લૌકિક વ્યક્તિની વાણી અર્થની પાછળ દોડે છે,જ્યારે અલૌકિક લોકોની વાણીની પાછળ અર્થ દોડે છે.

Spread the love

આજે મોટા-મોટા માણસોની જીભ બે-બે પૈસામાં વેંચાઈ જાય છે!

આ જગતમાં કોની ઉન્નતિ થાય છે?:જે વિનીત છે, જેણે દર્પ-અહંકાર યુક્ત મનોદશા ત્યાગી છે.

મનુષ્યના શરીરમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે?:આરોગ્ય.

જેની વાણીમાંથી સત્ય નીકળતું હોય,જે ખૂબ મૌન રહેતા હોય અને જે ભીતરથી શાંત હોય છે એની વાણી અમોઘ હોય છે.

વસ્તુ,વ્યક્તિ,વસુ અને વિચારોનો પણ સંગ્રહ ન કરે એ અપરિગ્રહી છે.

વૈરાગ્યના ગર્ભમાં પ્રેમ છે,પ્રેમ પરિપક્વ થાય ત્યારે વૈરાગ્ય પ્રગટ થાય.

વિવિધ દેવતાઓની ચેતનાઓથી ભરેલી શૃંગીઋષિ આશ્રમ ભૂમિ-લખીસરાય ખાતે ચાલતી કથાનાં આઠમા દિવસે એક વેદમંત્રનું ગાન કર્યું જે શૃંગી ઋષિ ને લાગુ પડે છે.ઉત્તર રામચરિતમાં મહાકવિ ભવભૂતિ લખે છે કે:લૌકિક વ્યક્તિની વાણી અર્થની પાછળ દોડે છે,જ્યારે અલૌકિક લોકોની વાણીની પાછળ અર્થ દોડે છે.આજે મોટા-મોટા માણસોની જીભ બે બે પૈસામાં વેચાઈ જાય છે! શા માટે આપણા શબ્દોમાં તેજ નથી!અસર નથી! કારણ કે આપણી વાણી લૌકિક છે.

શંકરાચાર્યને જ્યારે પૂછાયું કે આ જગતમાં કોની ઉન્નતિ થાય છે?જવાબ આપ્યો જે વિનીત છે.અને દર્પ એટલે કે અહંકાર યુક્ત મનોદશા ત્યાગી છે. મનુષ્યના શરીરમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે? શંકરાચાર્યજી કહે છે:આરોગ્ય.કોની વાણી અમોઘ હોય છે?જેની વાણીમાંથી સત્ય નીકળતું હોય,જે ખૂબ મૌન રહેતા હોય અને જે ભીતરથી શાંત હોય છે એની વાણી અમોઘ હોય છે.સમુદ્રમાં ખૂબ ઊંડાઈએ છીએ ત્યારે કોઈ તરંગ હોતા નથી,સપાટી ઉપર તરંગો હોય છે.અહીં કહેવાયું કે સાધુ સમશીલા: છે એટલે કે બહુ જ શાંત હોય છે.અને એ જ અમોઘ છે.આપણે કદાચ આચારમાં શાંત હોઈએ પણ વિચારમાં શાંત નથી.જગત સાવધાન હોય કે ન હોય,સાધુએ સાવધાન રહેવું જોઈએ.

અપરિગ્રહ ઉપરના પોતાના પ્રવચનને યાદ કરતા બાપુએ કહ્યું કે વધારે વ્યક્તિઓથી ઘેરાઈને ન રહેવું કારણ કે ભીડ એ આદમીની-માણસની તપસ્યાને સળગાવી નાખે છે.વસ્તુ,વ્યક્તિ,વસુ અને વિચારોનો પણ સંગ્રહ ન કરે એ અપરિગ્રહી છે.હું તો સાત પેઢી સુધી સંગ્રહ કરવા સુધી ના કહેતો નથ પરંતુ લોકો એનાથી પણ આગળ સંગ્રહ કરે છે.જે અલૌકિક છે એની પાછળ સમૃદ્ધિ દોડે છે.શૃંગી અલૌકિક છે. ભવભૂતિ કહે છે કે શૃંગી એ દશરથના જમાઈ છે. કારણ કે શાંતા એ દશરથની દીકરી છે.શૃંગીનો દેહ હરણનો છે અને હરણ સાથે રામચરિત માનસમાં અનેક વાતો જોડાયેલી છે.મારિચને શા માટે હરણ બનાવ્યો?મૃગની પણ ઘણી વિશેષતાઓ છે.એને સંગીત ખૂબ પ્રિય હોય છે.એની નાભીની અંદર કસ્તુરી હોય છે.અને નાભીમાં કસ્તુરી હોવા છતાં એ સતત એની સુગંધ આવવાથી બહાર દોડે છે! હકીકતમાં એ કસ્તુરી,એ સુગંધને ફેલાવવા માટે દોડતો હોય છે.અહીં જે મંત્ર કહ્યો:

નિષ્કલં નિષ્ક્રીયં શાંતમ્ નિર્વધ્યં નિરંજનં

અમૃતસ્ય પરંસેતુ દગ્ધઇંધનીવ અનલં

આ મંત્રના સૂત્રો એ શૃંગીનો પરિચય છે.શૃંગી નિષ્કલ એટલે કે એનામાં કોઈ કળા નથી,માત્ર શ્રવણ કરવાની કળા છે.નિષ્ક્રિય છે.શૃંગી શાંત છે અને અનિંદિત છે,કોઈ એની નિંદા કરતું નથી.બિલકુલ નિસ્પૃહી છે.જેણે અમૃતનો પરમસેતુ નિર્માણ કર્યો છે જે લાકડી પૂરેપૂરી બળી ગઈ હોય એના જેવા તેજસ્વી અગ્નિ સ્વરૂપે શૃંગી દેખાય છે.

વૈરાગ્યના ગર્ભમાં પ્રેમ છે,પ્રેમ પરિપક્વ થાય ત્યારે વૈરાગ્ય પ્રગટ થાય.પ્રેમથી પરમાત્મા પણ પ્રગટ થાય છે.

અરણ્યકાંડમાં પરમાત્મા ચિત્રકૂટથી સ્થાનાંતર કરી અત્રિ અને અનસુયાને મને સરભંગને મળ્યા,વિરાધને ગતિ આપી કુંભજને મળીને ગોદાવરી નજીક પંચવટીમાં રહ્યા.એ પછી અતિસંક્ષિપ્તમાં કિષ્કિંધાકાંડ,સુંદરકાંડ તેમજ લંકાકાંડ સુધીની કથામાં પહોંચતા સેતુબંધ રામેશ્વરની સ્થાપના પર કથાને વિરામ અપાયો.

આવતીકાલે કથાનો પૂર્ણાહુતિ દિવસ હોઇ કથા વહેલી સવારે સાત વાગે શરૂ થશે.

==♦♦♦♦♦♦♦♦==


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *