વાલ્મીકિ રામાયણ અદભૂત છે, શિવનું રામાયણ અવધૂત છે, તુલસીજીનું રામાયણ અનુભૂત છે.

Spread the love

  • ભાગવત સમાધિ ભાષા અને રામચરિતમાન હૃદયની ભાષાથી લખાયેલું છે.
  • સત્તા પ્રધાન હોય ત્યારે સત પાછળ રહી જાય છે,આ દેશ અને દુનિયાનું દુર્ભાગ્ય છે.
  • એક વાણી,એક બાણ અને એક બહાનું હોય એ ત્રણનો જ આશ્રય કરવો જોઈએ.
  • જીવનમાં એક નીજ ગુરુ હોવો જોઈએ.

લાતુર પાસેનાં કિલ્લારીની તીર્થ ભૂમિ ખાતે ચાલતી રામકથા સોમવારે જ્યારે ત્રીજા દિવસમાં પ્રવેશી ત્યારે પૂછાયું:વાલ્મીકિ રામાયણ,તુલસીકૃત રામાયણ અને શિવનું રામચરિત-આ ત્રણમાં સમાનતા અને અલગતા શું છે?
બાપુએ કહ્યું કે વાલ્મીકિ રામાયણની કથા રામનાં ચરિત્ર પહેલા લખાયેલી.આવું કોણ?આવું કોણ? એવા પ્રશ્ન સાથે.ભાગવતમાં વિદ્વાનોની અને વાલ્મીકિ રામાયણમાં વિવેકીઓની પરીક્ષા થાય છે. વાલ્મીકિએ નારદને પૂછ્યું કે મહદપુરુષનું જે ચરિત્ર છે એનું નામ શું છે?નામમાં રુચિ જાગી.

મહાભારતમાં વ્યાસ લેખક પણ છે અને પાત્ર પણ છે વાલ્મીકિ પણ કર્તા છે,પાત્ર પણ છે.

ભાગવત સમાધિ ભાષા અને રામચરિતમાન હૃદયની ભાષાથી લખાયેલું છે.

રામચરિત માનસ શ્રીમદ નથી એવી ચર્ચા વખતે બાપુએ કહ્યું કે મીટરનું ધ્યાન પણ રાખવું પડતું હોય છે.

નવમી ભોમ બાર મધુમાસા;
અવધપુરી યહ ચરિત પ્રકાસા.
શિવના હૃદયમાં ભાવના રૂપમાં જે માનસ હતું તુલસીજીએ ૧૬૩૧માં રામનવમીનાં દિવસે અયોધ્યામાં એને ભાષાબદ્ધ કરીને પ્રકાશિત કરેલું. વાલ્મીકિ રામાયણ અદભૂત છે અનાદિ શિવનું રામાયણ અવધૂત છે અને તુલસીજીનું રામાયણ અનુભૂત છે.
શ્રીમદ ભાગવત અને શ્રીમદ રામાયણ બંનેના ગાયક અવધૂત છે.ત્યાં શુકદેવજી અહિં શિવ અવધૂત છે. કેટલા જન્મોનો અનુભવ!
સિયારામ મય સબ જગ જાની;
કરહું પ્રનામ જોરિ જુગ પાની.
વાલ્મીકિનાં મનમાં બે પ્રશ્ન છે:રામ મહાન પુરુષ છે તો એને સીતાનો ત્યાગ કેમ કર્યો અને સાંપ્રત કાળમાં આવો મહદપુરુષ કોણ છે જેમાં આટલા બધા લક્ષણો છે?જ્ઞાનવાન,વીર્યવાન,ધૃતિમાં,ધૈર્યવાન, આત્મજ્ઞાની,પ્રજાપાલક-એવું સાંપ્રત સમયમાં કોણ છે?

કથાનું ગાયન વાલ્મીકિ આશ્રમમાં લવ-કુશ દ્વારા થયું એક અર્થમાં વાલ્મીકિ આશ્રમ કેન્દ્રબિંદુ છે.

અંગ દેશનો રાજા રોમપાદ દશરથના મિત્ર હતા જેને દશરથની પુત્રી શાંતાને દત્તક આપેલી હતી.કાળાંતરે શાંતાનો શૃંગી ઋષિ સાથે વિવાહ થયેલો.રોમપાદની ઘરે એ ખૂબ જ મોટો યજ્ઞ ચાલતો હતો.

મોટાભાગે રામ ત્યાં જ રહ્યા છે જ્યાં જલ,વન અને પર્વત હોય.પછી એ પંચવટી હોય,ચિત્રકૂટ હોય, અયોધ્યા હોય કે લંકા.

જાનકીજીને કામદ વનનું એટલું વ્યસન થઈ ગયું કે વાત જ ન પૂછો.રોમપાદની ઘરે યજ્ઞ છે.મહારાજા સ્વર્ગવાસી છે.નિમંત્રણને કારણે ત્રણેય રાણીઓ ત્યાં ગઈ છે.

ઘણા કહે છે તુલસીજી નારી નીંદક છે પણ એ જ કહે છે કે વાલ્મીકિ જ તુલસીદાસ થયા. વાલ્મીકીજીના ચરિત્રમાં સીતા ચરિત્ર મહદ છે. તુલસીદાસજીએ આરંભના મંત્રમાં વાણી,મધ્યમાં શ્રી રઘુવીર વિવાહ અને અંતમાં કામિહી નારી પિયારી એમ આદિ,મધ્ય અને અંતમાં નારી માતૃશક્તિનું સ્થાપન કરેલું છે.

સીતાજી અયોધ્યામાં છે અને આઠ માસનો ગર્ભ છે એ વખતે પરમાત્માની સમગ્ર લીલાનું ચિત્રણ કરીને અયોધ્યામાં ચિત્ર પ્રદર્શનની લાગેલી હતી.જેણે આ પ્રદર્શન ગોઠવેલું એનો આગ્રહ હતો કે જાનકીજીના હસ્તે ઉદઘાટન થાય.સીતાજી ત્યાં ગયા અને સમગ્ર લીલા ચિત્રણ જોયું.રામ જન્મથી લઈને રાજ્યાભિષેક સુધી.એમાં પોતે કઈ રીતે ધરતીમાંથી પ્રગટ થયા,ધનુષ્યને ઘોડો બનાવે છે,છાણથી લીંપણ કરે છે,ડાબા હાથથી એ ધનુષ્ય ઉઠાવીને મૂકે છે, પુષ્પવાટીકાનું મિલન,વનવાસ બધું જ અહીં ચિત્રિત છે.જોયા પછી જાનકીજીને થોડોક થાક લાગ્યો.આ બધી જ લીલા છે.મા ઘરમાં નથી.જાનકી શ્રમિત છે ભગવાન રામ આવે છે.જાનકીને શ્રમિત જોઈને પૂછે છે કે દેવી! રાજ્યાભિષેક પછીના સમારંભમાં મારી પાસે જેણે જે કંઈ માગ્યું મેં આપ્યું આપે કંઇ માગ્યું નથી.તમે માગો!આ લલિત નર લીલા છે

આખી ચિત્રનગરી જોઈ વનનું એ સુખ યાદ આવ્યું. જાનકી કહે છે હું જનક પુત્રી,જગતનાં પિતાની પત્ની મહારાજા દશરથની પુત્રવધુ વનમાં ગઈ ત્યારે ઋષિ પત્નીઓએ મને કંઈકને કંઈક આપ્યું પણ હું કંઈ આપી શકી નહીં.રત્નો ભરી-ભરીને વનમાં થોડો સમય નિવાસ કરવો છે.મારે વનમાં રહેવું છે.પ્રભુએ કહ્યું કે મા આવે ત્યારે વાત કરશું.

એ પછી રામ એક થાંભલો પકડીને ચૂપચાપ ઊભા છે.રાત્રિના બે વાગ્યા છે.રક્ષકો પહેરો દઈ રહ્યા છે.એ વખતે એક રક્ષક આવે છે કહે છે ક્ષમા કરજો આ વખતે તમારો આરામનો સમય છે પણ રાજ્યનો એક દૂત મળવા ચાહે છે.એ દૂતનું નામ છે ભદ્ર.આવીને પ્રણામ કરે છે.એની આંખો ભરેલી છે.નેત્રોમાં આંસુ વહી રહ્યા છે.રામ કહે કંઈક બોલો મને આશંકા થાય છે શું ફરી વખત મંથરા તો નથી આવી ને!મંથરા શબ્દમાં રામ છે.પણ ત્યાં આગળ મ-જીવવાચક અને છેલ્લે ર-કાર ઈશ્વર વાચક છે.વચ્ચે થ અક્ષર આવી ગયો છે.આ વાત થ અક્ષરવાળી છ પંક્તિ જ રામચરિત માનસમાં મળે છે.મંથરા પણ માનસમાં છ વખત દેખાય છે.

અષ્ટાવક્ર જ્યારે રામને કહે છે કે તમારી પ્રજા તમારા રાજથી ખુશ થાય તો જ રાજ ચલાવવું.એ વખતે આવી તાકાત હતી.આજે કોણ એવું છે જે શાસનની સામે આવું કહી શકે!

રામ કહે છે બોલો!હું રોકીશ નહીં.મારા ભરત, લક્ષ્મણ કે શત્રુઘ્નથી કોઈ ભૂલ થઈ?પિતા તો સ્વર્ગમાં છે,માતા રોમપાદ ને ત્યાં ગઈ છે એનાથી કોઈ ભૂલ થઈ?જાનકીની કોઈ ભૂલ છે?કહ્યું કે ના, કોઈ ની ભૂલ નથી.પણ જાનકી વિશે અયોધ્યાની જનતા કંઈક આવું બોલે છે.વાલ્મીકિએ અહીં જાતિ કે વર્ણનું નામ નથી લખ્યું પણ સમગ્ર અયોધ્યાનાં ચોરેને ચૌટે ચર્ચા થાય છે કે આટલો સમય અસુરની નગરીમાં રહ્યા પછી જાનકીને મહારાણી બનાવવાનું ઉચિત હતું?-આવી વાતો થાય છે.

સત્તા પ્રધાન હોય ત્યારે સત પાછળ રહી જાય છે આ દેશ અને દુનિયાનું દુર્ભાગ્ય છે.

રામ થાંભલો પકડીને ધૃસ્કે-ધૃસ્કે રોયા.આખું જગત જાણે છે કે મારી પાસે આવતા પહેલા સીતા અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ છે.ભરત,લક્ષ્મણ,શત્રુઘ્ન આવી ગયા.લક્ષ્મણે કહ્યું કે બતાવો અયોધ્યાને આગ લગાડી દઉં.રામ કહે છે કે હું પહેલી વખત મારા સ્વભાવની વિરુદ્ધ કહું છું એને સાંભળો.અને હું કહું એટલું જ કરજો.’શું કામ’ એવો પ્રશ્ન નહીં પૂછતાં. વ્હાય નહીં ડુ ઓર ડાઈ-આ આદેશ છે.કહ્યું કે જાનકીની ઈચ્છા છે વનમાં રહેવાની અને કારણ પણ છે.આ કાર્ય ભરત નહીં કરી શકે,શત્રુઘ્ન હજી નાનો છે.લક્ષ્મણ તમે સુમંતને કહીને રથ તૈયાર કરો અને ગંગા પાર કરીને વાલ્મિકીજીનો આશ્રમ દેખાય ત્યાં જાનકીજીને છોડી દેજો.આ મારો આદેશ છે.જાનકી પૂછે તો કઠોર બનીને કહેજો કે અયોધ્યાનાં રાજાધિરાજે આપનો ત્યાગ કર્યો છે.પછી તમે આવતા રહેજો.રામે જાનકીજીને કહ્યું આપની ઈચ્છા હતી વનમાં જવાની.જાનકી કહે આપણે જવું હતું રામ કહે હું બહુ જ રાજકાર્યમાં પ્રવૃત્ત છું.તમે જાઓ જાનકી જીદ કરતી નથી.પરામ્બા બધું જ જાણી જાય છે.વહેલી સવારે સુમંત રથ ચલાવે છે.ગંગાના આ કિનારે ઉભે છે.નૌકામાં સામાન ભરીને સીતાજીને ઝાડ નીચે ઉતારે છે ત્યારે સીતા પૂછે છે ભૈયા! મારા પ્રભુએ બીજું કાંઈ કહ્યું?લક્ષ્મણ કહે તમારો ત્યાગ થઈ ગયો છે.કારણ અમે પૂછી શકતા નથી પણ નગરમાં આવી ચર્ચા ચાલે છે.ત્યારે રામ,નગરજનો કે રઘુવંશની વિરુદ્ધમાં એક પણ શબ્દ જાનકી બોલતી નથી.એટલું જ કહે છે મારી અગ્નિ પરીક્ષા થઈ ગઈ છે.એ પછી ખૂબ વહેલી સવારે વાલ્મીકિનાં ઋષિ કુમારો સમિધ લેવા નીકળે છે.જાનકીને એકલી પડેલી જોઈ વાત કરે છે.આશ્રમમાં લઈ જાય છે અને જનકની પુત્રી,અયોધ્યાની મહારાણીને એક નાનકડી ઘાસની ઝૂંપડી વાલ્મીકિ રહેવા આપી અને કહે છે કે આજથી હું તારો બાપ છું.અયોધ્યામાં જો રઘુવંશનાં વારસનો જન્મ થાય તો શતરંજ શિખત,ઋષિનાં આશ્રમમાં એ સરગમ શીખે છે.

અષ્ટાવક્રને કહેલું પ્રજા આરાધક હું છું મારે સીતાને છોડવી પડશે તો પણ છોડીશ-એ નિભાવ્યું.સીતાની વનમાં રહેવાની ઈચ્છા પૂરી કરી.

એક વાણી,એક બાણ અને એક બહાનું હોય એ ત્રણનો જ આશ્રય કરવો જોઈએ.
જીવનમાં એક નીજ ગુરુ હોવો જોઈએ.

Box
ભગવાન રામની વાંગમયી મૂર્તિમાં ‘તુલસી’ ગ્રંથો

ગીતાવલિ અને કવિતાવલિ રામના ચરણ છે.દોહાવલિ રામનો કટી ભાગ છે.હૃદય સુંદરકાંડ છે. અરણ્ય અને કિષ્કિંધાકાંડ પ્રભુના સ્કંધ છે.જાનકી મંગલ,પાર્વતી મંગલ ભગવાનના બે વરદ હસ્ત છે. કૃષ્ણ ગીતાવલી ભગવાનની દ્રષ્ટિ છે. વિનયપત્રિકા વાણી છે. હનુમાન બાહુક,હનુમાન ચાલીસા મસ્તક છે પ્રભુની આ વાંગમયી મૂર્તિમાં તુલસીજીનાં અનેક ગ્રંથો રહી જાય છે.જેમાં રામાજ્ઞા પ્રશ્નાવલી,રામનહૂષ સંકટમોચક, વૈરાગ્ય સાંદિપની-આ બધું જ અવલોકન કર્યા વગર લોકો પૂછ્યા કરે છે:રામાયણમાં શ્રીમદ કેમ નથી!


Spread the love

Check Also

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા એસ.જી. હાઇવે પર ‘કેન્સર વોરિયર્સ’ દ્વારા તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૬ જુલાઈ ૨૦૨૬ | આ રવિવારે એસ.જી. હાઇવે (સાયન્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *