યુટીટી-6: શાનદાર લયમાં રહેલ દબંગ દિલ્હીએ અજેય અભિયાનને આગળ ધપાવતા પીબીજી પુણે જગુઆર્સને મહાત આપી

Spread the love

અમદાવાદ 8 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસની સિઝન-6માં રવિવારની બીજી મેચમાં એ ટેબલ ટોપર દબંગ દિલ્હી ટીટીસી એ પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 11-4ના અંતરથી જીત મેળવી પોતાના વિજયી અભિયાનને આગળ ધપાવ્યું હતું. સિઝનના અંતિમ ડબલ હેડરમાં દબંગ દિલ્હી માટે ઈઝાક ક્વેક એ શાનદાર શરૂઆત કરતા અલવારો રોબલ્સ વિરુદ્ધ 2 ગેમ જીતી, જોકે- અંતિમ ગેમમાં સ્પેનિશ ખેલાડીએ બાજી મારી. તે પછી મારિયા ઝિયાઓ એ તનિષા કોટેચા વિરુદ્ધ 2-1થી જીત હાંસલ કરી હતી, યુટીટી ડેબ્યૂ પર શાનદાર પ્રદર્શન છતાં યુવા ખેલાડી જીતી શકી નહોતી.

સાથિયાન અને ઝિયાઓ એ મિક્સ્ડ ડબલ્સમાં તેમના અજેય અભિયાનને આગળ ધપાવતા રોબલ્સ અને રીથ રિશિયાની જોડી સામે 2-1થી જીત મેળવી દિલ્હીને સંપૂર્ણ નિયંત્રણ આપ્યું હતું. સાથિયાને શાનદાર લય જાળવતા અનિર્બાન ઘોષને 2-1થી હરાવી ટીમને જીત અપાવી હતી. દિયા ચિતાલે એ દક્ષિણ કોરિયાની ઝિયોન લીને 3-0થી હરાવી ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો હતો. ઝિયાઓ એ શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો અને અનિર્બાન એ શોટ ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો હતો.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *