Amazon.in દ્વારા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની જાહેરાત – 8 ઓક્ટોબર, 2026થી શરૂ થશે

Spread the love

ફક્ત પ્રાઇમ મેમ્બરો માટે 10% સુધી વધારાની છૂટ

  • ટોચની ડીલ્સ અને નવા લોન્ચિંગ: ગ્રાહકો આકર્ષક ડીલ્સ, કરોડો ઉત્પાદનોના વિશાળ સિલેક્શન પર વર્ષના સૌથી ઓછા ભાવ અને સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, ફેશન અને બ્યૂટી, કિચન અને આઉટડોર્સ, દૈનિક વપરાશની જરૂરિયાતો, ઘરની સજાવટ, એપ્લાયન્સિસ અને વધુ સહિત સૌથી મોટી બ્રાન્ડ્સના નવા લોન્ચિંગ મેળવી શકે છે
  • બેંક ઓફર: ગ્રાહકો SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે
  • પ્રાઇમ લાભો: ફક્ત પ્રાઇમ મેમ્બરો માટે 10% સુધી વધારાની છૂટ
  • આ તહેવારોની મોસમમાં મનોરંજન: વિવિધ કેટેગરીમાં આકર્ષક ઓફરોની સાથે, પ્રાઇમ મેમ્બરોને વિવિધ શૈલી અને ભાષામાં વિશિષ્ટ ઓરિજિનલ્સ માટે ભારતના સૌથી મોટા સ્ટ્રીમિંગ ડેસ્ટિનેશન પ્રાઇમ વીડિયો પર સર્વિસની ફેસ્ટિવલ લાઇન-અપના ભાગરૂપે વિવિધ ટાઇટલની શ્રેણીનો ઍક્સેસ પણ મળશે.
  • AI સાથે વધુ સ્માર્ટ શોપિંગ: ગ્રાહકો પ્રોડક્ટની તુલના કરી શકે છે, કિંમતનો ઇતિહાસ ચકાસી શકે છે, ભલામણો મેળવી શકે છે અને પ્રોડક્ટ પેજ પર AI શોપિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે અને વધુ સરળ રીતે તહેવારોની ખરીદી માટે શોધ કરી શકે છે.
  • સ્પીડ: in ભારતભરના ગ્રાહકોને જ્યારે જરૂર હોય ત્યારે સેલર્સ દ્વારા ઉત્પાદનોનું સૌથી મોટું સિલેક્શન પૂરું પાડે છે: હજારો પ્રોડક્ટ ગણતરીની મિનિટો અથવા થોડા કલાકોમાં, દસ લાખથી વધુ પ્રોડક્ટ ઓર્ડર આપ્યાના દિવસે જ, ચાર મિલિયનથી વધુ પ્રોડક્ટ ઓર્ડરના બીજા દિવસે ડિલિવર કરવામાં આવે છે અને બીજા ઘણા લાભ ઉપરાંત અમર્યાદિત પ્રાઇમ ડિલિવરી પણ કરવામાં આવે છે

બેંગ્લોર | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ | Amazon.in દ્વારા આજે ​​8 ઓક્ટોબર 2026થી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં તહેવારોની મોસમ આવી રહી છે, તેથી ગ્રાહકો સૌથી ઝડપી ગતિએ શ્રેષ્ઠ ભાવે વિશાળ સિલેક્શન મેળવી શકે છે. સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, સૌંદર્ય, ઘર માટે જરૂરી વસ્તુઓ અને કરિયાણા સહિત તમામ લોકપ્રિય શ્રેણીઓમાં ડીલ્સ ઉપલબ્ધ છે. ગ્રાહકોને SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને ફક્ત પ્રાઇમ મેમ્બરો માટે 10% સુધી વધારાનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ રહશે. આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં દરેક યુઝર માટે કંઈક ને કંઈક છે.

એમેઝોન ઇન્ડિયાના VP સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દેશના સૌથી મોટા શોપિંગ સેલિબ્રેશન માટે ગ્રાહકો, સેલર્સ અને બ્રાન્ડ્સને ભેગા કરીને ભારતીય તહેવારોની ભાવનાની ઉજવણી કરે છે. આ વર્ષે, સમગ્ર ભારતમાં ગ્રાહકો કરોડો પ્રોડક્ટ, બ્લોકબસ્ટર ડીલ્સ અને આકર્ષક નવા લોન્ચિંગ વર્ષના સૌથી નીચા ભાવે મેળવી શકે છે, જેમાં મિનિટો, કલાકો, ઓર્ડર આપ્યાના સમાન દિવસે અથવા બીજા દિવસે ડિલિવરી સાથે પ્રીમિયમ અને મૂલ્યવાન પ્રોડક્ટનું સૌથી મોટું સિલેક્શન મળશે. સેલર્સ દ્વારા પહેલાંથી જ આયોજિત ઉત્સાહજનક ડીલ્સની સાથે-સાથે, ગ્રાહકો આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં મોટી બચત થવાની આશા રાખી શકે છે.”

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દ્વારા, ગ્રાહકો વિશાળ સિલેક્શનમાંથી વર્ષની સૌથી ઓછી કિંમતે શોપિંગ કરી શકે છે, જેમાં દરેક પ્રકારના ખરીદદારને લાગુ પડે તેવી બ્લોકબસ્ટર ડીલ્સ, ટોપ 100 ડીલ્સ, મેગા ડીલ્સ, 8 PM ડીલ્સ અને બીજી કેટલાય પ્રકારની ડીલ્સનો સમાવેશ થાય છે. ગ્રાહકો “બાય મોર સેવ મોર”, એક્સચેન્જ મેલા, સેમ્પલ મેનિયા અને એમેઝોન કોમ્બોઝ જેવી ઓફરો સાથે, નો કોસ્ટ EMI અને વિવિધ શ્રેણીઓમાં એક્સચેન્જ ઓફરો સાથે વધુ બચત કરી શકે છે.

તહેવારોની મોસમ પહેલાં, એમેઝોન ઇન્ડિયાએ તેના સમગ્ર ભારતમાં કાર્યરત નેટવર્કમાં 160,000થી વધુ સિઝનલ કામની તકો ઉભી કરી છે, જેમાં મોટા મેટ્રો તેમજ ટિઅર 2 અને 3 શહેરો સહિત 400 શહેરોનો સમાવેશ થાય છે. ઝડપી અને વધુ ભરોસાપાત્ર ડિલિવરી પહોંચાડી શકાય તે માટે, કંપનીએ તેના અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશન નેટવર્ક વિસ્તરણની પણ જાહેરાત કરી, જેમાં 20 નવા ફુલફિલમેન્ટ સેન્ટરો, છ નવા સોર્ટિંગ સેન્ટરો અને 150 નવા છેવાડા સુધીના ડિલિવરી સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે. એમેઝોન ઇન્ડિયાના નેટવર્કમાં હવે દેશભરમાં 1.7 મિલિયનથી વધુ સેલર્સ છે ગ્રાહકોને સેવા આપવામાં મદદ કરે છે અને તેનો સેલર્સ બેઝ 20 લાખનો આંકડો ઓળંગી ગયો છે, જેમાં ગયા વર્ષે 3 લાખથી વધુ સેલર્સ જોડાયા છે.

60થી વધુ શહેરોમાં લાખો ગ્રાહકો માટે ઉપલબ્ધ એમેઝોન નાઉ સુવિધા દ્વારા ગ્રાહકો હવે ગણતરીની મિનિટોમાં અતિ-ઝડપી ડિલિવરી મેળવી શકે છે, જેમાં જલંધર, તિરૂપતિ, વારંગલ, ધારવાડ, વેલ્લોર અને બહેરમપુર જેવા નોન-મેટ્રો શહેરો પણ સામેલ છે અને દિવાળી પહેલાં 100 શહેરોમાં આ સુવિધા ઉપલબ્ધ થશે. ગ્રાહકો તાજા ફળો અને શાકભાજી, ફ્રોઝન ફૂડ, પીણાં, ઘરવપરાશની આવશ્યક ચીજો, વ્યક્તિગત સંભાળ, ફેશન અને બ્યૂટી, નાના એપ્લાયન્સિસ, ઘર અને કિચન તેમજ વધુ સહિત કરિયાણામાં વિશાળ સિલેક્શન મેળવી શકે છે. તમારા પિન કોડમાં એમેઝોન નાઉ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસવા માટે, તમારી એમેઝોન શોપિંગ એપ્લિકેશન પર જાઓ અને ટોચ પર ‘નાઉ’ બેનર શોધો. 

*બધી ડીલ્સ અને ઓફરો જોવા માટે, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો.

== સમાપ્ત ==


Spread the love

Check Also

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો અનોખો સમન્વય

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *