વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા ઉત્તર ગુજરાતમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાત્મકતાને શક્તિ આપવા મહેસાણામાં વેપાર વૃદ્ધિની વાટાઘાટનો અવસર લાવે છે

Spread the love

વિદ્યાર્થીઓથી સ્ટાર્ટઅપ્સથી એસએમબી સુધી વિકસિત અને વાઈબ્રન્ટ ગુજરાતને ઈંધણ પૂરું પાડતા શૂન્ય- ખર્ચ, શૂન્ય ઈક્વિટી એન્ટરપ્રેન્યોરશિપ.

મહેસાણા | 05મી સપ્ટેમ્બર 2025: વડોદરા અને અમદાવાદમાં અગાઉ આ મહિનામાં આયોજિત ગુજરાત ઈનોવેશન ડાયલોગની સફળતાથી પ્રેરિત વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા મહેસાણામાં બિઝનેસ ગ્રોથ ડાયલોગ સાથે ઉત્તર ગુજરાતમાં વાર્તાલાપ લાવી છે. 5 સપ્ટેમ્બરે નમો સેન્ટર, આઈ-હબ, મહેસાણા ખાતે આયોજિત થનાર આ ગોળ મેજ પરિષદમાં એમએસએમઈ ટ્રેડરો, સ્ટાર્ટઅપ સંસ્થાપકો, સરકારી અધિકારીઓ અને ઈકોસિસ્ટમ એનેબ્લરોને એકત્ર લાવીને પ્રદેશમાં વૃદ્ધિ, ઈનોવેશન અને સ્પર્ધાત્મકતા માટે માર્ગ કરી આપશે.

આ વાટાઘાટ વિસ્તરણ અને ઈનોવેશન માટે માર્ગ ખોજ કરવા અને સરકારી યોજનાઓ, ફાઈનાન્સ અને બજારની પહોંચનો લાભ લેવા માટે તેમને અભિમુખ બનાવવા ઉત્તર ગુજરાતના એન્ટરપ્રેન્યોર્સ અને એમએસએમઈ માટે તકો પર પ્રકાશ પાડશે. આ પહેલ ગુજરાતભરમાં ઊંડી પ્રાદેશિક ભાગીદારીઓ નિર્માણ કરવાની અને સમાવેશક એન્ટરપ્રેન્યોરશિપને ગતિ આપવાની ફાઉન્ડેશનની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.

વાધવાની ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ગુજરાતમાં તેના ઈગ્નાઈટ, લિફ્ટઓફફ અને એક્સિલરેટ પ્રોગ્રામ્સ વિસ્તાર્યો હતો, જે વિદ્યાર્થીઓ, વહેલી તબક્કાનાં સાહસો અને વૃદ્ધિ તૈયાર એમએસએમઈ માટે શૂન્ય ખર્ચ, શૂન્ય ઈક્વિટી ટેકો પ્રદાન કરે છે. આ પહેલો માળખાબદ્ધ સાહસ નિર્માણ, મેન્ટરશિપ અને નેટવર્કને પહોંચ પૂરાં પાડીને એન્ટરપ્રેન્યોર્સને ઉદ્યોગોમાં પરિવર્તિત કરવા અને સુસજ્જ વેપારોને સ્પર્ધાત્મક બજાર આગેવાનોમાં ફેરવે છે. તેના પ્રોગ્રામમાં જેશિયા, ટાઈ, જીસીસીઆઈ, એએમએ અને ઈન્ડેક્સટીબી જેવા સ્થાનિક ભાગીદારો સાથે તેના પ્રોગ્રામોને જોડીને ફાઉન્ડેશન કનેક્ટેડ, સમાવેશક ઈકોસિસ્ટમ નિર્માણ કરવા માટે કામ કરે છે, જ્યાં ઈનોવેટર્સ મેન્ટરશિપ, પોલિસી આધાર અને ડિજિટલ સાધનોને પહોંચ આપી શકે છે.

જીએસઆરટીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તેમ જ મહેસાણાના ભૂતપૂર્વ જિલ્લાધિકારી આઈએએસ શ્રી એમ. નાગરાજને જણાવ્યું હતું કે, “ઉત્તર ગુજરાતના વિકાસના વિવિધ પાસાઓ – સ્માર્ટ અર્બન સેન્ટર્સથી લઈને ગ્રામ્ય સ્ટાર્ટઅપ્સ સુધી – સાથે નજીકથી કામ કરવાની તક મને મળી. હું આ સંવાદ ને એક મહત્વપૂર્ણ બ્રિજ તરીકે જોું છું, જે ઉદ્યોગસાહસિક ઊર્જાને પ્રાયોગિક સહાયતા સાથે જોડે છે. આ પહેલ નવીનતા અને સમાવેશ ને આગળ ધપાવશે, જે સૌ માટે વિકસિત અને વાઇબ્રન્ટ ગુજરાત સુનિશ્ચિત કરવા માટે અનિવાર્ય છે.” 

વાધવાની ફાઉન્ડેશનના એન્ટરપ્રેન્યોરશિપના ઈવીપી વિશાલ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “વડોદરા અને અમદાવાદમાં સફળ સંવાદ પછી, અમે ગુજરાત ઇકોસિસ્ટમ સાથે ઊંડા સંબંધો બાંધવા અને MSMEs તથા સ્ટાર્ટઅપ્સ ને સફળતા મળે તેવા પહેલ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ઉત્તર ગુજરાત ઉદ્યોગસાહસિક ઊર્જાથી છલકાતું છે, અને મહેસાણા એ ઉકેલો સહ-બનાવો કરવા માટે આદર્શ પ્લેટફોર્મ છે, જે સ્કેલ, સ્પર્ધાત્મકતા અને નોકરી  બનાવટ ને આગળ વધારશે.” 

જેશિયા આઈટી એસોસિયેશનના માનદ ડાયરેક્ટર અને દેવઆઈટીના સહ-સંસ્થાપક અને ચેરમેન પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે, “ગુજરાતના MSMEs અને સ્ટાર્ટઅપ્સ માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ ભારત માટે વૃદ્ધિ એન્જિન બનવા તૈયાર છે. વાધવાની ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને, જેશિયા નો હેતુ આ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકોને બજાર પ્રવેશ, માર્ગદર્શન અને ડિજિટલ-પ્રથમ માર્ગો પ્રદાન કરવાનો છે.”

મહેસાણામાં બિઝનેસ ગ્રોથ ડાયલોગ ગુજરાતમાં શ્રેણીબદ્ધ ઈકોસિસ્ટમ સહભાગ ચાલુ રાખવામાં આગામી પગલું છે. સરકાર, ઉદ્યોગ, શિક્ષણ જગત અને એન્ટરપ્રેન્યોર્સને સમાન મંચ પર જોડીને પહેલ ભારતની ઈનોવેશન અને નોકરી નિર્મિતી ગાથા માટે રાજ્યની સંભાવના પર ભાર આપે છે.


Spread the love

Check Also

કોર કનેક્ટ સર્કલ: એક એવો સમુદાય જ્યાં સંબંધો પ્રથમ આવે છે

Spread the love અમદાવાદ, ગુજરાત | ૦૫ જૂન ૨૦૨૬ | એક એવી દુનિયામાં જ્યાં નેટવર્કિંગ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *