શિક્ષણ, કારકિર્દી અને ભવિષ્યની નવી દિશા દર્શાવતું ‘કેરિયર બોનાન્ઝા એજ્યુકેશન એક્સ્પો 2026’

Spread the love

26 અને 27 જૂને ડી.કે. પટેલ હોલ, નારણપુરામાં યોજાશે રાજ્યના અગ્રણી એજ્યુકેશન ફેરમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોને મળશે એક જ સ્થળે અસંખ્ય તકો

અમદાવાદ, ગુજરાત | ૨૬ જૂન ૨૦૨૬ | શહેરના વિદ્યાર્થીઓને યોગ્ય કોર્સ, યોગ્ય કોલેજ અને ઉજ્જવળ કારકિર્દી પસંદ કરવામાં માર્ગદર્શન મળે તે હેતુથી ‘કેરિયર બોનાન્ઝા પ્રીમિયમ એજ્યુકેશન એક્સ્પો 2026’નું આયોજન રોજ ડી.કે. પટેલ હોલ, સરદાર પટેલ કોલોની, નારણપુરા ખાતે કરવામાં આવ્યું છે. 26-27 જૂન બે દિવસીય આ એજ્યુકેશન એક્સ્પોમાં રાજ્ય અને દેશની અગ્રણી યુનિવર્સિટીઓ, કોલેજો, સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થાઓ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો એક જ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ધોરણ 10 અને 12 પછીના અભ્યાસથી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ટેક્નિકલ, મેનેજમેન્ટ, હેલ્થકેર, વિદેશ અભ્યાસ, સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિકતા અને ભવિષ્યના ઉભરતા કોર્સ અંગેની વિસ્તૃત માહિતી મુલાકાતીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમના રસ, ક્ષમતા અને વર્તમાન ઉદ્યોગોની માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થાય તેવા અનેક સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

એક્સ્પોની વિશેષતા તરીકે જાણીતા શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પ્રેરણાદાયી કીનોટ સેશન યોજાઈ રહ્યા છે. આ સત્રોમાં જીવનમાં સફળતા, બદલાતી કારકિર્દીની તકો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં નવી શક્યતાઓ, મેમરી સાયન્સ, ટેક્નિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં ભવિષ્ય તેમજ યુવા ઉદ્યોગસાહસિકો માટે ઉપલબ્ધ તકો જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં 27 જૂનના રોજ એસએમએયુ ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ ચેમ્બરના નેશનલ ચેરમેન ડૉ. (CA) હરિન્દ્ર ગર્ગ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એન્ડ આઈપીઆર પોલીસી ફોર યંગ આંત્રપ્રિન્યોર પર વાત કરશે જ્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના માર્કેટીંગ હેડ ડૉ. આશિષ પટેલ કરિયર ઓપ્શન ઈન ટેક્નિકલ એન્ડ હેલ્થકેર પર વાત કરશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક્સ્પોમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, એક જ સ્થળે શિક્ષણ, કારકિર્દી, કાઉન્સેલિંગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય અંગે વધુ માહિતીસભર અને યોગ્ય નિર્ણય લઈ શકે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

હાઇડ્રાસ્યોરનું ભારતમાં સત્તાવાર લોન્ચ, રોજિંદા જીવનમાં હાઇડ્રેશનને આદત બનાવવાની દિશામાં પહેલ

Spread the love એન્ટિલા લાઇફ સાયન્સિસના નવા કન્ઝ્યુમર બ્રાન્ડનો ઉદ્દેશ ORSને બીમારી અને રિકવરી પૂરતું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *