મારુતિ સુઝુકીએ DesignXathon ની બીજી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી; યુવા ઓટોમોટિવ ડિઝાઇન પ્રતિભાઓને પ્રોત્સાહન આપ્યું

Spread the love

  • ભારત અને વિદેશની 70થી વધુ અગ્રણી ડિઝાઇન સંસ્થાઓના 450થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે ‘Gen Z’ અને ‘Gen Alpha’ની મોબિલિટી અંગેની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને વાહનોની કલ્પના કરી હતી.
  • ટીમ IED Torino વિજેતા જાહેર થઈ; જ્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), ગાંધીનગરની ટીમો પ્રથમ અને દ્વિતીય રનર-અપ રહી હતી
  • શ્રેષ્ઠ 3 ટીમોને રોકડ પુરસ્કારો અને મારુતિ સુઝુકી ડિઝાઇન સ્ટુડિયોમાં 6 મહિનાની ઇન્ટર્નશિપ આપવામાં આવી
  • ચોથાથી દસમા ક્રમે રહેલી ટીમોને વધુ મૂલ્યાંકન બાદ ઇન્ટર્નશિપની તકો માટે ધ્યાનમાં લેવામાં આવશે

ગાંધીનગર | ૧૨ નવેમ્બર ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ તેની મુખ્ય ઓટોમોટિવ ડિઝાઇન સ્પર્ધા ‘DesignXathon’ની બીજી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સ્પર્ધામાં ભારત અને વિદેશની 70થી વધુ અગ્રણી ડિઝાઇન સંસ્થાઓના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને ‘2036માં Gen Z અને Gen Alpha કેવું આઇકોનિક વાહન ખરીદવા ઈચ્છે તેની કલ્પના કરવાનું’ કાર્ય સોંપવામાં આવ્યું હતું.

મારુતિ સુઝુકી ડિઝાઇન સ્ટુડિયો દ્વારા મૂલ્યાંકન અને માર્ગદર્શનના અનેક રાઉન્ડ પછી ટોચની 10 ટીમોએ ગુરુગ્રામમાં આવેલી કંપનીની ‘ઇન્ડિયા ડિઝાઇન સ્ટુડિયો’ ખાતે યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં 1:8 સ્કેલના પ્રોટોટાઇપ દ્વારા તેમના કન્સેપ્ટસ રજૂ કર્યા હતા.

‘DesignXathon 2026’ વિશે વાત કરતાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રીમાન હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોની આકાંક્ષાઓ, જીવનશૈલી અને ઓટોમોટિવ ટેક્નોલોજી સતત વિકસી રહી છે. મને વિશ્વાસ છે કે યુવા પ્રતિભાઓ, તેમના નવા દ્રષ્ટિકોણ અને પરંપરાથી હટકે વિચારવાની ક્ષમતા સાથે ભવિષ્યની મોબિલિટીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિશ્વની ત્રીજી અને સૌથી મોટી પેસેન્જર વાહન બજાર તરીકે ભારત પાસે ભવિષ્યની મોબિલિટીને આકાર આપવા માટે અપાર યુવા પ્રતિભા અને સર્જનાત્મક ક્ષમતા છે. મારુતિ સુઝુકીમાં, અમે આ પ્રતિભાઓને ઉદ્યોગ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છીએ. ‘DesignXathon’ દ્વારા અમારો ઉદ્દેશ ઓપન ઈનોવેશન અને સહયોગને પ્રોત્સાહન આપવાનો, ઊભરતા ડિઝાઇનરોને તૈયાર કરવાનો અને ભારતમાં એક મજબૂત ડિઝાઇન ઇકોસિસ્ટમનો પાયો નાખવાનો છે. હું વિજેતા ટીમોને તેમના નવીન કન્સેપ્ટસ માટે અભિનંદન આપું છું, જેમાં ટેક્નોલોજી અને સસ્ટેનેબિલિટી બંનેનો સમન્વય છે અને તમામ સહભાગીઓની સર્જનાત્મકતા અને ઉત્સાહને પણ બિરદાવું છું.”

== સમાપ્ત ==


Spread the love

Check Also

ડેટોલે નવું ડેટોલ ઓરિજિનલ ફોમિંગ હેન્ડવૉશ રજૂ કર્યું: ફોમ ધરાવતા ભારતના સૌથી વિશ્વસનીય હેન્ડવૉશને વધુ પ્રભાવશાળી બનાવ્યું

Spread the love—હવે અદ્યતન ફોમ ટેક્નોલોજી ધરાવતું આઇકોનિક ઓરિજિનલ વેરિએન્ટ સામાન્ય લિક્વિડ હેન્ડવૉશની સરખામણીએ જીવાણુંઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *