વૈદેહી ચૌધરીએ ત્રીજું ફેનેસ્ટા ઓપન ટાઇટલ જીત્યું; માન કેશરવાનીએ મેડન મેન્સ ક્રાઉનનો ખિતાબ હાંસલ કર્યો

Spread the love

રિભવ સરોહા અને પાર્થસારથી મુંઢે બોય્સ અને ગર્લ્સના અંડર-18 સિંગલ્સ ટાઇટલ જીત્યા, આવતા અઠવાડિયે અંડર-16 અને અંડર-14 ઇવેન્ટ્સમાં રમત શરૂ થશે

નવી દિલ્હી | ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ | નવી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટોચના ક્રમની વૈદેહી ચૌધરી અને છઠ્ઠા ક્રમે આવતા માન કેશરવાનીએ શનિવારે અનુક્રમે વિમેન્સ અને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે.

2022 અને 2024માં પણ આ ખિતાબ જીતનારી ચૌધરીએ 20 વર્ષીય શ્રુતિ અહલાવતને બે કલાક અને 15 મિનિટ ચાલેલી ફાઇનલમાં 6-4, 7-5થી હરાવીને પોતાનો ત્રીજી વખત ફેનેસ્ટા ઓપન તાજ પોતાના શિરે શોભાવ્યો છે.

ચૌધરીએ જીત પછી કહ્યું હતું કે “મને આ જીતનું ખૂબ જ ગૌરવ છે. આ મારું ત્રીજું ટાઇટલ છે હોવાથી ચોક્કસપણે હું અત્યારે ખૂબ ખુશ છું,”.

“પહેલા સેટમાં હું 5-3થી આગળ હતી અને તે સતત લડત આપી રહી હતી. બીજા સેટમાં પણ હું 5-3થી આગળ હતી અને તે અંત સુધી લડતી રહી. તે એક શાનદાર અને રસાકસી ભરી મેચ હતી.”

મેન્સ સિંગલ્સની ફાઇનલમાં, કેશરવાનીએ ત્રીજા ક્રમના નીતિન સિંહાને એક કલાક અને 37 મિનિટમાં 6-0, 6-4 થી હરાવીને પોતાનું પહેલો ફેનેસ્ટા ઓપન ટાઇટલ જીત્યું છે.

કેશરવાનીએ એક પણ ગેમ છોડ્યા વગર શરૂઆતના સેટમાં પ્રથમ છ ગેમ જીતીને પ્રભાવશાળી શરૂઆત કરી હતી. બીજો સેટ વધુ સ્પર્ધાત્મક હતો, પરંતુ છઠ્ઠા ક્રમના આ ખેલાડીએ પોતાની સર્વિસ જાળવી રાખતા પહેલાં 3-2 પર નિર્ણાયક બ્રેક મેળવ્યા બાદ મેચનું સમાપન કર્યું હતું.

કેશરવાનીએ કહ્યું હતું કે, “પહેલો સેટ સહેલો હતો. પરંતુ હું મારા હરીફને અભિનંદન આપીશ”. તેણે ઉમેર્યું હતું કે, “તે થોડો ઇજાગ્રસ્ત હોવા છતાં પણ રમી રહ્યો છે અને સ્પર્ધા કરી રહ્યો છે. તેના પર ખૂબ ગૌરવ છે. બીજા સેટમાં, તે થોડો ડગમગ્યો હતો. પરંતુ 3-2 પર, મેં તેને બ્રેક કર્યો અને પછી મેં સતત ફક્ત મારી સર્વિસ પકડી રાખી અને હું જીતી ગયો. આ મારું પહેલું ફેનેસ્ટા ટાઇટલ છે. છેલ્લા 4 વર્ષથી, હું દરેક ફેનેસ્ટા ઓપનમાં પ્રથમ રાઉન્ડ હારી જતો હતો. આ વખતે મેં સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો અને જીતી ગયો. હું ખૂબ જ ભાવુક છું. મને ખબર નથી કે આ જીતને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરું પરંતુ હું ખૂબ જ ખુશ છું. ખાસ કરીને મારા માતાપિતાનો હું આભાર માનવા માંગુ છું, જેમણે હંમેશા મને સપોર્ટ આપ્યો છે.”

પ્રેઝન્ટેશન સેરેમનીમાં દિલ્હી લૉન ટેનિસ એસોસિએશનના પ્રમુખ રોહિત રાજપાલ, ફેનેસ્ટા બિલ્ડિંગ સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બિઝનેસ હેડ સાકેત જૈન, ભારતીય હોકી ખેલાડી અને 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જુગરાજ સિંહ અને ચાર વખત ફેનેસ્ટા ઓપન ચેમ્પિયન અને DLTAના ખજાનચી પ્રેરણા ભામ્બરી ઉપસ્થિત કહ્યા હતા. તેઓએ વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી.

પ્રેઝન્ટેશન સમારંભ પછી સિંઘે કહ્યું હતું કે, “હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. આ પહેલી વાર છે જ્યારે હું ટેનિસ નેશનલ્સની લાઇવ મેચ જોઉં છું. મેં આ મેચોમાં ઘણી મૂવમેન્ટ પણ જોઈ છે. તેમના શોટ્સ, બોલ રિસીવિંગ અને તેમના ફૂટવર્ક, મને મેચ જોવામાં ખૂબ જ આનંદ થયો. હું વિજેતા થયેલા તમામ ખેલાડીઓ અને ભાગ લેનારા અન્ય તમામ ખેલાડીઓને ખૂબ જ શુભેચ્છાઓ આપવા માંગુ છું.”

જૈને ફેનેસ્ટા ઓપન દ્વારા ભારતીય ટેનિસ સાથે DCM શ્રીરામના લગભગ ત્રણ દાયકાના જોડાણ પર પ્રતિબિંબ પાડ્યું હતું અને ખેલાડીઓના વિકાસ માટે કંપનીની નિરંતર પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “DCM શ્રીરામ ખાતે, અમે વિકાસની આ યાત્રામાં ઊંડાણપૂર્વક વિશ્વાસ રાખીએ છીએ. ફેનેસ્ટા ઓપન દ્વારા ભારતીય ટેનિસ સાથે અમારું જોડાણ ત્રણ દાયકા કરતાં વધુ સમય સુધી ચાલી રહ્યું છે. વર્ષોથી, આ ચેમ્પિયનશિપ ફક્ત ટુર્નામેન્ટનું આયોજન કરવા પૂરતી જ નથી રહી. તેનું આયોજન તકો ઊભી કરવા, પ્રતિભાનું જતન કરવા અને ભારતીય ખેલાડીઓ પોતાને પારખી શકે, એક્સપોઝર મેળવે અને તેમની રમતગમત કારકિર્દીમાં આગળનું પગલું ભરી શકે માટે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે થાય છે. તેથી જ અમે આ વર્ષે અમારી પ્રતિબદ્ધતાને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ.”

તેમણે આગળ કહ્યું હતું કે, “ચેમ્પિયનશિપની ઈનામી રકમ ઉપરાંત, અમે વિજેતાઓ અને રનર્સ-અપને તેમની આગળની સફરમાં ટેકો મળી શકે તે માટે અમારા CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) બજેટમાંથી વધારાની ₹11 લાખની પ્લેયર ડેવલપમેન્ટ સ્કોલરશિપ રજૂ કરી છે. આ સ્કોલરશિપ ખેલાડીઓને કોચિંગ, ફિઝીયોથેરાપી, ફિટનેસ અને ટેનિસ સાધનો સહિત તેમના વિકાસના આવશ્યક પાસાઓમાં રોકાણ કરવામાં મદદ કરશે. અમને આશા છે કે આ પહેલ ખેલાડીઓને તેમના વિકાસમાં રોકાણ કરવામાં અને વધુ આત્મવિશ્વાસ સાથે તેમની આકાંક્ષાઓને આગળ લઈ જવામાં મદદ કરશે.”

10મા ક્રમના સોળ વર્ષીય રિભવ સરોહાએ ચોથા ક્રમના ઓમ રમેશ પટેલને 6-4, 6-3થી હરાવીને બોય્સ અંડર-18 સિંગલ્સ ટાઇટલ જીત્યું છે.

તેણે કહ્યું હતું કે, “આ મેચમાં અમારો આમનો-સામનો 3-3નો રહ્યો પહેલાં અને અગાઉ પણ ઘણી વખત ઓમ સામે હું રમી ચુક્યો છું. મને ખબર હતી કે તે એક એવો ખેલાડી છે જે એક પણ બોલ ચૂકતો નથી અને મારે ખરેખર ખૂબ મહેનત કરવી પડશે. હું ખરેખરમાં તૈયાર હતો કે મારે બધા બોલ પર કામ કરવું પડશે અને મારે તેના કરતાં વધુ સુસંગત રહેવું પડશે અને મારે આક્રમક પણ રહેવું પડશે. હું ખરેખર સારું રમ્યો અને મારી પાસે એક જ સમયે સુસંગત અને આક્રમક રહેવાની રણનીતિ હતી. હું તે રણનીતિ જાળવી શક્યો હતો.”

DLTA ખાતેના પોતાના અનુભવ પર પ્રતિબિંબ પાડતા, સરોહાએ કહ્યું હતું કે, “હું ત્રણ વર્ષ પહેલાં પ્રથમ વખત ફેનેસ્ટા રમ્યો હતો અને હું U14ની ક્વોલિફાઇંગ રમ્યો હતો. મારા માટે તે ભારતીય ગ્રાન્ડ સ્લેમ જેવું છે. સુવિધાઓ ખરેખર શાનદાર છે અને બધું જ એકદમ સુવ્યવસ્થિત છે. આ કોર્ટ પર રમવાની મજા ખરેખર ઉત્તમ છે અને 16 વર્ષની ઉંમરે આ U18 ફેનેસ્ટા નેશનલ્સ જીતીને મને ખૂબ આનંદ થાય છે.”

ગર્લ્સ અંડર-18 સિંગલ્સની ફાઇનલમાં, બીજા ક્રમાંકની પાર્થસારથી મુંઢેએ સાતમા ક્રમના આહાનને 6-3, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

મુંઢેએ વિજય પછી કહ્યું હતું કે, “તે બહુ સરળ કહેવાય તેવી મેચ નહોતી પરંતુ સારી હતી”. તેણે ઉમેર્યું હતું કે, “તે રેલી કરી રહી હતી અને મેચમાં લાંબી રેલીઓ હતી. આ ટુર્નામેન્ટમાં ખરેખર ખૂબ જ સારો અનુભવ રહ્યો. પાંચ મહિના પછી આ મારી પહેલી ટુર્નામેન્ટ છે. તે ખૂબ જ શાનદાર અનુભવ હતો કે હું ફાઇનલમાં પહોંચીને જીતી પણ શકી.”

હવે રમત ફેનેસ્ટા ઓપન અંડર-16 અને અંડર-14 ઇવેન્ટ્સ શિફ્ટ થશે જે આવતા અઠવાડિયે DLTA ખાતે શરૂ થશે.

મેન્સ સિંગલ્સનું ફાઇનલ પરિણામ

માન કેશરવાની [6] સામે પરાજય નીતિન સિંહા [3] 6-0, 6-4

વિમેન્સ સિંગલ્સનું ફાઇનલ પરિણામ

વૈદેહી ચૌધરી [1] સામે પરાજય શ્રુતિ અહલાવત [2] 6-4, 7-5

બોય્સ U-18 સિંગલ્સનું ફાઇનલ પરિણામ

રિભવ સરોહા [10] સામે પરાજય ઓમ રમેશ પટેલ [4] 6-4, 6-3

ગર્લ્સ U-18 સિંગલ્સનું ફાઇનલ પરિણામ

પાર્થસારથી મુંઢે [2] સામે પરાજય આહાન આહાન [7] 6-3, 6-4

== સમાપ્ત ==


Spread the love

Check Also

ટકાઉ નવીનતા પર વિશેષ ભાર સાથે કર્ણાવતી યુનિવર્સિટીમાં CICON 2026નો પ્રારંભ

Spread the loveબે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંશોધકો, શિક્ષણવિદો અને ઉદ્યોગજગતના નિષ્ણાતો એક મંચ પર એકત્રિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *