ગુજરાતે સૌથી મોટા અને સૌથી ઝડપી એમેઝોન પ્રાઇમ ડેની ઉજવણી કરી, જેમાં વિવિધ કેટેગરીમાં મજબૂત માગ, ઝડપી ડિલિવરી અને વધુ બચત થઈ

Spread the love

  • ગુજરાતમાં પ્રાઇમ સભ્યોએ સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હોમ અને કિચન, રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ વગેરેમાં વ્યાપક પસંદગીઓમાંથી ખરીદી કરી હતી
  • પ્રાઇમ ડે 2026 વિક્રેતા ભાગીદારો માટે એમેઝોન ઈન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ઝડપી પ્રાઇમ ડે હતો, જેમાં નાના અને મધ્યમ કારોબારો (એસએમબી)ની સહભાગિતા સૌથી ઊંચી રહી હતી, વિક્રમજનક સંખ્યામાં વિક્રેતાઓએ રૂ. 10 લાખથી વધુનું વેચાણ કર્યું હતું અને સહભાગી થયેલા બે તૃતિયાંશ એસએમબી ટિઅર 2 અને 3 શહેરોમાંથી હતા.
  • પાછલા પ્રાઇમ ડેની તુલનામાં 3 ગણાથી વધુ પ્રોડક્ટ્સ એ જ દિવસે ડિલિવર કરવામાં આવી હતી – જેમાં ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં ઓર્ડર્સ થોડા કલાકોમાં અથવા એ જ દિવસે ડિલિવર કરવામાં આવ્યા હતા. 

ગુજરાત | ૧૦ જુલાઈ ૨૦૨૬ | એમેઝોન ઈન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાઇમ ડે ગુજરાતમાં પ્રાઇમ સભ્યોની પ્રોત્સાહક સહભાગિતા સાથે પૂર્ણ થયો હતો. પ્રાઇમ ડેની 10મી આવૃત્તિમાં અગાઉના પ્રાઇમ ડે કાર્યક્રમો કરતા ભારતમાંથી વધુ પ્રાઇમ સભ્યો જોડાયા હોવાનું જોવા મળ્યું હતું, જેમાં 70% વધુ નવા સાઇન-અપ્સ ટિઅર 2 અને 3 શહેરો અને નગરોમાંથી આવ્યા હતા.

ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને અન્ય શહેરોના ગ્રાહકોએ સ્માર્ટફોન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, હોમ અને કિચન, રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ, કરિયાણાં, મોટા એપ્લાયન્સિસ અને ફર્નિચર સહિતની કેટેગરીઝમાંથી ખરીદી કરી હતી. પ્રાઇમ સભ્યોને 10મી વર્ષગાંઠની ડિલ્સ, વિશેષ પ્રાઇમ ડે ઓફર્સ, એસબીઆઇ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ્સ, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ સાથે ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ્સ, રિવોર્ડ્સ, એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ સાથે અમર્યાદિત 5% કેશબેક, નો કોસ્ટ ઇએમઆઇ વિકલ્પો, તેની સાથે સાથે ઝડપી અને વિશ્વસનીય ડિલિવરીમાંથી લાભ પ્રાપ્ત થયો હતો.

એમેઝોનના ભારત અને ઊભરતા દેશોના પ્રાઇમ અને કસ્ટમર ફૂલફિલમેન્ટ એક્સપિરિઅન્સના વાઇસ પ્રેસિડેન્ટ અક્ષય સાહીએ જણાવ્યું હતું કે, “અમને ગુજરાતમાં અમારા ગ્રાહકોને મોટી બચત કરવામાં સહાય કરવાનું પસંદ છે અને પ્રાઇમ ડે મૂલ્ય, ઝડપી ડિલિવરી, શ્રેષ્ઠ ડીલ્સ, નવા લોન્ચ અને બ્લોકબસ્ટર મનોરંજનની સૌથી મોટી ઉજવણી છે, જે પ્રાઇમ મેમ્બરશીપ પૂરી પાડે છે. અને પ્રાઇમ ડેની 10મી આવૃત્તિ એક સીમાચિહ્ન છે, જેને અમે દેશભરના અમારા વિક્રેતાઓ, ભાગીદારો અને લાખો ગ્રાહકો સાથે ઉજવીને ગર્વ અનુભવીએ છીએ. અમે નાના અને મધ્ય કારોબારોની અત્યાર સુધીની સૌથી ઊંચી સહભાગિતા જોઇ છે, જે પુષ્ટિ કરે છે કે પ્રાઇમ ડે અમારા વિક્રેતાઓ માટે પણ એટલી જ ઉજવણી છે, જેટલી તે અમારા ગ્રાહકો માટે છે.”

ગુજરાતમાં ગ્રાહકો વધુ ને વધુ પ્રિમિયમ પ્રોડક્ટ્સમાં અપગ્રેડ થઈ રહ્યા છે, અને સાથે સાથે રોજિંદી વપરાશની ચીજવસ્તુઓનો પણ સ્ટોક કરી રહ્યા છે, જે રાજ્યભરમાં પ્રાઇમને અપનાવવામાં થયેલી વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા, સેમસંગ ગેલેક્સી એમ47 અને વનપ્લસ એન6 ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં પણ ટોચના વિક્રેતાઓમાં સામેલ હતા. ટીએલસી, એલજી અને સેમસંગ દ્વારા નોંધાયેલી વૃદ્ધિને પગલે હોમ એન્ટરટેઇનમેન્ટમાં વાર્ષિક ધોરણે 1.45 ગણો વધારો જોવા મળ્યો હતો. ડીજેઆઇ, કેનન અને સીપી પ્લસ જેવી બ્રાન્ડ્સની આગેવાની હેઠળ કેમેરાના ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 1.8 ગણો વધારો જોવા મળ્યો હતો. હોમ, કિચન અને આઉટડોર્સમાં વાર્ષિક ધોરણે 1.15 ગણી વૃદ્ધિ નોંધાઇ હતી, જ્યારે પ્રિમિયમ સ્પીકર્સમાં વાર્ષિક ધોરણે 1.65 ગણાથી વધુની વૃદ્ધિ થઈ હતી અને પ્રિમિયમ હેડફોન્સમાં વાર્ષિક ધોરણે 1.15 ગણી વૃદ્ધિ નોંધાઇ હતી, જેમાં જેબીએલ, બોટ અને સોની લોકપ્રિય પસંદગીઓ તરીકે ઊભરી આવી હતી. બ્યુટી ઓર્ડર્સમાં વાર્ષિક ધોરણે 1.3 ગણો વધારો જોવા મળ્યો હતો, જેમાં લોરિયલ પેરિસ જેવી બ્રાન્ડ આ વૃદ્ધિમાં અગ્રેસર હતી. પ્રિમિયમાઇઝેશન ટ્રેન્ડ્સ ઓટોમોટિવ સેગમેન્ટમાં પણ સ્પષ્ટ જોવા મળ્યા હતા, જ્યારે હાર્લી-ડેવિડસન, કેટીએમ અને ટ્રાયમ્ફ મોટરસાઇકલ્સના 10માંથી 7 ખરીદદારો ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાંથી હતા. વિવિધ કેટેગરીઝમાં માગ પ્રિમિયમ ટેકનોલોજી, હોમ એપ્લાયન્સિસ, લાઇફસ્ટાઇલ્સ પ્રોડક્ટ્સ, અને કન્ટેન્ટ-ક્રિએશનનાં સાધનો માટે ગ્રાહકની વધતી પસંદગી પર પ્રકાશ પાડે છે.

એમેઝોન ગુજરાતમાં વિક્રેતાઓ માટે કારોબારની વૃદ્ધિને સક્ષમ કરવા માટે અત્યંત પ્રતિબદ્ધ છે, જેમાં 2,50,000થી વધુ વિક્રેતાઓ અને રાજ્યની 80,000 સ્થાનિક દુકાનો Amazon.in પર સક્રિયતાથી વેચાણ કરી રહ્યા છે. આ ગતિ રાજ્યમાં એમેઝોનના મજબૂત કામગીરીના આધારસ્તંભ દ્વારા સમર્થિત છે, જેમાં 02 ફૂલફિલમેન્ટ કેન્દ્રો, 02 સોર્ટેશન કેન્દ્ર અને આની સાથે 90 ડિલિવરી સ્ટેશન્સનો સમાવેશ થાય છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *