સ્વિગીના ‘શી ધ ચેન્જ’ 2026માં અમદાવાદની મહિલા રેસ્ટોરેટર્સનું સન્માન કરાયું

Spread the love

  • સ્વિગીએ ભારતના ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્રની પુનઃવ્યાખ્યા કરતી દેશભરની 28 મહિલા રેસ્ટોરેટર્સ અને શેફનું સન્માન કર્યું
  • ભારત સરકારના માનનીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા
  • સન્માનિતોમાં અમદાવાદની મહિલા શેફ અને ઉદ્યોગસાહસિકો, નિહારિકા શશી ખેરિયા (મોઈ – ધ ડેઝર્ટ સ્ટુડિયો), પાયલ પાઠક (ધ સિમ્પલી સલાડ) અને શ્રેયા સેનાપતિ (સ્પાઈસી સિગ્નેચર)નો સમાવેશ થાય છે.

અમદાવાદ, ગુજરાત | ૧૩મી માર્ચ ૨૦૨૬ — ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ કન્વિનિયન્સ પ્લેટફોર્મ, સ્વિગીએ (NSE: SWIGGY/BSE: 544285) તાજેતરમાં નવી દિલ્હી ખાતે ‘શી ધ ચેન્જ’ની 2026 એડિશનનું આયોજન કર્યું હતું. ‘ફ્રોમ વિઝન ટુ વેન્ચર’ ટેગલાઇન સાથે યોજાયેલી આ મુખ્ય પહેલ, ભારતના વ્યંજનો અને વ્યાવસાયિક ફલકની પુનઃવ્યાખ્યા કરનારી મહિલાઓને બિરદાવે છે.

મુખ્ય અતિથિ શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા સ્વિગીના સહ-સ્થાપક, એમડી અને ગ્રુપ સીઈઓ શ્રીહર્ષા મજેતીએ બે શ્રેણીઓ – આંત્રપ્રેન્યોર ઓફ ધ યર અને શેફ ઓફ ધ યરમાં F&B ઉદ્યોગની 28 મહિલાને સન્માનિત કરી હતી. આ પુરસ્કારોએ રસોઈકળામાં નવીનતા અને વ્યવસાયિક સફળતામાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

સન્માનિતોમાં અમદાવાદની મહિલા શેફ અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે, જેમાં નિહારિકા શશી ખેરિયા (મોઈ – ધ ડેઝર્ટ સ્ટુડિયો), પાયલ પાઠક (ધ સિમ્પલી સલાડ) અને શ્રેયા સેનાપતિ (સ્પાઈસી સિગ્નેચર) સામેલ હતા. આ સામૂહિક સન્માન અમદાવાદના નવીન અને મહિલાઓ દ્વારા સંચાલિત ફૂડ બિઝનેસિસના કેન્દ્ર તરીકે વધતા પ્રભાવને પ્રકાશિત કરે છે.

સન્માનિતોમાં, ઘણા ઉદ્યોગસાહસિકોએ તેમની પ્રેરણાદાયી સફર અને અમદાવાદના વિકસતી ફૂડ ઇકોસિસ્ટમમાં યોગદાનની ગાથા જણાવી હતી.

મોઈ – ધ ડેઝર્ટ સ્ટુડિયોના સ્થાપક નિહારિકા શશી ખેરિયાએ બેકિંગ પ્રત્યેના તેમના બાળપણના જુસ્સાને કારીગરીમાં મૂળિયા ધરાવતી શુદ્ધ ડેઝર્ટ બ્રાન્ડમાં પરિવર્તિત કર્યો હતો. લંડનના લે કોર્ડન બ્લુ ખાતે ઔપચારિક પાકશાસ્ત્રની તાલીમ લીધા બાદ, તે ભારતીય સ્વાદ સાથે વૈશ્વિક પદ્ધતિઓને મિશ્રિત કરતી મિઠાઈઓ બનાવવાના વિઝન સાથે અમદાવાદ પરત ફરી હતી. આજે, તેઓ પોતાના સાધારણ રસોડાના સાહસને બે ડેઝર્ટ સ્ટુડિયોમાં તબદિલ કરી ચૂક્યા છે, જે તેમની વિચારશીલ રચનાઓ અને કાળજીપૂર્વક બનાવેલી મીઠાઈઓ માટે જાણીતો છે.

ધ સિમ્પલી સલાડના સ્થાપક પાયલ પાઠકે 2020માં કોવિડ મહામારી દરમિયાન પોતાનો પીજી વ્યવસાય તૂટી પડ્યા પછી આ સાહસ શરૂ કર્યું હતું. ત્યારથી ધ સિમ્પલી સલાડે સોશિયલ મીડિયા અને મૌખિક પ્રચાર દ્વારા વેગ પકડ્યો છે, અને 2023માં શાર્ક ટેન્ક ઇન્ડિયામાં રજૂ થયા પછી રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મેળવી છે. પોતાની પહોંચને વિસ્તૃત બનાવવા, પાયલે વૈશ્વિક સ્તરે આરોગ્યપ્રદ વાનગીઓ શીખવતા વર્કશોપ પણ શરૂ કર્યા છે. આજે, ધ સિમ્પલી સલાડ અમદાવાદ – એક એવું શહેર જ્યાં પરંપરાગત વાનગીઓનું રાજ ચાલે છે – તેમાં એક જાણીતું નામ બની ગયું છે- કારણ કે તેમણે સલાડને માત્ર વાનગી જ નહીં પરંતુ જીવનશૈલીની પસંદગી બનાવી છે.

સ્પાઇસી સિગ્નેચરના સ્થાપક શ્રેયા સેનાપતિએ 2018માં તેમના ઘરના રસોડામાંથી તેમની ઉદ્યોગસાહસિક સફર શરૂ કરી હતી, અને દરેક ઓર્ડરની પર્સનલ ડિલિવરી કરતી હતી. 2022માં, તેમને પોતાનો “હોમ” બિઝનેસ ખસેડવો પડ્યો જેથી તેઓ વ્યાવસાયિક કોમર્શિયલ કિચન ક્ષેત્રમાં છલાંગ લગાવી શકે. વર્ષોથી તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે પોતાની બ્રાન્ડને વિકસાવવાનું ચાલુ રાખ્યું. આજે, તેમની આ સફર દ્રઢ નિશ્ચયપણાનો જીવંત પુરાવો છે, જે દર્શાવે છે કે કેવી રીતે દૃઢ નિશ્ચય અને જુસ્સા થકી નિષ્ફળતાઓને પણ તકોમાં ફેરવી શકાય છે.

શી ધ ચેન્જ એ ભારતના ફૂડ બિઝનેસના અગ્રણીઓ, વિક્ષેપકો અને સ્વપ્નદ્રષ્ટાઓનો એક મેળાવડો હતો જે F&B ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે સ્વિગીની પ્રતિબદ્ધતાને સુદૃઢ બનાવે છે. સ્વિગી પાસે હાલમાં તેના પ્લેટફોર્મ પર 70,000 મહિલા સંચાલિત રેસ્ટોરાં છે, અને આંતરિક અંદાજ મુજબ, આ ઉદ્યોગસાહસિકો લગભગ 4,20,000 નોકરીઓ ઉત્પન્ન કરી રહી છે, જેમાં દરેક રેસ્ટોરાં સરેરાશ છ કર્મચારીઓને પ્રત્યક્ષ રોજગાર પૂરો પાડે છે.


Spread the love

Check Also

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *