
- ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરીકરણ અને ઊર્જા ટ્રાન્ઝિશન દ્વારા વૈશ્વિક સ્ટીલની માંગના આગામી તબક્કાને શક્તિ આપવા માટે તૈયાર.
- વ્યાપકતા અને વૈવિધ્યકરણથી સ્થિતિસ્થાપકતામાં મજબૂતીઆવી, જેનાથી આર્સેલર-મિત્તલને છેલ્લા બે દાયકામાં મોટા વૈશ્વિક આંચકાઓનો સામનો કરવામાં મદદ મળી.
- સ્ટીલ ઉદ્યોગ 2006 ની સરખામણીએ વધુ ઝડપી, વધુ વૈશ્વિક અને ટેકનોલોજી-આધારિત બન્યો છે.
- ઉભરતા બજાર વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ઔદ્યોગિક નીતિના સમર્થન સાથે લાંબા ગાળાના દૃષ્ટિકોણમાંસકારાત્મક જળવાઈ રહી છે.
નવી દિલ્હી | ૧૮મી જૂન ૨૦૨૬ | આ વર્ષે 31જુલાઈના રોજ આર્સેલર-મિત્તલ કંપનીની20મી વર્ષગાંઠ આવી રહીછે તે પહેલાં,15 અને 16 જૂનના રોજ ન્યૂ યોર્કમાં યોજવામાં આવેલી વર્લ્ડ સ્ટીલ ડાયનેમિક્સના વાર્ષિક ગ્લોબલ સ્ટીલ ડાયનેમિક્સ ફોરમ 2026માં કંપનીના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ઉપસ્થિતોને એક ખાસ વિડિઓ સંદેશ આપ્યો છે. આ સંદેશમાં, શ્રી મિત્તલે મિત્તલ સ્ટીલ અને આર્સેલરના વિલીનીકરણ પર સંમતિ સાધતા પહેલાં આ કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણને યાદ કર્યું હતું.
શ્રી મિત્તલે છેલ્લા બે દાયકાઓની વાતોને યાદ કરીને, આ વિલિનીકરણ નાણાકીય કટોકટીથી લઈને કોવિડ-19મહામારી અને ચીનના સ્ટીલ ઉદ્યોગના ઉદય સુધીના મુખ્ય વૈશ્વિક પરિવર્તનોથી આગળ વધવા માટે વ્યાપકતા, વૈવિધ્યકરણ અને પહોંચ દ્વારા કેવી રીતે વધુ મજબૂત, વધુ સ્થિતિસ્થાપક વ્યવસાયમાં રૂપાંતરિત થયું તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે,આ ઉદ્યોગ ઝડપી ગતિશીલ બજારો, વધુ ટેકનોલોજીકલ પરિવર્તન અને 2006 કરતાં વધુ જટિલ પરિચાલનમાહોલ વચ્ચે પણ કેવી રીતે વિકસિત થયો છે.
શ્રી મિત્તલે ભવિષ્ય પર નજર રાખીને, ભારત જેવા ઉભરતા બજારોની માંગ, વિકસિત અર્થતંત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવીનીકરણ અને ઊર્જા ટ્રાન્ઝિશનના આધારે સ્ટીલ ઉદ્યોગ માટે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ મજબૂત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાનિક ઔદ્યોગિક નીતિની વધતી જતી ભૂમિકા અને મજબૂત, સ્પર્ધાત્મક સ્ટીલ ઉદ્યોગ જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.
તેમના સંદેશના મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે:
“ખાસ કરીને છેલ્લા 20 વર્ષમાં ચીને નોંધપાત્ર વિકાસ કર્યો છે. હવે ભારતનો વારો છે, જેમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ, ઝડપી શહેરી આવાસ વૃદ્ધિ અને ઊર્જા ટ્રાન્ઝિશનઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે.”
“જો હું 20 વર્ષ પાછળ ફરીને નજર કરું, તો મને ખરેખર લાગે છે કે,વિલિનીકરણથી ખરેખર એક મજબૂત કંપની બની છે, જેને મોટાપાયે વ્યાપકતા, વૈવિધ્યકરણ, સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક પહોંચથી લાભ થયો છે. ચોખ્ખું કહું તો – જેમ હંમેશા થાય છે – એવી ઘટનાઓ બની છે જેની આપણે અપેક્ષા રાખી ન હતી. વૈશ્વિક નાણાકીય કટોકટીના આફ્ટરશોક્સ હજુ પણ આપણને અનુભવાઈ રહ્યા છે, અને કોવિડના પરિણામો પણ એટલા જ નાટકીય રહ્યા છે. જોકે, હું દૃઢ પણે માનું છું કે,આપણે આ આંચકાઓનો સામનો અલગ રહીને કરી શક્યા હોત તેના કરતાં વધુ સારી રીતે સાથે મળીને કર્યો છે.
“2026માં જે કામ થઈ રહ્યું છેતે2006 કરતા સ્પષ્ટપણે ખૂબ જ અલગ છે. આજે બજારો ઝડપથી આગળ વધે છે, સ્પર્ધા વધુ વૈશ્વિક છે, ટેકનોલોજીમાં સતત પરિવર્તન આવે છેઅને કંપનીઓ વાસ્તવિક સમયમાં અનુકૂલન સાધે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આપણા જેવા પરંપરાગત ઉદ્યોગો પણ 2006ની સરખામણીએ વધુ ઝડપી, વધુ વૈશ્વિક, વધુ ડેટા-આધારિત અને વધુ પર્યાવરણીય રીતે મર્યાદિત વિશ્વમાં કામ કરે છે.
“ભવિષ્ય વિશે આશાવાદ અને ઉત્સાહ જાળવી રાખવાના ઘણા કારણો છે. એ વાતમાં મને કોઈ શંકા નથી કે, આપણી સામે ઘણા પડકારો અને અનઅપેક્ષિત ઘટનાઓ આવતી રહેશે. પરંતુ પ્રામાણિકપણે, હું કહી શકું છું કે સ્ટીલ ઉદ્યોગમાં 50 વર્ષપછી, એવું કોઈ સ્થાન નથી જે જ્યાં મેંરહેવાનું પસંદ કર્યું હોત.”
સંપૂર્ણ વીડિયો સંબોધન [add link] પર જોવા માટે ઉપલબ્ધ છે.
== સમાપ્ત ==
Aajna Samachar