આજે દુનિયાને અણુબોંબની નહીં, અણુવ્રતની જરૂર છે.

Spread the love

સનાતન સપ્તકમાં બ્રહ્મ,પુરુષ,જીવ,સત્ય,ધર્મ, સ્વભાવ અને સાધુ-સનાતન છે.

સનાતન ધર્મનો સાસાધુ છે.

વિશ્વને દિશાઓ દેખાડે એ વૈદિક.

જેનો દ્રષ્ટિકોણ જ વૈશ્વિક-એ વૈદિક.

મોક્ષનાં દરવાજે ચાર દ્વારપાળો ઊભા છે: શાંતિ,વિચાર,સંતોષ અને સાધુસંગ.

જગતમાં મોટામાં મોટો અસાધ્ય રોગ સંસાર છે, વિચાર એની ઔષધિ છે.

તપ,તેજ અને સાધનાની બહુવિધ ધારાઓ જ્યાં વહી રહી છે-એ પાલિતાણાની ભૂમિ પરનાં બ્રહ્મલીન મહંત વિજયગિરિ બાપુ તેમજ તેમના કૃપાપાત્ર શિષ્ય મહંત શ્રી લાલગિરિબાપુનાં શિવ સંકલ્પથી શરૂ થયેલી રામકથાનાંગુરૂવારનાં છઠ્ઠા દિવસે જણાવ્યું કે ભગવાન આદિનાથની આ તપસ્યા ભૂમિ અને અનાદિ શંકરની આ દિવ્ય ભૂમિ અનેક મહાપુરુષો આ ભૂમિ ઉપર થયા,હાલમાં હોય છે પણ આપણે ઓળખી શકતા નથી અને આવતા રહેશે એવી સિદ્ધ ભૂમિ ઉપર આયોજિત કથામાં અનેક જિજ્ઞાસાઓ આવે છે.

કથા સાંભળ્યા પછી જે ગામમાં શિવમંદિર,રામમંદિર, કૃષ્ણમંદિર ના હોય તો આપણી સનાતન પરંપરાનાંમંદિરોનું જતન કરજો,ન હોય તો એનું નિર્માણ કરજો.

બાપુએ કહ્યું કે સનાતન ધર્મ વિષય પર દિલ્હીમાં બોલ્યો છું.જે કંઈ બોલાય છે એનું નીતિનભાઇવડગામા અને એની ટીમ દ્વારા સંપાદન થાય છે અને ક્રમમાં જ થાય છે.પરંતુ અતિશય માગણીને કારણે ક્રમમાં ન થતાં વચ્ચેથી જેનું સંપાદન થવાનું છે.એ સનાતન કથાનું શનિવારે એના સંપાદક નીતિનભાઈવડગામા દ્વારા લોકાર્પણ થશે.

સનાતન ધર્મ એક સપ્તક છે.એક-બ્રહ્મ સનાતન છે. બીજું-ગીતામાં કહ્યું એમ પુરુષ-પરમપુરુષ સનાતન છે.ત્રણ-જીવને પણ સનાતન કહ્યોછે.ઉપનિષદની એક જ ડાળ પર બેઠેલા બે પક્ષી છે.એક સાક્ષી છે એક ભોક્તા છે.જ્યારથી શિવ આવ્યો ત્યારથી જીવ પણ આવ્યો છે.ચાર-ધર્મ સનાતન છે.કોઈસ્વિકારે કે ન સ્વિકારે એ જુદી વાત છે.

વૈદિકનો અર્થ-વે-વૈશ્વિક અને દિક એટલે દિશાઓ. વિશ્વને દિશાઓ દેખાડે એ વૈદિક.જેનોદ્રષ્ટિકોણ જ વૈશ્વિક છે.પણકલી પ્રભાવ છે એટલે એનો વિરોધ, ટીકાઓ,એના ગ્રંથોમાં ગરબડ,ન શોભે એવી પ્રવૃત્તિઓ સમાજમાં થઈ રહી છે.

ઘણી જ વસ્તુઓ બોલાઇછે.પણ ટૂંકમાં ચાર વસ્તુ કરો તો તમારી પેઢીઓ તરી જશે.વશિષ્ઠજીરામને કહે છે ચાર વસ્તુ,મોક્ષનાં દરવાજે ચાર દ્વારપાળો ઊભા છે:શમો,વિચાર,સંતોષ અને સાધુસંગ. દ્વારપાળો મહત્વના છે.શમો એટલે શાંતિ. બીજું-વિચારને ખૂબ મહત્વ આપો.જગતમાંમોટામાં મોટો અસાધ્ય રોગ સંસાર છે અને વિચાર એની ઔષધિ છે એવું શંકરાચાર્યજી કહે છે.ત્રીજોદ્વારપાળ સંતોષ છે.ચોથો છે-સાધુ સંગ.

આજે દુનિયાને અણુબોંબની નહીં,અણુવ્રતની જરૂર છે.

પાંચમું-આપણો સ્વભાવ સનાતન છે.છઠ્ઠું-સત્ય સનાતન છે.પણસપ્તકમાં મુખ્ય ‘સા’ હોય છે.સાધુ સનાતન છે.સનાતન ધર્મનો ‘સા’ સાધુ છે.

કથા પ્રવાહમાં શંકર સમાધિમાંથી બહાર આવ્યા ને રસપ્રદ કથાઓ કહે છે ત્યારે દક્ષયજ્ઞમાં જવા વિમાનો કૈલાસ પરથી નીકળતાં જોઇ સતી ત્યાં જવાની હઠ પકડે છે.શંકર સમજાવે છે પણ સતી ન માનતા ગણો સાથે માનભેર શિવ મોકલે છે.ત્યાં બ્રહ્મા,વિષ્ણુ કે શિવનો ભાગ ન જોઇ સતી ક્રોધિત થઇ યજ્ઞકૂંડમાં પડતું મૂકે છે,શિવગણો યજ્ઞનો વિધ્વંસ કરે છે,હાહાકાર મચી જાય છે.બીજા જન્મે સતી હિમાચલને ત્યાં જન્મે છે.

Box

સનાતનનો થોડોક પરિચય:

કોઈપણ વિચારધારાનું આયુષ્ય હશે.

કોઈ ૨૦૦૦ વર્ષ કોઈ ૫૦૦૦ વર્ષ,કોઈ અઢીસો વર્ષ,કોઈ ૨૦૦ વર્ષ, કોઈ હજી ઊગીને ઊભા થયા છે!પણ સનાતન ધર્મનો આંકડો કહો કે કેટલું આયુષ્ય છે!આ પુરાતન નથી, સનાતન છે.

સનાતન ધર્મનું શિખર અચળ અને શ્વેત કૈલાશછે.એની પ્રવાહી પરંપરાનો પ્રવાહ ગંગા છે.સનાતન ધર્મનું મૂળિયા સહિતનું વૃક્ષ અક્ષયવટછે.સનાતન ધર્મની હવા હનુમાન છે.રસરસોવૈસ: કૃષ્ણ છે.સનાતન ધર્મનો શબ્દ ઓમથી લઈને રામ સુધી છે.સનાતન ધર્મના ગ્રંથો વેદ,વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસ છે.સનાતન ધર્મની ધરતી ધીરજ છે.


Spread the love

Check Also

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

Spread the love કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *