સ્વારોવસ્કીએ દિવાળીની ઝળહળતી ડિઝાઇન્સ સાથે ઉજવ્યો પ્રકાશનો તહેવાર

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ | સ્વારોવસ્કી પ્રકાશ પરની પોતાની મહારત અને આનંદથી છલકાતી ભવ્યતાને દિવાળીના રંગમાં રજૂ કરી રહ્યું છે અને આ અવસરે એવી એક્સક્લુઝિવ ડિઝાઇન્સ લઈને આવ્યું છે, જેની ઓળખ છે વિશુદ્ધ ચમક.

સ્વારોવસ્કીની બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકા મંદાનાએ કહ્યું: “દિવાળી આનંદ, સ્વજનોના સાથ અને ઉજવણીથી ભરેલો સમય છે, અને ફેશન તથા પર્સનલ સ્ટાઇલ દ્વારા આ તહેવારની ભાવનાને અપનાવવી મને ખૂબ ગમે છે. આ દિવાળીએ હું સ્વારોવસ્કી સાથે તહેવાર ઉજવી રહી છું અને એવા પીસ રજૂ કરી રહી છું, જે તહેવારના પોશાકમાં ચમક અને નજાકતનો અહેસાસ ઉમેરે છે.”

સ્વારોવસ્કીની બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકા મંદાનાને રજૂ કરતું આ ઝગમગતું કેમ્પેઇન ચાર આકર્ષક લુક્સ દ્વારા નવી શરૂઆતની સુંદરતા, ભરપૂર સ્ટાઇલિંગ અને ઝળહળતી સ્વ-અભિવ્યક્તિને ઉજાગર કરે છે.

પ્રકાશના તહેવારના આનંદને સાકાર કરતી રશ્મિકા મૂડને ખુશનુમા બનાવી દે એવી, બહુરંગી Imber જ્વેલરીમાં ઝળકી રહી છે. દરેક પીસમાં ઘેરા, સમૃદ્ધ રંગોની સાથે 18K યલો ગોલ્ડ ફિનિશવાળું હાર્ડવેર છે, જે વરસાદની ઝરમરની જેમ વરસતું હોય તેમ નેકલેસ, વીંટીઓ, હૂપ ઇયરિંગ્સ અને ઇયર કફનું રૂપ લે છે, જેને મન ભરીને લેયર કરી શકાય છે.

દિવાળી માટે ખાસ તૈયાર કરાયેલી Constella ડિઝાઇન્સ આ સિગ્નેચર ફેમિલીને નવા અંદાજમાં રજૂ કરે છે. તેમાં 18K રોઝ ગોલ્ડ ફિનિશવાળી ધાતુની હૂંફાળી આભા સાથે વિવિધ કદના પારદર્શક સ્વારોવસ્કી ઝિરકોનિયાના ઝૂમખાં જડવામાં આવ્યાં છે, જે રાતના આકાશમાં ટમટમતા નાના તારાઓની યાદ અપાવે છે. એકની ઉપર એક પહેરીને ચમકવા માટે બનાવાયેલા દરેક બ્રેસલેટ, નેકલેસ અને ઇયરિંગમાં પ્રોંગ અને બેઝલ સેટિંગના અદ્ભુત સંયોજનમાં નંગ જડેલા છે.

Mesmera ફેમિલીના બારીક આકારો અને પ્રિસિઝન-કટ પારદર્શક સ્વારોવસ્કી ઝિરકોનિયામાં રશ્મિકાનું સહજ આકર્ષણ ઝીલાયું છે. ઉજવણી માટે એક ઉત્તમ પસંદગી એવો, પીંછા જેવો દરેક આકાર સ્વારોવસ્કી સ્વાનની નજાકત અને ગરિમાને પ્રતિબિંબિત કરે છે, પછી ભલે તેને એકલો પહેરવામાં આવે કે મેક્સિમલિસ્ટ અંદાજમાં.

દિવાળીના પોશાક માટે એક આધુનિક પસંદગી, Hyperbola ટેક્નિકલ બારીકીઓથી ભરપૂર રચનાઓમાં સાદા સિલુએટની તાકાત સાબિત કરે છે, જેમાં હાઉસની સિગ્નેચર કારીગરી (સાવોઆ-ફેર) ઝળકે છે. મિક્સ્ડ મેટલ્સ પરંપરાને પડકારે છે, જ્યારે નિખરેલા રાઉન્ડ-કટ સ્વારોવસ્કી ઝિરકોનિયા સદાબહાર શણગાર છે. રશ્મિકા પોતાના લુકને Hyperbola બેંગલ વૉચ સાથે પૂર્ણ કરે છે; આ સ્વિસ મેડ ઘડિયાળ તેના સુરુચિપૂર્ણ વળાંકો માટે જાણીતી છે અને સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સથી શણગારેલી છે.

દરેક પીસ કોઈ પણ લુકમાં તરત નવી ઊર્જા ભરી દેશે, અથવા સ્વજનો માટે એક વિચારપૂર્વક પસંદ કરેલી ભેટ બની શકે છે, જેને તેઓ તહેવારમાં અને તે પછી પણ પહેરી શકે.

સ્વારોવસ્કી દિવાળી 2026 કલેક્શન સમગ્ર ભારતમાં સ્વારોવસ્કી સ્ટોર્સ પર અને ઓનલાઇન swarovski.com પર ઉપલબ્ધ છે.

#Swarovski

== સમાપ્ત ==


Spread the love

Check Also

Yi અમદાવાદ દ્વારા નવરાત્રીની ઉજવણીમાં પર્યાવરણ-સભાન અભિગમનો સમાવેશ થયો

Spread the love અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ | નવરાત્રીના ઉત્સાહને પર્યાવરણીય જવાબદારી સાથે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *