સૌપ્રથમ કોક સ્ટુડિયો ભારત લાઈવનું દિલ્હી અને ગૌહાટીમાં પદાર્પણ

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૫મી જાન્યુઆરી ૨૦૨૬ — કોકા-કોલાએ સૌપ્રથમ કોક સ્ટુડિયો ભારત લાઈવના લોન્ચ સાથે ભારતના સાંસ્કૃતિક પ્રવાસમાં સીમાચિહનરૂપ અવસરની છાપ છોડીને તેના લોકપ્રિય સંગીત મંચને પડદા પરથી પહેલી જ વાર મંચ પર લઈ ગઈ હતી. કોક સ્ટુડિયો ભારતના મોટા પાયા પરના લાઈવ એક્સટેન્શન તરીકે તૈયાર કરવામાં આવેલી આ પહેલે કલાકારો, દર્શકો અને સમુદાયોને સમાન અવિસ્મરણીય અવસરો થકી ભારતના વૈવિધ્યપૂર્ણ સંગીતબદ્ધ સૂરોની ઉજવણી કરી હતી, જે અનુભવ ખરેખર ફક્ત કોક શું કરી શકે તે ખરા અર્થમાં પ્રદર્શિત કરે છે.

કોક સ્ટુડિયો ભારત લાઈવની આરંભિક આવૃત્તિ 10 જાન્યુઆરીના રોજ દિલ્હી અને 13 જાન્યુઆરીના રોજ ગૌહાટીમાં યોજાઈ હતી, જે દરેક શહેર મંચની ખૂબીઓની અજોડ અભિવ્યક્તિ, રાષ્ટ્રીય દર્શકો સાથે સુમેળ સાધીને પ્રાદેશિક વિશ્વસનીયતામાં મૂળિયાં પ્રદાન કરે છે.

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના આઈએમએક્સ (ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપીરિયન્સ) લીડ શાંતનુ ગંગાણેએ જણાવ્યું હતું કે, “કોક સ્ટુડિયો ભારત લાઈવે પડદા પરથી મંચ પર પહેલી જ વાર પગલું મૂકીને એવું લાઈવ સેટિંગ નિર્માણ કર્યું, જ્યાં સંગીત, ખાદ્ય અને રમતગમત એકત્ર આવ્યાં હતાં. દિલ્હી અને ગૌહાટીમાં ગ્રાહકોએ શો જોવાની પાર પ્રતીકાત્મક અવસરો દર્શાવ્યા અને નિર્માણ કર્યા હતા. કલાકારો સાથે જોડાણ અને રિલીઝ નહીં થયેલાં ગીતોના પ્રીવ્યુથી મંચ પર કલાકારો સાથે જોડાયેલા ચાહકો સુધી બે દિવસે ઓન ગ્રાઉન્ડ અસલી જોડાણ નિર્માણ કર્યાં હતાં. બંને શહેરોમાં પ્રતિસાદ કોક સ્ટુડિયો ભારતે એકત્રિત રીતે અનુભવાય ત્યારે સુમેળ સાધવાનું કેટલું મજબૂત રીતે ચાલુ રાખ્યું છે તે પ્રદર્શિત કરે છે.” 

દિલ્હીઃ જ્યાં લાઈવ પ્રવાસ શરૂ થયો

લાઈવ પ્રવાસ નવી દિલ્હીમાં શરૂ થયો, જેની યજમાની એનએસઆઈસી ગ્રાઉન્ડ્સ, ઓખલા દ્વારા કરાઈ હતી, જ્યાં કોક સ્ટુડિયો ભારત લાઈવે તેનું સૌપ્રથમ જાહેરમાં, ઓન-ગ્રાઉન્ડ પદાર્પણ કર્યું હતું. આ અનુભવ સંધ્યા માટે સંગીત પ્રેમીઓને એકત્ર લાવીને ભાવના, વાર્તાકથન અને આધુનિક અર્થઘટન દ્વારા આકારબદ્ધ ભારતીય સૂરની ઉજવણી કરી હતી. શ્રેયા ઘોસાલ, આદિત્ય રિખારી, રશ્મીત કૌર, દિવ્યમ અને ખ્વાબ દ્વારા પરફોર્મન્સે જગ્યામાં એવા રોમાંચમાં ફેરવી દીધી હતી, જે આજે સંગીત વિવિધ પ્રકારો, પેઢીઓ અને ભૂગોળોની પાર કઈ રીતે જાય છે તે પ્રદર્શિત કરે છે.

આ અવસર ખાસ ચાહકો માટે નિર્માણ કરાયો હતો. આદિત્ય રિખારીએ ચાહકોને મંચ પર અનરિલીઝ્ડ કોક સ્ટુડિયો ભારત ટ્રેક લાઈવનો પ્રીવ્યુ આપીને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. દર્શકોને પ્રથમ વાર તે ખાસ સાંભળવા મળ્યું, જે લાઈવ સેટિંગમાં જ અસ્તિત્વમાં આવી શકે છે. દિલ્હી આવૃત્તિએ પણ શક્તિશાળી શો ક્લાઈમેક્સ પ્રદાન કર્યો હતો, જ્યાં શ્રેયા ઘોસાલ આઈકોનિક કોક સ્ટુડિયો ભારત ગીતોની મેડલી માટે રશ્મીત કૌર, આદિત્ય રિખારી, દિવ્યમ અને ખ્વાબને એકત્ર લાવી હતી. આ અનુભવમાં ઉમેરો કરતાં ચુનંદા ચાહકને શ્રેયા ઘોસાલ સાથે ગાવા માટે મંચ પર આમંત્રિત કરાયો હતો, જેથી આ સંગીત જલસો એકમાર્ગી પરફોર્મન્સની પાર સમાન ઉજવણીમાં ફેરવાઈ ગયો હતો.

ગૌહાટીઃ ઈશાનના સંગીતબદ્ધ સૂર પ્રકાશમાં

રાજધાનીથી પ્રવાસ ગૌહાટી ગયો, જ્યાં કોક સ્ટુડિયો ભારત લાઈવે શક્તિશાળી પ્રાદેશિક અભિવ્યક્તિ દર્શાવીને ઈશાનમાંથી સૂરો પર દ્રઢતાથી પ્રકાશ પાડ્યો હતો. એસીએ સ્ટેડિયમ, બરસાપારા ખાતે આયોજિત ગૌહાટી આવૃત્તિએ પ્રદેશના ગીતના ઊંડાણ અને સંગીતની વ્યક્તિગતતાની ઉજવણી કરી હતી, જેમાં સ્થાનિક વાર્તાકથનમાં ઊંડાં મૂળિયાં ધરાવતા કલાકારોને એકત્ર લાવવામાં આવ્યા હતા.

અનુપ જૈન, શંકુરાજ કોનવર, રિટો રિબા અને અનોશ્કા માસ્કે દ્વારા પરફોર્મન્સ નાજુક છતાં વ્યાપક વાતાવરણ નિર્માણ કર્યું હતું, જ્યાં આધુનિક સૂરનો મિલન પ્રાદેશિક અંતર સાથે થયું હતું અને દર્શકો સમાન ભાવના થકી જોડાયા હતા, જે કોક સ્ટુડિયો ભારત લાઈવની ભારતની સંગીતબદ્ધ વૈવિધ્યતા પ્રત્યે કટિબદ્ધતા પર ભાર આપે છે. આ દાખલારૂપ અવસર પછી સર્વ કલાકારો મંચ પર એકત્ર આવ્યા હતા અને અર્ઝ કિયા હૈનું એકત્રિત ગીત ગાયું હતું, જે પછી મંચ પર ચુનંદા ચાહકોને બોલાવવામાં આવ્યા અને પછી મજેદાર અનપ્લગ્ડ બેકસ્ટેજ સેશન ચાલ્યું હતું. ચાહકોને સોશિયલ અને ઓન-ગ્રાઉન્ડ સહભાગ થકી પસંદ કરાયા હતા, જેથી ચાહકો માટે આ ખરા અર્થમાં અવિસ્મરણીય લાઈવ અનુભવ બની રહ્યો હતો.

સ્પોર્ટસ અને મ્યુઝિકના અનુભવને પૂરક કોક સ્ટુડિયો ભારત લાઈવમાં મીલ્સ- એન્ડ- કોકની જોડી સાથે વિચારપૂર્વર તૈયાર કરાયેલા, મલ્ટી- ક્યુઝિન ફૂડ સ્પ્રેડનો સમાવેશ થતો હતો, જેથી આ સ્થળ સંપૂર્ણ સાંસ્કૃતિક અને સામાજિક અનુભવમાં ફેરવાયું હતું.

જવાબદાર ઉજવણી પ્રત્યે કટિબદ્ધતા

કોકા-કોલા ઈન્ડિયા તેની #MaidaanSaaf પહેલ કોક સ્ટુડિયો ભારત લાઈવમાં લાવી હતી. સ્ટાફ્ફડ રિસાઈકલિંગ સ્ટેશન્સ, તાલીમબદ્ધ સ્વયેસંવકો અને સ્પષ્ટ ઓન- ગ્રાઉન્ડ માર્ગદર્શન સાથે આ પહેલથી માળખાબદ્ધ રીતે કચરો ભેગો અને અલગ કરાયો હતો, જેણે મોટા પાયા પરની જાહેર ઉજવણીઓ જવાબદારીપૂર્વક હાથ ધરી શકાય છે તે સ્થાપિત કર્યું હતું.

===♦♦♦♦♦♦===


Spread the love

Check Also

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *