વર્ષાંતની રજાઓ માટે ખાસ ડીલ્સ આપવા 30,000 સ્થાનિક અને 3,500 આંતરરાષ્ટ્રીય હોટેલ્સ અને હોમસ્ટે, 35 એરલાઇન્સ તથા 8 બેંકો ‘MakeMyTrip’ સાથે જોડાઈ

Spread the love

— ‘ટ્રાવેલ કા મુહૂર્ત સેલ‘ની બીજી આવૃત્તિ 14 નવેમ્બરથી લાઈવ થઈ છે.

— પ્રવાસીઓ એક જ પ્લેટફોર્મ પર ફ્લાઇટ્સ, હોટેલ્સ, હોમસ્ટે, હોલિડે પેકેજ, બસ, ટ્રેન, કેબ, ટુર અને આકર્ષણો, ફોરેક્સ અને વિઝા સેવાઓનું નિયોજન અને બુકિંગ કરી શકે છે, જેમાં વિવિધ શ્રેણીઓ પર ખાસ ડીલ્સ ઉપલબ્ધ છે.

— બ્રાન્ડ એમ્બેસેડર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ‘અબ તો જાના પડેગા‘ ટેગલાઇન પર આધારિત છ નવી ફિલ્મોમાં જોવા મળશે.

— એમએમટી બ્લેક મેમ્બર્સને 13મી નવેમ્બર, 2026ના રોજ અને દરેક શુક્રવારે ખાસ બ્લેક ફ્રાઈડે ડીલ્સ પર અર્લી એક્સેસ મળશે.

ગુરુગ્રામ | ૧૩ નવેમ્બર ૨૦૨૬ | MakeMyTripએ આજે ​​’ટ્રાવેલ કા મુહૂર્ત સેલ’ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે વર્ષના અંતની રજાઓનું નિયોજન કરતા પ્રવાસીઓ માટે 14 નવેમ્બરથી લાઈવ થઈ ચૂકી છે. આ અભિયાનમાં 30,000થી વધુ સ્થાનિક અને 3,500થી વધુ આંતરરાષ્ટ્રીય રહેઠાણનાં સ્થળો (જેમાં હોટેલ ચેઇન્સ, રિસોર્ટ્સ, સ્વતંત્ર હોટેલ્સ, હોમસ્ટે અને વિલાનો સમાવેશ થાય છે), 35 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ તથા 8 બેંકો (11 નવેમ્બર, 2026ની સ્થિતિ મુજબ) ભાગ લઈ રહી છે.

વર્ષાંતે મુસાફરી કરવાનું નિયોજન કરતી વખતે ઘણી વાર કિંમતો વધવાની ચિંતા સતાવતી હોય છે, કારણ કે ડિસેમ્બરમાં ભાવવધારો અને મર્યાદિત ઉપલબ્ધતાનો ડર રહે છે. ‘ટ્રાવેલ કા મુહૂર્ત સેલ’ પ્રવાસીઓને અગાઉથી નિયોજન કરવા અને નિશ્ચિંત થઈને બુકિંગ કરવા માટે એક ખાસ સમયગાળો પૂરો પાડે છે. આ દરમિયાન ફ્લાઇટ્સ, હોટેલ્સ, હોમસ્ટે, હોલિડે પેકેજ, બસ, કેબ, ટ્રેન, ટુર અને આકર્ષણો, ફોરેક્સ અને વિઝા સેવાઓ પર આકર્ષક ડીલ્સ ઉપલબ્ધ છે.

આ ઑફર્સમાં કુર્ગ, આંદામાન, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, રાજસ્થાન, ઉત્તર- પૂર્વ અને ગોવા જેવાં સ્થાનિક મનપસંદ સ્થળોથી લઈને જાપાન, દુબઈ, મલેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ, વિયેતનામ, શ્રીલંકા, યુકે અને બાકીના યુરોપ સહિતનાં આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ થાય છે. ફેરારી વર્લ્ડ (યુએઈ), યુનિવર્સલ સ્ટુડિયો (સિંગાપોર), મેડમ તુસોં (સિંગાપોર), મંડાઈ વાઇલ્ડલાઇફ ગ્રુપ – નાઇટ સફારી અને સિંગાપોર ઝૂ (સિંગાપોર), અને સન વર્લ્ડ બા ના હિલ્સ (વિયેતનામ) જેવા વિશ્વભરનાં લોકપ્રિય આકર્ષણો પણ આ ઝુંબેશમાં જોડાયાં છે.

મેકમાયટ્રીપના કોર્પોરેટ, ફ્લાઇટ્સ, જીસીસી અને માર્કેટિંગના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાજ ઋષિ સિંહે જણાવ્યું હતું કે, “ભારતમાં ખરીદદારો ઉત્સવના વેચાણની રાહ જુએ છે અને અમે માનીએ છીએ કે મુસાફરીને પોતાના નિયોજનની સીઝન મળવી જોઈએ. બીજી આવૃત્તિ સાથે અમારું ધ્યાન ફક્ત બીજા સેલથી આગળ વધવાનું છે અને ભારતના પ્રવાસીઓને રજાઓ પર વિચાર કરવાથી બુકિંગ સુધી જવાનો આત્મવિશ્વાસ આપવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે ટ્રાવેલ કા મુહૂર્ત સેલ કેલેન્ડરમાં એક નિશ્ચિત તારીખ બને, જ્યારે પ્રવાસીઓ જાણે કે તેઓ વિવિધ બચત સાથે તેમના વર્ષાંતના વિરામનું નિયોજન કરી શકે છે અને અમારા ભાગીદારો પીક સીઝનની માગણીને તે માટે તૈયારી કરવા માટે પૂરતી વહેલી જુએ છે.”

સેલની જાહેરાત કરવા માટે મેકમાયટ્રીપે બ્રાન્ડ એમ્બેસેડર આલિયા ભટ્ટ અને રણવીર સિંહ અભિનિત છ ફિલ્મોનું નવું અભિયાન રજૂ કર્યું છે. કેમ્પેઈન સેલના અલગ અલગ ભાગને આલેખિત કરે છે, જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ્સ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હોટેલ, વિલા અને એપાર્ટમેન્ટ્સ, હોલિડે પેકેજીસ અને આઉટસ્ટેશન કેબ્સ સુધીનો સમાવેશ થાય છે. આ કલ્પના ક્રિયેટિવ એજન્સી, ટેલેન્ટેડ દ્વારા કરવામાં આવી છે.

MMTBLACK, MakeMyTripના લોયલ્ટી પ્રોગ્રામના સભ્યોને 13 નવેમ્બરના રોજ સેલની વહેલી તકે ઍક્સેસ મળશે. દર શુક્રવારે આ ઝુંબેશમાં ફક્ત MMTBLACK સભ્યો માટે બ્લેક ફ્રાઇડે ડીલ્સ પણ આપવામાં આવે છે અને દૈનિક લાઈટનિંગ ડ્રોપ્સ બધા વપરાશકર્તાઓ માટે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યાની વચ્ચે મર્યાદિત ઇન્વેન્ટરી ડીલ્સ રજૂ કરે છે.

MakeMyTrip દ્વારા આ વર્ષની શરૂઆતમાં હોટેલ્સ અને હોમસ્ટે માટે રજૂ કરવામાં આવેલો વૈશ્વિક રિવોર્ડ પ્રોગ્રામ ‘OneCircle’, તેના સભ્યોને સેલ દરમિયાન કરવામાં આવતા બુકિંગ પર વધારાનું મૂલ્ય (વધારાના લાભો) પ્રદાન કરે છે.

તેની કેટલીક ભાગીદાર બ્રાન્ડ્સમાં નિમ્નલિખિત સમાવેશ થાય છે:

  • એરલાઇન્સ: એર ફ્રાન્સ, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, આકાસા એર, બ્રિટિશ એરવેઝ, એતિહાદ એરવેઝ, ઇન્ડિગો, લુફ્થાન્સા, કતાર એરવેઝ, સિંગાપોર એરલાઇન્સ, સ્વિસ, ટર્કિશ એરલાઇન્સ અને વર્જિન એટલાન્ટિક વગેરે જેવી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ.
  • હોટેલ્સ: બ્લૂમ હોટેલ્સ, ક્લબ મહિન્દ્રા, જિંજર હોટેલ્સ, GRT હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ITC હોટેલ્સ, કામત હોટેલ્સ, લેઝર હોટેલ્સ ગ્રુપ, લેમન ટ્રી હોટેલ્સ, લોર્ડ્સ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, નીમરાણા હોટેલ્સ, પ્રાઇડ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, રોઝેટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, રોયલ ઓર્કિડ હોટેલ્સ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, સયાજી હોટેલ્સ, હોટેલ સોનાર બાંગ્લા, સ્ટર્લિંગ હોલિડે રિસોર્ટ્સ, તાજ હોટેલ્સ, ધ લીલા પેલેસીસ, હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ધ પોસ્ટકાર્ડ હોટેલ અને વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સહિતની ભારતીય અને આંતરરાષ્ટ્રીય હોટેલ ચેઇન્સ અને ઘણી બધી વધુનો સમાવેશ થાય છે.
  • હોમસ્ટે, વિલા અને એપાર્ટમેન્ટ્સ: અમા સ્ટેઝ એન્ડ ટ્રેઈલ્સ, ધ બ્લુ કાઈટ, એલિવાસ, ગોસ્ટપ્સ, ધ હોસ્ટેલર, લોહોના સ્ટેઝ, મુસ્ટેચ, સેફરોન સ્ટેઝ, સ્ટેવિસ્ટા અને ઝોસ્ટેલ વગેરે
  • બેંકો: એક્સિસ બેંક, ડીબીએસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, આરબીએલ બેંક અને YES બેંક.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ડેટોલે નવું ડેટોલ ઓરિજિનલ ફોમિંગ હેન્ડવૉશ રજૂ કર્યું: ફોમ ધરાવતા ભારતના સૌથી વિશ્વસનીય હેન્ડવૉશને વધુ પ્રભાવશાળી બનાવ્યું

Spread the love—હવે અદ્યતન ફોમ ટેક્નોલોજી ધરાવતું આઇકોનિક ઓરિજિનલ વેરિએન્ટ સામાન્ય લિક્વિડ હેન્ડવૉશની સરખામણીએ જીવાણુંઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *