કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ કરાઈઃ તેનો પ્રતિકાત્મક ‘‘ચલ મેરી લુના’’ વારસો આધુનિક ટ્વિસ્ટ સાથે પાછો લાવી

Spread the love

પુણે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા ઈ-લુના માટે નવી ટેલિવિઝન કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. પ્રસિદ્ધ અને સમકાલીન ટેગલાઈન ‘ચલ મેરી લુના’ની મોહિનીમાં મૂળિયાં ધરાવતી આ કેમ્પેઈન ઈનોવેશન અને અંગત પરિવહન પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા પર ભાર આપતાં સક્ષમ મોબિલિટીમાં નવું પરિપ્રેક્ષ્ય લાવે છે.

ભારતીયો માટે ઝંઝટમુક્ત અંગત પરિવહનની આઝાદી સાથે તેને અભિમુખ બનાવતી કિફાયતી, વ્યવહારુ અને ઈંધણ કાર્યક્ષમ ટુ-વ્હીલર તરીકે સંકલ્પના કરવામાં આવેલી તેની પુરોગામીઓની જેમ જ ઈ-લુના તે જ ખૂબીઓ ધરાવે છે, પરંતુ હવે તે ઈલેક્ટ્રિસિટી અને આધુનિક ટોપ- ટિયર ટેકનોલોજી દ્વારા પાવર્ડ છે. ઈ-લુના ઓલ- ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર શહેરી અને ગ્રામીણ ભારતની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાઈ છે, જે પર્યાવરણ અનુકૂળ, ટકાઉ અને ખર્ચ કિફાયતી મોબિલિટી સમાધાન ઓફર કરે છે.

ઈ-લુના ઓલ-ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે તે જોતાં આ કેમ્પેઈનમાં આલેખિત કરાતી મુખ્ય ખૂબીઓમાં તેની બેટરીના એક ચાર્જ પર આકર્ષક લાંબા અંતરની રેન્જ, રોજબરોજના પ્રવાસના સમાધાન તરીકે તેની વર્સેટાલિટી અને તેની મજબૂત ભાર વહન ક્ષમતાનો સમાવેશ થાય છે, જે ભારતીય રસ્તાઓ અને સંચાલન સ્થિતિઓ માટે તેને આદર્શ બનાવે છે. આ કેમ્પેઈન શહેરી અને ગ્રામીણ મોબિલિટી આવશ્યકતાઓ માટે સ્માર્ટ અને વર્સેટાઈલ સમાધાન તરીકે ઈ-લુનાના સ્થાન સાથે ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી)ના પર્યાવરણીય ફાયદાઓ પર ભાર આપે છે.

ઈ-લુનાના હાર્દમાં તેની આકર્ષક લાંબી રેન્જની ક્ષમતા 2.3 kWhબેટરી ક્ષમતા સાથે એક ચાર્જમાં 110 કિમી સુધી અવરેજ આપે છે. 2.2 kWપીક ક્ષમતા સાથે હાઈ- પરફોર્મન્સ BLDCમિડ- માઉન્ટ દ્વારા પાવર્ડ ઈ-લુનાએ 50 km/hની ટોપ સ્પીડ હાંસલ કરી છે, જે તેને આંતર- શહેર અને અર્ધશહેરી ટ્રાફિકની સ્થિતિઓ માટે ઉત્તમ રીતે અનુકૂળ બનાવે છે. તેની IP-67-રેટેડ બેટરી, મોટર અને કંટ્રોલર ટકાઉપણાની ખાતરી રાખે છે, જે તેને ભારતમાં પ્રવર્તમાન વિવિધ માર્ગો અને હવામાનની સ્થિતિઓમાં બહેતર કામગીરી માટે ધૂળ અને પાણી ઘૂસી જવા સામે પ્રતિરોધકતા આપે છે.

ઉપરાંત ઈ-લુનામાં ડ્યુઅલ ટ્યુબ્યુલર, ઉચ્ચ શક્તિની સ્ટીલ ચેસિસ છે, જે પ્રીમિયમ મોટરસાઈકલોની સમકાલીન સુશોભિતતાની ખૂબીઓનો ઉમેરો કરવા સાથે ટકાઉપણું અને સ્થિરતા બહેતર બનાવે છે. મલ્ટીફંકશનાલિટી માટે તૈયાર કરાઈ હોય તે 150 કિગ્રા પેલોડ ક્ષમતા સાથે આવે છે, જેથી અંગત પ્રવાસ અને લાસ્ટ- માઈલ ડિલિવરી સર્વિસીસ સહિત વેપારી ઉપયોગ માટે પણ તેને આદર્શ બનાવે છે.

ઈ-લુનામાં સ્માર્ટ ટેકનોલોજીના ઈન્ટીગ્રેશન્સમાં CAN-એનેબલ્ડ કમ્યુનિકેશન્સ પ્રોટોકોલ, અસલ સમયમાં ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી ઈન્ડિકેટર્સ સાથે ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટેશન અને મહત્તમ રેન્જ કાર્યક્ષમતા માટે ઘણા બધા રાઈડિંગ મોડ્સનો સમાવેશ થાય છે. સુરક્ષા અને સુવિધાની વિશિષ્ટતાઓમાં કોમ્બી- બ્રેકિંગ સિસ્ટમ, ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, ઉત્કૃષ્ટતા સ્થિરતા માટે વિશાળ 16- ઈંચ વ્હીલ્સ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, બહેતર લવચીકતા માટે ડિટેચેબલ રિયર સીટ અને રાઈડર માટે વધારાની મનની શાંતિ માટે સાઈડ સ્ટેન્ડ સેન્સરનો સમાવેશ થાય છે.

ઈ-લુના 100 ટકા ભારતમાં ડિઝાઈન, એન્જિનિયરિંગ અને ઉત્પાદન કરવામાં આવી છે, જે દેશમાં ઈવી અપનાવવાનું વધારવાના કાઈનેટિક ગ્રીનના ધ્યેયને વધુ મજબૂત બનાવે છે. તે ખર્ચ કિફાયતી અને હરિત ઉત્સર્જન મુક્ત રાઈડિંગ અનુભવ પ્રદાન કરતાં વ્યક્તિગતો અને ઉદ્યોગોને પણ પહોંચી વળે છે. તેની આધુનિક ટેકનોલોજી, ઈનોવેટિવ ડિઝાઈન અને મલ્ટી- યુટિલિટી ફંકશનાલિટી સાથે ઈ-લુનાએ કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને સસ્ટેનેબિલિટીને જોડીને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે.

આ અવસરે બોલતાં કાઈનેટિક ગ્રીનનાં સંસ્થાપક અને સીઈઓ શ્રીમતી સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યું હતું કે, “આ કેમ્પેઈન પર્સનલ મોબિલિટીના ભવિષ્ય તરીકે ઈ-લુનાને સ્થાનબદ્ધ કરવા સાથે ઝાકઝમાળભર્યા લુનાના વારસાની ઉજવણી છે. ઈ-લુના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરથી પણ વિશેષ છે. તે પ્રગતિ, સક્ષમતા અને ઈનોવેશનનું સ્ટેટમેન્ટ છે. આધુનિક ભારતીય ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી હોઈ તે કાર્યક્ષમતા, ટકાઉપણું અને કિફાયતીપણાને જોડે છે, જેથી શહેરી અને ગ્રામીણ ઉપયોગ માટે પણ આદર્શ પસંદગી બને છે. તેની મજબૂત વિશિષ્ટતાઓ, અપવાદાત્મક રેન્જ અને સ્માર્ટ ટેકનોલોજી સાથે ઈ-લુના પારંપરિક ફોસિલ ફ્યુઅલ- આધારિત ટુ-વ્હીલર્સ માટે શક્તિશાળી, વ્યવહારુ અને પર્યાવરણ અનુકૂળ વિકલ્પ ઓફર કરીને ઈવી બજારમાં ક્રાંતિ લાવવા માટે સુસજ્જ છે. અમારો ધ્યેય ઈ-લુનાને વ્યક્તિગતો અને વેપારો માટે પણ પ્રગતિમાં ભાગીદાર બનાવવાનો છે, જે ઈલેક્ટ્રિક મોબિલિટીના લાભો દેશના દરેક ખૂણામાં પહોંચે તેની ખાતરી રાખે છે.’’

પ્રતિકાત્મક ‘‘ચલ મેરી લુના’’ ટેગલાઈન પર નિર્મિત આ કેમ્પેઈન આધુનિક પ્રગતિ સાથે જૂની યાદોને કળાત્મક રીતે સંમિશ્રિત કરીને ઉત્ક્રાંતિ પામતા ઈલેક્ટ્રિક યુગ સાથે સુમેળ સાધતા સમકાલીન વાક્યની પુનઃશોધ કરે છે. તે ઈ-લુનાની આધુનિક ટેકનોલોજી, વ્યવહારુતા અને પર્યાવરણ અનુકૂળ કામગીરી પ્રદર્શિત કરવા સાથે સાદગી અને વિશ્વસનીયતાના મૂળ લુનાના વારસાનું સન્માન કરે છે. વિવિધ દર્શકો સાથે સુમેળ સાધવા માટે તૈયાર કરાયેલી આ કેમ્પેઈન ઈ-લુના આજના યુગમાં પણ સુસંગત અને અર્થપૂર્ણ તરીકે ચાલુ કઈ રીતે રહી છે તે આલેખિત કરે છે. મૂળ ચલ મેરી લુના કેમ્પેઈનની જેમ નવી કેમ્પેઈનની નિર્મિતી પણ ઓગિલ્વી ગ્રુપના જાહેર દિગ્ગજ શ્રી પીયુષ પાંડે દ્વારા પ્રેરિત છે. નવી કેમ્પેઈન જૂની કેમ્પેઈનની જેમ જ ત્રણ નવી ટેલિવિઝન કમર્શિયલ પણ પ્રસ્તુત કરશે અને તેનું લક્ષ્ય રમૂજના સ્પર્શ સાથે દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ કરવાનું છે.

ઓગિલ્વી ગ્રુપ માટે ચીફ એડવાઈઝર શ્રી પીયુષ પાંડે કહે છે, “આધુનિક ટ્વિસ્ટ સાથે લુના બ્રાન્ડને પુનઃજીવિત કરવી તે ગ્રુપ માટે પડકારજનક અને વિશેષાધિકાર પણ છે. અમારી ચલ મેરી લુના કેમ્પેઈને લુનાને સાંસ્કૃતિક પ્રતીક બનાવી દીધી હતી. સંપૂર્ણ પેઢી માટે તે સફલતા કી સવારી બની રહી હતી. હવે શ્રી અરુણ ફિરોદિયાની પુત્રી સુલજ્જા ફિરોદિયા આ વારસો આગળ ધપાવી રહ્યાં છે. ઈ-લુના માટે નવી કેમ્પેઈન 82.5 કમ્યુનિકેશન્સ દ્વારા ઘડવામાં આવી છે, જે ઓગિલ્વી ગ્રુપનો હિસ્સો છે અને ત્રણ હળવીફૂલ, યાદગાર ટીવીસી થકી નવા યુગની મોબિલિટી સાથે જૂની યાદોને સંમિશ્રિત કરે છે. 82.5 ખાતે અમારી ટીમ માટે આ ફક્ત જાહેરાત નથી, પરંતુ લુનાની ઉત્ક્રાંતિને સલામી છે અને તેના પ્રવાસમાં રોમાંચક નવો અધ્યાય છે.’’

82.5 કમ્યુનિકેશન્સના ચીફ ક્રિયેટિવ ઓફિસર શ્રી મયુર વર્માએ જણાવ્યું હતું કે, “ઈ-લુના ઈલેક્ટ્રિક છે. ઈ-લુના સ્ટ્રીટ- સ્માર્ટ છે. ઈ-લુના ભારતના જુગાડુઓ માટે બનાવવામાં આવી છે. સંદેશવ્યવહાર સાંસ્કૃતિક પ્રવાહો પર નિર્મિત હતા તે સમયમાં ચલ મેરી લુના ભારતમાં સમકાલીન સાંસ્કૃતિક મહાપ્રવાહ છે. અને લુમા તેના ઈ-અવતારમાં આવી રહી છે ત્યારે આ મહાપ્રવાહ પર સમકાલીન વાર્તા કહેવાનો સમય આવી ગયો છે.’’

2024માં રજૂ કરવામાં આવેલી ઈ-લુનાએ ભારતભરના રસ્તાઓ પર સવારી કરાતી 25,000થી વધુ યુનિટ્સ સાથે ઈલેક્ટ્રિક વેહિકલ માર્કેટમાં શક્તિશાળી પ્રભાવ પાડ્યો છે. આ અદભુત પ્રતિસાદ સક્ષમ અને વ્યવહારુ મોબિલિટી સમાધાન માટે વધતી માગણી આલેખિત કરે છે. આ ગતિ પર નિર્મિત કાઈનેટિક ગ્રીન તેની ઉત્પાદન શક્તિ અને ભારતભરમાં 500થી વધુ કન્ઝ્યુમર ટચ પોઈન્ટ્સમાં ઉત્તમ સ્થાપિત ડીલર પહોંચનો લાભ લેતાં આક્રમક માર્કેટિંગ વ્યૂહરચના થકી વધુ વૃદ્ધિ પ્રેરિત કરવા માટે સુસજ્જ છે. આ મજબૂત ફંડામેન્ટલ ખૂબીઓ રાષ્ટ્રવ્યાપી ગ્રાહકો માટે વધુ પહોંચક્ષમતા, ઉદ્યોગ અવ્વલ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટો અને હકારાત્મક માલિકી અનુભવની ખાતરી રાખે છે.

ચલ મેરી લુના કેમ્પેઈન 21મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવી હતી અને વિવિધ ટીવી, ડિજિટલ અને સોશિયલ મિડિયા મંચો પર પ્રમોટ કરાશે.

નવી ટીવીસીની નીચે આપેલી લિંક અવશ્યક જુઓ!

  • સુમો ફિલ્મ – https://youtu.be/GYPMUIc5ajg
  • એપ્પલ ટ્રેડર ફિલ્મ – https://youtu.be/D3OD0VxkUbY
  • દૂર તક ફિલ્મ – https://youtu.be/wDg_rfVAY-E

Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *