LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ઉદ્યોગમાં અગ્રેસર: ભારતમાં 2026 BEE સ્ટાર રેટિંગવાળા એર કંડિશનર્સ લોન્ચ કરનારી સૌપ્રથમ કંપનીઓમાં સામેલ

Spread the love

ભવિષ્ય માટે તૈયાર લાઇનઅપ તાત્કાલિક ઉપલબ્ધ; ગ્રાહકો ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને ₹ 19,000 સુધીની બચત કરવા માટે તૈયાર

નવી દિલ્હી | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ — ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલાં, સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ (ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં)* LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડs (LGEIL) 2026ના નવા બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) સ્ટાર રેટિંગ ધોરણોનું સંપૂર્ણ પાલન કરનારા એર કંડિશનર્સની વ્યાપક રેન્જ રજૂ કરનારી પ્રથમ બ્રાન્ડ્સમાં તેઓ સામેલ થયા હોવાની જાહેરાત કરી છે. LGEIL સક્રિય અમલીકરણ પરથી ભારતીય ગ્રાહકોને આજના સમયમાં ઉપલબ્ધ સૌથી અદ્યતન, ઊર્જા-કાર્યક્ષમ કૂલિંગ ટેકનોલોજી તાત્કાલિક સુલભ થવાની ખાતરી થાય છે.

અપડેટે કરેલા BEE ધોરણો ઊર્જા માપદંડોમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે, જે સમગ્ર ઉદ્યોગ માટે વૈશ્વિક ઊર્જાલક્ષી કામગીરીના ધોરણો સાથે ભારતને સંરેખિત કરવા માટેની સ્થિતિ ઉન્નત કરે છે. LGEIL એ તેના પોર્ટફોલિયોને પહેલાંથી જ અપગ્રેડ કરી દીધો છે, જે ટકાઉપણું અને જવાબદાર ઉત્પાદન વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

2026 લાઇનઅપના મુખ્ય અંશો:

  • ઊર્જા બચતમાં વૃદ્ધિ: નવા ધોરણો ઘરોમાં વીજળીનો વપરાશ ઘટાડવા માટે તૈયાર કરાયેલા છે. ઉદ્યોગના અંદાજો પરથી જાણવા મળે છે કે 2026ના ધોરણો હેઠળ નવા 5-સ્ટાર ACમાં અપગ્રેડ કરવાથી ગ્રાહકોને વપરાશ અને ટેરિફ દરોના આધારે 10 વર્ષના સમયગાળામાં આશરે ₹19,000ની બચત કરવામાં મદદ મળી શકે છે.
  • નવા રેટિંગ્સને સમજવા: 2026ના કડક માળખા હેઠળ, કાર્યક્ષમતા મર્યાદા વધારવામાં આવી છે; ઉદાહરણ તરીકે, અગાઉ 5-સ્ટાર તરીકે રેટિંગ કરાયેલા મોડેલને હવે 4-સ્ટાર તરીકે વર્ગીકૃત કરી શકાય છે. આ પુનઃવર્ગીકરણથી કામગીરીમાં ઘટાડો થવાના બદલે કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણ વધુ પ્રતિબિંબિત થાય છે, જે શ્રેષ્ઠ, ઓછી-શક્તિવાળી ટેકનોલોજી અપનાવવાને પ્રોત્સાહન આપે છે.
  • તાત્કાલિક ઉપલબ્ધતા: LGEIL ભવિષ્ય માટે તૈયાર લાઇન-અપ જાન્યુઆરીની શરૂઆતથી બજારમાં ઉપલબ્ધ છે – જે તેને 2026 BEE સુસંગત રહેણાંક એર-કંડિશનર પૂરા પાડનારી પ્રથમ બ્રાન્ડ્સની યાદીમાં સ્થાન આપે છે. આનાથી સુનિશ્ચિત થાય કે ઉનાળાની શરૂઆતમાં ખરીદી કરતા ગ્રાહકો જૂની ટેકનોલોજી નથી ખરીદી રહ્યા.
  • મુખ્ય વિશેષતાઓ: આ વર્ષે પ્રીકૂલ અને એનર્જી મેનેજર+ જેવી સુવિધાઓ સાથે ગ્રાહકોને સશક્ત બનાવવા પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રીકૂલ, એક ઇનોવેટિવ વિશેષતા જે તમારા ઘરને ખાતરીપૂર્વક સંપૂર્ણ રીતે ઠંડુ અને આરામદાયક બનાવવા માટે રચાયેલી છે. પ્રીકૂલ સુવિધા વપરાશકર્તાને શોધવા માટે જીઓ ફેન્સીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જ્યારે તમે વપરાશકર્તા દ્વારા લાગુ કરવામાં આવેલી પૂર્વનિર્ધારિત અંતરની રેન્જમાં દાખલ થાઓ ત્યારે ThinQ ઓટોમેશનના આધારે એર કંડિશનરને ઓપરેટ કરે છે. એનર્જી મેનેજર+ તમારા ACના ઉપયોગના ઇતિહાસનું વિશ્લેષણ કરે છે અને વાસ્તવિક ઓપરેટિંગ કલાકો અને વપરાશની ભલામણ કરે છે. વપરાશકર્તાઓ જરૂરી આધાર ભલામણ તરીકે સમયાંતરે બજેટનું લક્ષ્ય સેટ કરી શકે છે.

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડના કો-ચીફ સેલ્સ અને માર્કેટિંગ ઓફિસર સંજય ચિત્રકારાએ લોન્ચ પર ટિપ્પણી કરી હતી કે: “જેમ-જેમ ભારત કડક ઊર્જા કાર્યક્ષમતા ધોરણો તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ પ્રારંભિક પાલન અને ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન ઇનોવેશન દ્વારા આ પરિવર્તનને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમારો પોર્ટફોલિયો પહેલાંથી જ નવા BEE ધોરણો સાથે સંરેખિત હોવાથી, LGEIL નવી સીઝનમાં દાખલ થાય છે અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઠંડકનો આનંદ માણવાની સાથે-સાથે નાણાં બચાવવામાં મદદ કરે તેવા ભરોસાપાત્ર, ઊર્જા-કાર્યક્ષમ એર કન્ડિશનિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સારી રીતે તૈયાર છે.”

ગ્રાહકો સરળતાથી આ પરિવર્તન કરી શકે તેની ખાતરી કરવા માટે, LGEIL નવા સ્ટાર રેટિંગના ફાયદાઓ સમજાવવા માટે પ્રિન્ટ, ડિજિટલ અને રિટેલ ચેનલોમાં એક વ્યાપક જાગૃતિ ઝુંબેશ શરૂ કરી રહી છે. ઉપરાંત, LGEIL ઉત્પાદન અને સપ્લાય ચેઇન કામગીરીઓ નવી માર્ગદર્શિકા સાથે સંપૂર્ણપણે સુસંગત છે. નવા 2026-અનુરૂપ મોડેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, તેની સાથે-સાથે અગાઉના ધોરણો હેઠળ ઉત્પાદિત એર કંડિશનર હાલના સ્ટોક્સ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે, જે ગ્રાહકોને તેમના ખરીદીના નિર્ણયોમાં સુગમતા પ્રદાન કરશે.

≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡


Spread the love

Check Also

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *