ગુજરાતી ફીચર ફિલ્મ ‘પ્રેમ એટલે…’નું મૂહુર્ત સંપન્ન

Spread the love

ગૌરવ પાસવાલા અને અંજલિ બારોટ અભિનીત પ્રેમ એટલે…ફિલ્મમાં જોવા મળશે એક હૃદયસ્પર્શી પ્રેમકથા.

અમદાવાદ, ગુજરાત | ૨૨ મે ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે…નું પૂજામૂહુર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન એલએલપી દ્વારા નિર્મિત અને જયેશ કે. પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ, ઈમોશનલ લવસ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે. પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમકથા લઈને આવી રહ્યા છે, જેમાં કોઈ વિલન નથી. વિલન છે તો સમય એટલેકે ટાઈમ.

ફિલ્મની કથા એક ડોક્ટરની આસપાસ ફરે છે, જે ડોક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડોક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલાએ કર્યો છે. ગૌરવ પાસવાલાની સાથે હિરોઈન તરીકે અંજલિ બારોટ છે, જ્યારે સહકલાકારોમાં ડો.પદ્મેશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાહ્નવી ચૌહાણ, હર્ષ ઠક્કર, તૃષાલ જેઠવા અને વિશાલ વૈશ્ય જેવા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે.

પ્રેમ એટલે…ફિલ્મના નિર્માત્રી પાયલ વી. પટેલે ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રેમ એટલે… ફિલ્મથી અમે ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીમાં પગરણ માંડી રહ્યા છીએ. પરિવારની ત્રણેય પેઢી સાથે બેસીને ફિલ્મ માણી શકે એવી ફિલ્મોનું નિર્માણ કરવાનો અમારો ઉદ્દેશ છે. પ્રેમ એટલે…ફિલ્મના ટાઈટલ મુજબ જ આ એક લવસ્ટોરી છે. અમારી આ ફિલ્મની લવસ્ટોરી સીધીસાદી હોવા છતાં હૃદયસ્પર્શી છે. આ પ્રેમકથાને દર્શકોનો પ્રેમ જરૂર મળશે એવી અમને આશા છે.

આ ઈમોશનલ લવસ્ટોરીના દિગ્દર્શક જયેશ કે. પટેલે કહ્યું હતું કે, દિગ્દર્શક તરીકે મારી આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનું સપનું મારા મનમાં એકાદ દાયકા પહેલા રોપાયું હતું, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે લવસ્ટોરી હોય એટલે તેમાં વિલન તો હોવો જ જોઈએ, પરંતુ મારી આ ફિલ્મ પ્રેમ એટલે…માં વિલન કોઈ પાત્ર સ્વરૂપે નથી આવતો. સમય એટલે કે ટાઈમ ફિલ્મમાં વિલન છે. ઓવરઓલ આ એક સ્વચ્છ, મ્યુઝિકલ પારિવારિક લવસ્ટોરી હશે,જે કોઈપણ એજગ્રુપના લોકોને પસંદ પડશે.

ડો. મેજિકની ભૂમિકા નિભાવી રહેલા ફિલ્મના મુખ્ય અભિનેતા ગૌરવ પાસવાલાએ કહ્યું હતું કે, શ્રી પારિજાત મોશનની ફિલ્મ પ્રેમ એટલે….માં હું એટલા માટે જોડાયો, કારણકે અગાઉ આ પ્રકારનું પાત્ર મેં ક્યારેય ભજવ્યું નથી. ફિલ્મમાં હું એક ડોક્ટરનું પાત્ર નિભાવું છું, જે ડો. મેજિકના નામથી ઓળખાય છે. ડો. મેજિકનો એક રસપ્રદ ભૂતકાળ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલી વાતો, યાદો એક પોસ્ટકાસ્ટ શો દરમિયાન બહાર આવે છે. હું એટલું ચોક્કસ કહીશ કે આ નખશીખ સુંદર વાર્તા ધરાવતી ફિલ્મ જોવાની દર્શકોને જરૂર મજા પડશે.

ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયા દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના કથા-પટકથા-સંવાદ જયેશ કે. પટેલ અને વાલ્મિક પટેલ દ્વારા લખવામાં આવ્યા છે.

સંપૂર્ણ પારિવારિક-મનોરંજક ફિલ્મ પ્રેમ એટલે…નું શૂટિંગ 28 મેથી શરૂ થવા જઈ રહ્યું છે. મૂહુર્તમાં હાજર સૌ કલાકાર-કસબીઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ત્રણેય પેઢીના દર્શકોને ચોક્કસ ગમશે.


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *