ભારતની નંબર 1 ઇલેક્ટ્રિક વાહન નિકાસકાર કંપની મારુતિ સુઝુકીએ 50,000 ઇલેક્ટ્રિક વાહનોની નિકાસનો આંકડો પાર કર્યો

Spread the love

  • તે એપ્રિલ-સપ્ટેમ્બર 2026** દરમિયાન પેસેન્જર વાહન શ્રેણીમાં ભારતની કુલ EV નિકાસમાં લગભગ 93% હિસ્સો ધરાવે છે.
  • યુ.કે., નોર્વે, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત લગભગ 50 દેશોમાં EVની નિકાસ કરવામાં આવી છે.

હાંસલપુર | ૨૯મી ઓક્ટોબર ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”) એ આજે ​​જાહેરાત કરી કે ઓગસ્ટ 2025માં વૈશ્વિક નિકાસ શરૂ થઈ ત્યારથી ભારતમાં બનેલી (Made-in-India) તેની ઇલેક્ટ્રિક વાહનોની કુલ નિકાસ 50,000 યુનિટ્સને વટાવી ગઈ છે.

યુરોપ એ પ્રથમ બજાર હતું જ્યાં આ વાહનો નિકાસ કરવામાં આવ્યાં હતાં અને તે આજે પણ નિકાસ માટેનું સૌથી મોટું સ્થળ છે. નાણાકીય વર્ષ 2025-26માં મારુતિ સુઝુકી ભારતની નંબર 1 EV નિકાસકાર* રહી હતી અને નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-સપ્ટેમ્બર** સમયગાળા દરમિયાન પણ તેણે પોતાનું અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. 

આ સીમાચિહન અંગે બોલતાં મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે, “મારુતિ સુઝુકીની EVની નિકાસ યાત્રા ઓગસ્ટ 2025માં શરૂ થઈ હતી, જ્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંસલપુર પ્લાન્ટ ખાતે, ૧૦૦થી વધુ દેશોમાં વેચાણ માટે, ‘ઈ-વિટારા’ના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. તે જ કાર્યક્રમમાં તેમણે મારુતિ સુઝુકીને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના ‘બ્રાન્ડ એમ્બેસેડર’^ તરીકે બિરદાવી હતી. આજે મારુતિ સુઝુકી આમાંથી લગભગ 50 દેશોમાં EVની નિકાસ કરે છે, જેમાં યુરોપ સૌથી મોટું બજાર છે. એપ્રિલ- સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતમાંથી થતી ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોની નિકાસમાં મારુતિ સુઝુકીનો હિસ્સો લગભગ 93%**રહ્યો હતો. આ સીમાચિહન ભારતની અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ અને તેની વધતી જતી સ્પર્ધાત્મકતાને દર્શાવે છે.”

‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ના સૂત્રને સાર્થક કરતી આ કંપની છેલ્લા સતત પાંચ વર્ષથી^^ ભારતની નંબર 1 પેસેન્જર વાહન નિકાસકાર રહી છે અને એપ્રિલ-સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતમાંથી થતી પેસેન્જર વાહનોની નિકાસમાં કંપનીનો હિસ્સો 50%** થી વધુ છે. હાલમાં મારુતિ સુઝુકી લગભગ 120 દેશોમાં 16 મોડેલ્સની નિકાસ કરે છે.

મારુતિ સુઝુકીની EVની નિકાસની સફળતાના કેન્દ્રમાં ગુજરાતમાં આવેલો તેનો હાંસલપુર પ્લાન્ટ છે, જે સુઝુકીના પ્રથમ વૈશ્વિક બેટરી ઈલેક્ટ્રિક વાહન (BEV) ના ઉત્પાદન માટેનું એકમાત્ર કેન્દ્ર છે. તાજેતરમાં આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 10 લાખ (1 મિલિયન) વાહનોની કરવામાં આવી છે, જેનાથી તે એક જ સ્થળે આટલી ક્ષમતા હાંસલ કરનારો સુઝુકીનો વિશ્વભરનો પ્રથમ ઉત્પાદન પ્લાન્ટ બન્યો છે. કુલ 252,887 મિલિયન રૂપિયા (25,288.7 કરોડ રૂપિયા) ના રોકાણ સાથે  હાંસલપુર એક મહત્વપૂર્ણ નિકાસ કેન્દ્ર પણ છે; જેમાં નાણાકીય વર્ષ 2025-26માં મારુતિ સુઝુકીની કુલ વિદેશી નિકાસમાં આ પ્લાન્ટનો હિસ્સો લગભગ અડધો છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

પ્રારંભિક સ્તન કેન્સર: તમારી નજરચૂક વિના સારવાર માટે જગ્યા કેવી રીતે બનાવવી

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૭મી ઓક્ટોબર ૨૦૨૬ | સ્તન કેન્સરનું નિદાન સ્ત્રીની તાત્કાલિક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *