને નવસારી સહિત અન્ય શહેરોમાં પણ એમેઝોન બઝાર પર ખરીદીમાં વધારો

ગુજરાત, 8 સપ્ટેમ્બર, 2026: Amazon.inએ આજે જાહેરાત કરી છે કે એમેઝોન બઝારે તેના પ્રોડક્ટ્સના સિલેક્શનને ઝડપથી વિસ્તારીને 3 કરોડથી વધુ પ્રોડક્ટ્સ સુધી પહોંચાડ્યું છે, જેમાં 80%થી વધુ પ્રોડક્ટ્સની કિંમત રૂ. 300થી ઓછી છે. આ વિસ્તરણ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને સમગ્ર ભારતમાં વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સની વધી રહેલી માંગને પહોંચી વળવા માટે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે, 2024માં બઝારના લોન્ચ બાદથી ટિયર 2 અને ટિયર 3 શહેરોના ખરીદદારોની સંખ્યામાં 8X વૃદ્ધિ જોવા મળી છે અને હાલમાં બઝારના કુલ ઓર્ડરમાંથી 65%થી વધુ ઓર્ડર આ શહેરોમાંથી આવે છે. એમેઝોન બઝારે ગુજરાતમાં પણ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જ્યાં રાજ્યમાં ઓર્ડર્સમાં ગત વર્ષની સરખામણીએ 3X વૃદ્ધિ થઈ છે. 500થી ઓછી કિંમત ધરાવતી દરેક પ્રોડક્ટ, ફ્રી ડિલિવરી અને કેશબેક ઑફર્સ સાથે એમેઝોન બઝાર સમગ્ર રાજ્ય અને તેનાથી આગળ પણ વાજબી કિંમતે ખરીદી સુલભ બનાવી રહ્યું છે.

આ જાહેરાત અંગે માહિતી આપતાં, એમેઝોન ઇન્ડિયાના એમેઝોન બઝારના હેડ સમીર લાલવાણીએ જણાવ્યું હતું કે, “એમેઝોન બઝારની શરૂઆતથી જ અમારું ધ્યાન એવા સિલેક્શનનું નિર્માણ કરવા પર રહ્યું છે જે મૂલ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરે. અમે ગ્રાહકો શું ઇચ્છે છે તે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ અને તે અનુસાર વિવિધ પ્રોડક્ટ કેટેગરીઝમાં યોગ્ય પ્રોડક્ટ્સ ઉમેરીએ છીએ. ગુજરાતમાં આ અભિગમે મજબૂત પરિણામો આપ્યાં છે, જ્યાં સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોના ગ્રાહકો ફેશન અને હોમ ડેકોરથી લઈને કિચન ટૂલ્સ અને ઇલેક્ટ્રોનિક એક્સેસરીઝ સુધીની રોજિંદી જરૂરિયાતો માટે વધુને વધુ બઝાર તરફ વળી રહ્યા છે. જ્યારે યોગ્ય કિંમતે યોગ્ય પ્રોડક્ટ્સ મળે છે, ત્યારે ગ્રાહકો સ્વાભાવિક રીતે પ્રતિસાદ આપે છે. અમે ગુજરાતના વધુ સ્થાનિક વિક્રેતાઓને તેમની પ્રોડક્ટ્સ ઓનલાઈન લાવવા અને બઝાર મારફતે દેશભરના ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ગુજરાતમાં ગ્રાહકો વિવિધ કેટેગરીઝમાં પ્રોડક્ટ્સનો લાભ લઈ રહ્યા છે. શહેરમાં હોમ એન્ડ કિચન કેટેગરીમાં 4X YoY વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં વેજિટેબલ ચોપર્સ, કિચન એસેસરીઝ અને હોમ ડેકોરની વસ્તુઓની સૌથી વધુ માંગ જોવા મળી છે. વુમન્સ ફેશનમાં 3X YoY વૃદ્ધિ થઈ છે, જેમાં સાડીઓ, કુર્તીઓ, જીન્સ અને ટોપ્સની માંગ આગળ રહી છે, જ્યારે ઇલેક્ટ્રોનિક્સમાં 4X YoY વૃદ્ધિ નોંધાઈ છે, જે મુખ્યત્વે ફોન કવર, હેડફોન અને સેલ્ફી સ્ટિક્સ દ્વારા સંચાલિત છે.

તહેવારોની સિઝન નજીક આવતાં, ગ્રાહકોમાં પ્રી-ડ્રેપ્ડ સાડીઓ, બાંધણી પોટલીઓ, મિરર-વર્ક જૂતીઓ અને LED લાઇટ્સ જેવી વસ્તુઓની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જે સુલભ કિંમતોમાં પ્રદેશની તહેવારી પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાતમાં Amazon.in પર 2,50,000થી વધુ વિક્રેતાઓ છે અને રાજ્યમાં બઝારના વિક્રેતા આધારનો ગત વર્ષની સરખામણીએ લગભગ 2.5X વધારો થયો છે, જે એમેઝોન બઝારના વિસ્તરતા સિલેક્શન અને અત્યંત ઓછી વિક્રેતા-આધારિત કિંમતોને વેગ આપી રહ્યો છે. આ વૃદ્ધિને ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી સાથે ટેકો આપવા માટે એમેઝોને ગુજરાતમાં તેના ઓપરેશન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવ્યું છે, જેમાં 2 ફુલફિલમેન્ટ સેન્ટર્સ, 2 સોર્ટેશન સેન્ટર્સ, લગભગ 760 Hub ડિલિવરી પાર્ટનર્સ અને 90 ડિલિવરી સ્ટેશન્સનો સમાવેશ થાય છે. આ નેટવર્ક નાના શહેરો અને નગરોમાં પણ સરળ લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.

એમેઝોન બઝાર ગુજરાતમાં તેના સેલર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સતત રોકાણ કરી રહ્યું છે, જેમાં સુરત જેવા શહેરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. 0% કમિશન અને સરળ લિસ્ટિંગ પ્રક્રિયા સાથે, જેમાં મોબાઇલથી ક્લિક કરવામાં આવેલી લાઇફસ્ટાઇલ ઇમેજિસનો પણ સમાવેશ થાય છે, બઝારે નાના અને પ્રથમ વખત ઓનલાઈન વેચાણ શરૂ કરનારા વિક્રેતાઓ માટે ઓનલાઈન આવવું વધુ સરળ બનાવ્યું છે.

એમેઝોન બઝાર સાથે જોડાવા ઇચ્છતા વિક્રેતાઓ sell.amazon.in પર નોંધણી કરાવી શકે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

કૃષ્ણ છે તો રસ છે, રાસ છે, રીસ છે; કૃષ્ણ છે તો બધું જ છે, જગતમાં માત્ર કૃષ્ણ સિવાય કંઈ નથી

Spread the love કૃષ્ણ કર્મનો અધ્યક્ષ છે,નિષ્પક્ષ છે. કૃષ્ણ:ત્રિ-સત્ય-વ્યવહારિક, પ્રતિભાષિક અને પારમાર્થિક સત્યનો માલિક છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *