દેવગાણાના શહીદ જવાનને અને સાંઢીડા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

Spread the love

ગુજરાત, અમદાવાદ 27 મે 2025: પ્રાપ્ત વિગતો અનુસાર શિહોર નજીકના દેવગાણા ખાતે સીઆરપીએફના જવાન શહીદ થયા છે. એમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે પૂજ્ય મોરારીબાપુએ પણ આ જવાનની શહીદીને નમન કર્યા છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ભાવનગર અમદાવાદ હાઈવે વારંવાર રક્તરંજિત બનતો જાય છે. તાજેતરમાં ધોલેરા નજીક આવેલા સાંઢીડા ખાતે છેલ્લા ૧૩ દીવસોમાં થયેલા અકસ્માતમાં ૯ લોકોનાં મોત નિપજયા છે. ગઈકાલે આવા એક અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

બિહારની રામકથાના શ્રોતા દ્વારા આ વિતજા સેવા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *