બીજા સપ્તાહમાં પણ સ્પોર્ટ્સ આધારિત ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ ‘ભમરડો’નો જાદુ બરકરાર: ગાંધીનગરમાં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ!

Spread the love

ગાંધીનગર, ગુજરાત | ૦૪ જૂન ૨૦૨૬ | ૩ જૂનના રોજ ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ પર આધારિત ચિલ્ડ્રન ફિલ્મ ‘ભમરડો’નું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ વિશેષ શોમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ અને શ્રી પુરષોત્તમ રૂપાલા સહિત અનેક રાજકીય મહાનુભાવોએ ફિલ્મ નિહાળી હતી અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો.

આ ઉપરાંત, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી તરફથી પણ ફિલ્મને ખાસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ તમામ મહાનુભાવો બંને બાળ કલાકારોની અદભૂત કલાકારી અને અભિનય જોઈને અત્યંત અભિભૂત થયા હતા. તેમણે ખાસ ભલામણ કરી હતી કે, “દરેક ગુજરાતી પરિવારે પોતાના બાળકો સાથે આ ફિલ્મ અચૂક જોવા જેવી છે.”

ગત ૨૨ મેના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી અદભૂત અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આજે બીજા સપ્તાહમાં પણ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ યથાવત છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ દર્શકો આ ફિલ્મને “ખરેખર જબરજસ્ત” ગણાવી રહ્યા છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

‘આ આ ફિલ્મ્સ’ (Aa Aa Films) અને ‘હાર્દિક ભટ્ટ પ્રોડક્શન’ના સંયુક્ત ઉપક્રમે બનેલી આ શાનદાર ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષ પડસાલા છે. તેમણે બાળકોની રમતગમત અને તેમની લાગણીઓને ખૂબ જ સુંદર રીતે મોટા પડદા પર ઉતારી છે.

ફિલ્મનું મધુર સંગીત જયદીપ રાવલ દ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે લોકપ્રિય સિંગર તન્મય બિરાડેએ પોતાના અવાજથી ફિલ્મના ગીતોને જીવંત કર્યા છે. દર્શકો થિયેટરમાંથી બહાર નીકળતી વખતે ફિલ્મના ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં જશ ત્રાડા, હિતાર્થ યાદવ, શ્રીદેવેન તારપરા, વિનીતા જોશી, રાહુલ રાવલ, હેતલ પુનીવાલા અને કલ્પના ગાગડેકર જેવા દિગ્ગજ અને યુવા કલાકારોએ પોતાના શાનદાર અભિનયથી દર્શકોના મન જીતી લીધા છે. આ ઉપરાંત, ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેત્રી ભાવિની જાની આ ફિલ્મમાં એક ખાસ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જે ફિલ્મના આકર્ષણનું એક મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે.

‘ભમરડો’ માત્ર એક મનોરંજક ફિલ્મ જ નથી, પરંતુ સ્પોર્ટ્સના માધ્યમથી બાળકો અને વાલીઓને એક પ્રેરણાદાયક સંદેશ આપે છે. દર્શકોનો આવો અભૂતપૂર્વ પ્રેમ તેમજ ઉમળકો જોઈને ફિલ્મની સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. જેમણે હજુ સુધી આ ફિલ્મ નથી જોઈ, તેમને સમગ્ર ટીમ આ અદભૂત પારિવારિક ફિલ્મ થિયેટરમાં જઈને જોવા માટે અપીલ કરે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *