
બે અલગ-અલગ સ્ટોરફ્રન્ટ્સ – કિડ્સ સમર સ્લેમ અને સમર ટોઇઝ લિસ્ટ, હવે આ સીઝનની સૌથી વધુ લોકપ્રિય કેટેગરીઝમાંની એક પર રોમાંચક ડીલ્સનો લાભ ઉઠાવો
- રિમોટ કન્ટ્રોલ કાર અને 4×4 સેટ્સ, હૉટ વ્હિલ્સ, બાળકોની સાઇકલ, સ્વિમિંગ ગિયર વગેરે જેવી આ સીઝનની સૌથી વધુ સર્ચ કરાયેલી કેટેગરીઝ પર 50% સુધીની છૂટ મેળવો, જેમાં કિંમતો ₹199થી શરૂ થાય છે
- પ્રાઇમના સભ્યો એડિડાસ, હૉટ વ્હિલ્સ, સ્પીડો, એસજી, નિવિયા, ડીએસસી અને લાઇફલોંગ જેવી બ્રાન્ડ્સની બૉર્ડ ગેમ્સ, આઉટડોર સ્પોર્ટ્સ અને વૉટર પ્લેમાં ટોચની પસંદગીઓ સહિતની વધુ માંગ ધરાવતી પ્રોડક્ટ્સ પર એક જ દિવસમાં ડીલિવરી મેળવી શકશે
- ગ્રાહકો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ ક્રેડિટ કાર્ડ પર 5%ની બચત કરી શકશે અને એચડીએફસી, એચએસબીસી, યસ બેંક, સ્કેપિયા, આરબીએલ, ડીબીએસ અને બેંક ઑફ બરોડા જેવી બેંકોના કાર્ડ પર 7.5% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે
- inના એઆઈ ટૂલ્સ, રુફસ, લેન્સ એઆઈ, રીવ્યૂ હાઇલાઇટ્સ અને પ્રાઇસ હિસ્ટ્રીની મદદથી હવે બાળકો માટે ખરીદી કરતી વખતે કોઈ અટકળબાજી કરવી નહીં પડે, જે માતા-પિતાને યોગ્ય કિંમતે યોગ્ય રમકડું શોધવામાં મદદરૂપ થશે
બેંગલુરુ | ૧૦મી એપ્રિલ ૨૦૨૬ — ઉનાળાનું વેકેશન શરૂ થતાં, Amazon.in પર બે અલાયદા સ્ટોરફ્રન્ટ્સ – કિડ્સ સમર સ્લેમ અને સમર ટોઇઝ લિસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. રિમોટ કન્ટ્રોલ કાર, હૉટ વ્હિલ્સ, સ્વિમિંગ પૂલ, ક્રિકેટ કિટ્સ, બાળકોની સાઇકલ, સ્કૂટર્સ વગેરે જેવા આ સીઝનના સૌથી વધુ માંગમાં રહેતા રમકડાં અને પ્લે એસેન્શિયલ્સ પર 50% સુધીની છૂટ મેળવો, જેમાં એડિડાસ, સ્પીડો, ડીએસસી, નિવિયા અને લાઇફલોંગ જેવી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સની કિંમતો ₹199થી શરૂ થાય છે. ગ્રાહકો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ ક્રેડિટ કાર્ડ પર 5%ની બચત કરી શકશે અને એચડીએફસી, એચએસબીસી, યસ બેંક, સ્કેપિયા, આરબીએલ, ડીબીએસ અને બેંક ઑફ બરોડાના કાર્ડ પર 7.5% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે.
આ શાનદાર ડીલ્સ ઉપરાંત, Amazon.inના એઆઈ ટૂલ્સ રમકડાંની ખરીદીની મથામણને ખૂબ જ સરળ બનાવી દે છે. શું તમે એવી મૂંઝવણમાં છો કે ઇન્ફ્લેટેબલ પૂલ તમારી બાલ્કનીમાં ખરેખર ફિટ થશે કે નહીં? ‘વ્યૂ ઇન યોર રૂમ’ની મદદથી તમે ખરીદી કરતાં પહેલાં તેને તમારી જગ્યામાં વર્ચ્યુઅલી ગોઠવીને જોઈ શકશો. મિત્રના ઘરે કોઈ રમકડું જોયું અને તમારે પણ બરાબર એવું જ જોઈએ છે? બસ, તમારો ફોન તેની સામે ધરો અને લેન્સ એઆઈને આ રમકડું શોધવા દો – તેને શોધવા માટે કોઈ બ્રાન્ડ નેમ કે કંઈપણ લખવાની જરૂર નથી. હાલમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કરનારા આઠ વર્ષના બાળક માટે કઈ ક્રિકેટ કિટ યોગ્ય રહેશે તેની ખાતરી નથી? તો, રુફસને પૂછો અને તરત જ અનુરૂપ જવાબ મેળવો. રીવ્યૂ હાઇલાઇટ્સ હજારો ગ્રાહકોના રીવ્યૂમાંથી ટકાઉપણું, સલામતી અને પ્લે વેલ્યુ જેવી ખરેખર મહત્વની બાબતો તારવી આપે છે, જેથી માતા-પિતાને કોઈ અટકળબાજી કરવી ન પડે. પ્રાઇસ હિસ્ટ્રી કોઈ પ્રોડક્ટની કિંમતમાં સમયાંતરે કેવા ફેરફાર થયાં છે, તેનો ટ્રેક રાખે છે, જેથી જ્યારે કોઈ ડીલ સારી જણાય, ત્યારે ગ્રાહકો જાણી શકે કે તે ખરેખર ફાયદાકારક છે.
બાળકોના ટોય કાર પર શ્રેષ્ઠ ડીલ્સનો લાભ ઉઠાવી ઉનાળાની મજાને અનેકગણી વધારો!
- તમારા બાળકની ‘નીડ ફોર સ્પીડ‘ને પ્રોત્સાહન આપો: રોમાંચક હૉટ વ્હિલ્સ® સેટ્સમાંથી પસંદગી કરો, જેમાં સ્પિનિંગ બિલબૉર્ડ અને સ્ટંટ લૂપ ધરાવતા નીયોન સ્પીડર્સ™ ટ્રેક સેટ(₹1,139), કલર-ચેન્જિંગ મેજિક સાથે કલર શિફ્ટર્સ™ સાયેન્સ લેબ (₹1,647) અને રેસિંગ માટે પર્ફેક્ટ એવા 5-કારના પૅક (₹825)નો સમાવેશ થાય છે. કારને ગળી જનારા અને લૉન્ચ કરનારા શાર્ક ચોમ્પ ટ્રાન્સપોર્ટર પ્લેસેટ (₹1,439) અથવા કલ્પનાશક્તિથી ભરપૂર ડિલિવરી એડવેન્ચર માટે સિટી સ્પીડી પિઝા પિક-અપ વ્હીકલ (₹719) મેળવવાનું ચૂકશો નહીં. આ તમામ સેટ્સ રમવાની અનંત શક્યતાઓ માટે હૉટ વ્હિલ્સ ટ્રેકની સાથે સુસંગત છે. ઑફ-રોડના શોખીનો માટે ફક્ત ₹999માં રોમાંચક એક્શન માટે 4-વ્હીલ ડ્રાઇવ ધરાવતી ડ્રિફ્ટ સ્ટન્ટ કાર મેળવો.
ઇન્ફ્લેટેબલ પૂલ અને વોટર પ્લે ગિયર આ સીઝનમાં આઉટડોર માટે સર્ચ થયેલી ટોચની ચીજોમાં સામેલ છે. નીચેની પ્રોડક્ટ્સ પરની ડીલ્સ જુઓ:
- સ્વિમિંગ પૂલ: કૉમ્પેક્ટ સ્પ્લેશ ઝોનથી લઈને મોકળાશભર્યા ફેમિલી ફન સુધી, વાઇબ્રન્ટ ડિઝાઇનવાળા લાર્જ ટ્રોપિકલ સ્વિમ સેન્ટર (₹2,399), મજબૂત નોન-ઇન્ફ્લેટેબલ સ્વિમિંગ પૂલ (₹699), બીપીએથી મુક્ત પીવીસીમાંથી બનાવેલા બેબી-સેફ 2 ફીટ કિડ્સ પૂલ (₹299), રૂમી કિડ પ્લે બૉક્સ પૂલ (₹634), અથવા મેન્યુઅલ પંપની સાથે 3 ફૂટનો બેબી બાથ ટબ (₹699) જેવા વિકલ્પોમાંથી પસંદગી કરો – જે દરેક વયના લોકો, જગ્યા અને બજેટ માટે પર્ફેક્ટ છે.
- બાથ અને વૉટર ટોઇઝ: નવજાત શિશુઓ અને નાના બાળકો માટે ખાસ તૈયાર કરાયેલા પોર્ટેબલ અને લીક-પ્રૂફ વૉટર ટર્ટલ બાથ ટોઇઝ (₹199) તથા ચાલવાના કૌશલ્યના વિકાસમાં મદદરૂપ થાય એવો નરમ અને બિન-ઝેરી બાથ ટૉય સેટ (₹359) વડે નાના બાળકોનું મનોરંજન કરો – જે ન્હાવાના સમયે અને તે સિવાય પણ ખૂબ જ સલામત છે અને બાળકોને તેમાં વ્યસ્ત રાખે છે.
- સ્વિમિંગ ગિયર: ગાદીવાળી સીલ, એડજસ્ટે કરી શકાય તેવા સ્ટ્રેપ અને યુવી પ્રોટેક્શન ધરાવતા સ્પીડો યુનિસેક્સ કિડ્સ હાઇડ્રોપલ્સ સ્મોક-લેન્સ ગોગલ્સ (₹1,329) તથા ક્વિક-ડ્રાય કમ્ફર્ટ માટે સ્ટ્રેચ થઈ શકતા પોલી-સ્પેન્ડેક્સમાં બોલ્ડફિટ સ્વિમિંગ કોસ્ચુમ (₹999) સાથે પૂલમાં મોજ કરવા તૈયાર થઈ જાઓ, જે યુવા સ્વિમર્સ માટે પ્રોફેશનલ ક્વૉલિટીના ગિયર છે.
એપ્રિલ એ આઉટડોર સ્પોર્ટ્સ માટેનો સમય છે અને આ સ્ટોરફ્રન્ટ સીઝનમાં આઉટડોર માટે સર્ચ થયેલી ટોચની સ્પોર્ટ્સ અને આઉટડોર ગિયરની ચીજોને આવરી લે છે:
- ક્રિકેટ ગિયર: તમે આ રમત શીખવાની શરૂઆત કરી રહ્યાં હો કે પ્રોફેશનલ હો, લેધરની ટકાઉ બનાવટ અને સતત બાઉન્સ માટે સોલિડ કૉર ધરાવતું એસજી કાશ્મીર વિલો ક્રિકેટ બેટ (₹1,899), બેટ, ગ્લવ્ઝ, લેગ ગાર્ડ્સ, સ્ટમ્પ્સ, બોલ અને કેરી બેગ સાથેની સંપૂર્ણ એસજી માય ફર્સ્ટ ક્રિકેટ કિટ (₹1,949), અથવા હેલ્મેટ, પેડ્સ, ગ્લવ્ઝ અને ગાર્ડ્સ ધરાવતી વ્યાપક વ્હાઇટડોટ સ્પોર્ટ્સ પ્રોટેક્ટિવ ગિયર ક્રિકેટ કિટ (₹5,819)માંથી પસંદગી કરો, જે યુવા ક્રિકેટરોને તેમની વિકાસયાત્રા શરૂ કરવા માટે તમામ જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે.
- ફૂટબોલ: વર્લ્ડ કપથી પ્રેરિત ડિઝાઇન અને ટકાઉ બનાવટ ધરાવતા એડિડાસ ફિફા વર્લ્ડ કપ 26™ લીગ ફૂટબોલ સાથે ફૂટબોલ ફીવરમાં ડૂબી જાઓ, જે ટ્રેનિંગ અને પ્રેક્ટિસ મેચો માટે આદર્શ છે (₹2,690).
- રાઇડ-ઑન્સ: 3-5 વર્ષની વયના બાળકો માટે કાર્બન સ્ટીલ ફ્રેમ અને એડજેસ્ટ કરી શકાય તેવી સીટ ધરાવતી વેસ્કો કિક પ્રો 14 ટી કિડ્સ સાઇકલ (₹3,099), 50 કિગ્રા વજન સહન કરવાની ક્ષમતા ધરાવતું લાઇફલોંગ ફોલ્ડેબલ કિડ્સ કિક સ્કૂટર (₹1,199) અથવા સ્થિરતા અને નિયંત્રણ માટે એડજેસ્ટ કરી શકાય તેવી સાઈઝ અને સ્મૂધ પીયુ વ્હીલ્સ ધરાવતા લાઇફલોંગ સ્કેટિંગ શૂઝ (₹2,399)ની સાથે ગતિશીલ બનો, જે દરેક સર્ફેસ પર જબરદસ્ત મજા પૂરી પાડે છે.
કિડ્સ સમર સ્લેમ અને સમર ટોઇઝ લિસ્ટ ઇવેન્ટ્સ Amazon.in પર અનુક્રમે 13 એપ્રિલ, 2026 અને 15 એપ્રિલ, 2026 સુધી ચાલું છે.
Aajna Samachar