જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ, ભાયલા ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન થયો છે.

આ હવનમાં અખંડ સનાતન ધર્મની જનજાગૃતિ, ધર્મ સંરક્ષણ, રાષ્ટ્ર કલ્યાણ અને સર્વ ભક્તોના સુખ-સમૃદ્ધિ માટે દિવ્ય સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય મામા સરકારના કરકમલોથી પવિત્ર જળપાત્ર કુંભનું હવન દ્વારા જાગૃત કરવામાં આવ્યું, જે આ દિવ્ય યાત્રાની આધ્યાત્મિક શક્તિ અને પવિત્ર સંકલ્પનું પ્રતિક છે. તેમજ પૂજ્ય મામા સરકારના આશીર્વાદ સાથે આ પવિત્ર યાત્રાનો શુભ પ્રારંભ થયો અને હવે યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે.


Spread the love

Check Also

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

Spread the love કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *