નોસિલ લિમિટેડ રૂ. 250 કરોડના દહેજ વિસ્તરણ સાથે ભારતની આત્મનિર્ભરતા પ્રેરિત કરે છે, જે રબર રસાયણની ક્ષમતા પૂરતી મજબૂત બનાવે છે

Spread the love

ભારતની અત્યાધુનિક રસાયણ ઉત્પાદન ઈકોસિસ્ટમના હાર્દમાં પ્રવેશ કરતાં નોસિલ દ્વારા દહેજના આરંભ સાથે ભારતના રબર કેમિકલ્સના આધારને મજબૂત બનાવે છે. 

મુંબઈ | ૦૭ એપ્રિલ ૨૦૨૬ રબર કેમિકલ્સની ભારતની અગ્રણી ઉત્પાદક નોસિલ લિમિટેડ દ્વારા આજે તેના રબર કેમિકલ્સના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે રૂ. 250 કરોડના રોકણ કાર્યક્રમની તેની અગાઉની ઘોષણાના ભાગરૂપે ભારતના ગુજરાતમાં દહેજ ખાતે તેના અત્યાધુનિક પિલનોક્સ ટીડીક્યુ/- ટીએમક્યુ ઉત્પાદન એકનના આરંભની ઘોષણા કરી હતી.

આ વિસ્તરણ નોસિલની એકંદર ક્ષમતા વધારવાની ધારણા હોઈ તેના મોજૂદ મૂળ પર નિર્માણ કરાઈ છે અને ઘરઆંગણાની તથા વૈશ્વિક વધતી માગણીને પહોંચી વળવાની તેની ક્ષમતા પર ભાર આપે છે. એકમ પિલનોક્સ ટીડીક્યુ/ ટીએમક્યુ રેન્જ હેઠળ મહત્ત્વપૂર્ણ એન્ટી- ડિગ્રેડન્ટ્સનું ઉત્પાદન કરશે, જે ટાયરનું ટકાઉપણું, કામગીરી અને સુરક્ષા અને નોન- ટાયર કામગીરી માટે મહત્ત્વપૂર્ણ છે.

દહેજ પીસીપીઆઈઆર (પેટ્રોલિયમ, કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રિજન)માં સ્થિત એકમ કાચા માલો, ઈન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ કનેક્ટિવિટીને વ્યૂહાત્મક પહોંચ પૂરી પાડીને સપ્લાય વિશ્વસનીયતા અને વૈશ્વિક બજાર પહોંચને મજબૂત બનાવે છે.

આ શુભારંભ આધુનિક ઉત્પાદન ક્ષમતાઓમાં રોકાણ કરવા પ્રત્યે નોસિલની એકધારી કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. સુરક્ષા અને જવાબદાર કામગીરી પર મજબૂત એકાગ્રતા સાથે તૈયાર કરાયેલું એકમ સંચાલન શિસ્ત, સંસાધન કાર્યક્ષમતા અને પર્યાવરણીય વિચારણાઓને તેની ઉત્પાદન પ્રક્રિયામાં જોડે છે.

આ વિસ્તરણ વૈશ્વિક સપ્લાય ચેઈનની નવી વ્યાખ્યા કરવામાં આવી રહી છે તેવા સમયે ભારતમાં વધુ આત્મનિર્ભર રબર કેમિકલ્સ વેલ્યુ ચેઈનમાં યોગદાન આપવાના નોસિલના લાંબા ગાળાના અભિગમ સાથે સુમેળ સાધે છે.

સેગમેન્ટમાં સ્તર, પ્રક્રિયા સાતત્યતા અને લાંબા પાત્રતા ચક્રો સહભાગની વ્યાખ્યા કરે છે ત્યાં નોસિલે ઉત્પાદન અને ટેકનલોજીમાં સક્ષમ રોકાણ થકી તેનું સ્થાન મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે.

આ પ્રગતિ પર બોલતાં નોસિલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ વી.એસ.એ જણાવ્યું હતું કે, “સપ્લાય ચેઈન ઉત્ક્રાંતિ પામી રહી છે ત્યારે મજબૂત ઘરઆંગણાની ક્ષમતાઓ નિર્માણ કરવાની જવાબદારીને અમે ગંભીરતાથી લઈએ છીએ. આ એકમ સુરક્ષા અને સક્ષમતા પર સ્પષ્ટ એકાદ્રતા સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જે ઊર્જા કાર્યક્ષમ પ્રક્રિયાઓ, જવાબદાર સંશાધન ઉપયોગ અને સંચાલન શિસ્તને દરેક સ્તરે જોડે છે. અમારી એકાગ્રતા જવાબદારી સાથે ઉચ્ચ સ્તર નિર્માણ કરવા પર અને અમે સેવા આપીએ તે ઈકોસિસ્ટમ પ્રત્યે અમારી લાંબા ગાળાની કટિબદ્ધતા પર કેન્દ્રિત છે.’’

આ વિસ્તરણ સાથે નોસિલે વૈશ્વિક સ્પર્ધાત્મક ભારતીય ઉત્પાદક તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવીને રબર અને મોબિલિટી ઈકોસિસ્ટમના ભવિષ્યેને પાવર આપે છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *