જે અગ્નિમય થઈ જાય છે એને જરા, વ્યાધિ અને મૃત્યુનો ભય રહેતો નથી.

Spread the love

પરીક્ષિતનેત્રણનો સંગ થયો:ગંગા,સાધુ-સંતો અને શુકદેવજી.

રામચરિતમાનસનાં દરેક વક્તા અને દરેક શ્રોતા પક્ષી છે.

દરેક પ્રશ્નનો ઉત્તર રામચરિતમાનસમાં છે.

યોગાગ્નિ સાધકને ખૂબ ચમકદાર બનાવી દે છે.

ગંગા ઔષધિ છે,સવાલ માત્ર શ્રદ્ધાનો છે.

જ્યાં નિરંતર ભાગવતી ગંગા અને ભાગીરથિ ગંગા વહી રહી છે એવી શુક્રતાલની ભૂમિ પર ચાલતી રામકથાનો શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશ થયો.

આરંભે બાપુની રામકથાઓનું સારદોહન પુસ્તક દ્વારા થાય છે-એવી જ એક કથા-માનસ ગરુડ(તિરુવનંતપુરમ-કેરળમાંગવાયેલી)-તે સંકલન કર્તા અને સંપાદક નીતિનવડગામા દ્વારા વ્યાસપીઠને અર્પણ કરવામાં આવી.

ગ્રંથોમાંશુકદેવજીના પરિચય માટે અને પરીક્ષિતનાંઉપનિષદીય પરિચય માટે અવધૂત શિરોમણિ શુકદેવજીની સ્થિતિનું વર્ણન મળે છે.

પહેલા પરીક્ષિતની સ્થિતિનું વર્ણન કરતો શ્લોક રજૂ કર્યો.

બાપુએ જણાવ્યું કે માનસ પક્ષીતીર્થ છે જે આ પહેલા પણ બતાવેલું.રામચરિતમાનસનાં દરેક વક્તા અને દરેક શ્રોતા પક્ષી છે.આ પક્ષી-પક્ષીનો સંવાદ છે તુલસીદાસજીએ પોતાના ગ્રંથોમાં પોતાને પક્ષી બતાવેલા કે નહીં?હા,બતાવેલા.સ્પષ્ટ શબ્દોમાં એ કહે છે:

એક ભરોસો,એક બલ એક,આશ વિશ્વાસ;

એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ.

મારા રામ ઘનશ્યામ છે,હું એનો ચાતક છું.

જ્યાં સુધી મારી ગુરુદત્ત બુદ્ધિ પહોંચી છે દરેક પ્રશ્નનો ઉત્તર રામચરિતમાનસમાં છે.

ભગવાન શંકર પક્ષી છે.શિવજી કહે છે હું હંસ બનીને ભુશુંડીની સભામાં ગયો હતો.પાર્વતી પક્ષી છે કે નહીં?વાલ્મીકિજીકોકીલ છે,સતત રામ-રામનું રટણ કરે છે અને એ કહે પણ છે કે નિરંતર રામ-રામ રટતી જીભ હંસીનિની હોય.

જય જયગિરિવર રાજ કિશોરી,

જય મહેશ મુખ ચંદ્ર ચકોરી.

આ ચતુર્ભુજ વિગ્રહની જેમ પાર્વતી માટે પણ આપણે કહી શકીએ કે એ પણ પક્ષી છે.

યોગાગ્નિ સાધકને ખૂબ ચમકદાર બનાવી દે છે. શાસ્ત્રમાં યોગાગ્નિ છે,ભગવદ ગીતામાં જ્ઞાન પણ અગ્નિ છ.જ્ઞાન રોમ-રોમમાં લાગી જાય તો એ અગ્નિ છે.એ જ રીતે વિયોગ અગ્નિ,કૃષ્ણનાંવિરહમાં જેને વિયોગ વિરહ લાગી ગયો છે અથવા તો વ્યાસનો પુત્ર ઉપર વિરહ.પ્રેમનો પણ અગ્નિ હોય છે.

આમ જેનું શરીર અગ્નિસ્વરૂપ થઈ જાય છે,શરીરની અંદર તો અગ્નિ છે જ.મૂળમાં અગ્નિ તત્વ છે જેમ કે સૂર્ય.તો જે અગ્નિમય થઈ જાય છે એને કોઈ રોગ ન હોય,એને જરા એટલે કે બુઢાપો પણ ના આવે અને મૃત્યુ એને મારી શકતું નથી.પરીક્ષિતને આ અગ્નિ લાગુ થઈ ગયેલો.અહીં તીવ્ર ભક્તિયોગ ઉત્પન્ન થયેલો.શરીરને ના જુઓ,શરીર તો પંચ ભૌતિક છે પણ અંદરનું સૂક્ષ્મ શરીર,એને કોઈ રોગ થતો નથી. ગંગા ઔષધિ છે,સવાલ માત્ર શ્રદ્ધાનો છે.પરમાત્માનું દર્શન,સ્મરણ કપટ રહેવા દેશે નહીં.મનુષ્યનું શરીર કમોસમી ફુલ છે.૮૪ લાખ યોનિમાં ક્યારેક-ક્યારેક મનુષ્યત્વનું ફૂલ ખીલેછે.સાધુ મળી જાય તો એની પાસે માત્ર સાધુતા માંગવી.મોક્ષ મારુ લક્ષ્ય નથી,સ્વર્ગ કે મુક્તિ મારું લક્ષ્ય નથી,મારું લક્ષ્ય માત્ર સાધુતા છે.

પરીક્ષિતનું શરીર આવું કેમ થયું?એણે ત્રણ વસ્તુનો સંગ કર્યો.હું કહું છું દરેક નદી પ્રવાહમાન ઈશ્વર છે તો ગંગાનું તો કહેવું શું! ગંગાનો સંગ થયો,ભાગવત કથા ની પહેલા આટલા બધા સાધુ-સંતોનું દર્શન થયું અને નક્ષત્રની વચ્ચે જેમ ચંદ્રમાં શોભાયમાન થાય એમ વ્યાસપુત્ર શુક મળી ગયા.

હવે શુકદેવજીનું દર્શન કેવું છે?૧૬ વરસની બાલ ઉંમર,ઉર્ધ્વમાં ત્રણ રેખા,પેટ અંદર અને છાતી બહાર. સમપ્રમાણ શરીર,આંખ તો જોતા જ રહીએ!વિતરાગીવેશ.ઉપનિષદના અર્થમાં વજન બિલકુલ નહીં,આ યોગીનો પરિચય છે.ગિરિરાજ-ગોવર્ધન ગિરિઓનો-યોગીઓનો રાજા છે એટલે કૃષ્ણ ટચલી આંગળીએ એને ઊંચકી લે છે.જે મોટો હોય છે એને કોઈ વજન હોતું નથી.

બાપુએ કહ્યું કે અહીંની આ છઠ્ઠી કથા છે અને હજી એક કથાનો મનોરથ છે.શુકદેવજી અહિં સાત દિવસ બેઠા છે તો આપણે પણ સાત કથા કરીએ!

શુકદેવમાં કોઈ રોગ નથી પણ કૃષ્ણએ રોગ લગાવી દીધો.ઉત્તમ શ્લોક કૃષ્ણ ચરિત્રએ રોગ લગાવ્યો.કૃષ્ણ સ્વયં મહારોગ છે.શુકદેવજીઅલોલુપ્ત(લોભરહિત) દેહ કાંતિ અદભુત,પાકેલો સ્વર,શરીરમાંથી શુભ ખુશ્બુ,એકમાત્ર યોગ પ્રવૃત્તિમાં લીન.બધું જ શુકદેવમાં નજર આવે છે.

એ પછી કાગભુશુંડીના ન્યાયથી સંક્ષિપ્તમાંઅયોધ્યાકાંડનું સમાપન કર્યું.

Box

“ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ:

પ્રાપતસ્યયોગાગ્નિમયંશરીરમ્”

શ્વેતાશ્વેતરોપનિષદનો આ શ્લોક બતાવે છે કે જ્યારે યોગીને યોગાગ્નિમય શરીર પ્રાપ્ત થઇ જાય છે,ત્યારે એને રોગ(બિમારી),જરા(બુઢાપો) અને મૃત્યુનો ભય નથી રહેતો.યોગાભ્યાસથી શરીર તપ્ત અને શુધ્ધ થઇ જાય છે,જેનાથી એ ત્રણેય દુ:ખોથી મુક્ત થઇ જાય છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *