આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ ઇવેન્ટમાં સન્માન કર્યુ

Spread the love

અને વિધાર્થીઓને કેશ પ્રાઈઝ આપી તેમના ‘પ્રોબ્લેમ સોલ્વર’ સ્પિરિટને ઉજાગર કરી

  • આકાશ દરેક વિદ્યાર્થીને ‘પ્રોબ્લેમ સોલ્વર’ બનવા માટે તૈયાર કરે છે – કોઈ પણ નવી પરિસ્થિતિમાં શાંત, ફોકસ્ડ અને સોલ્યુશન-ઓરિએન્ટેડ રહેવા માટે પ્રેરણા આપે છે – જેમ કે આ વર્ષના પેપર ફોર્મેટમાં આવેલા ફેરફાર હોવા છતાં.
  • આકાશીયન્સે ફરી સાબિત કર્યુ છે કે જ્યારે તમે સમસ્યાઓ ઉકેલવાની કળા શીખો, ત્યારે કોઈપણ પરીક્ષા જીતી શકાય છે.

અમદાવાદ ૨૮ જૂન ૨૦૨૫: ભારતની અગ્રણી ટેસ્ટ પ્રીપ રકમ્પની, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ NEET UG અને JEE એડવાન્સ 2025 માં શાનદાર પરિણામ આપનારા અમદાવાદના ટોપર્સનો સન્માન કર્યો. ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ નામના વિશિષ્ટ ઈવેન્ટમાં આકર્ષક કેશ પ્રાઈઝ અને સર્ટિફિકેટ દ્વારા ટોપર્સની સફળતાની ઉજવણી કરવામાં આવી.

આ વર્ષે NEET UG 2025 નું પેપર મોડલ અને લેવલ પહેલા કરતા વધુ મુશ્કેલ હતું, તેમ છતાં આકાશના વિદ્યાર્થીોએ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઉલ્લેખનીય પરિણામો આપ્યા.

NEET UG 2025 માં આકાશીયન્સે Top 10માં 5 રેન્ક (AIR 2, 3, 5, 9 અને 10) હાંસલ કરી છે, જ્યારે Top 100માં 35 વિદ્યાર્થીઓ છે. એ ઉપરાંત, 11 વિદ્યાર્થીઓએ અલગ-अलग રાજ્યોમાં સ્ટેટ ટોપર્સ બનવાનો ગૌરવ મેળવ્યો છે – જેમ કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દાદરા-નગરહવેલી, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ, ગોવા અને દમણ-દિવ.

JEE એડવાન્સ 2025માં પણ અમદાવાદના આકાશીયન્સે અસરકારક કામગીરી કરી છે.

MD અને CEO શ્રી દીપક મહેતા મહેરોત્રાએ જણાવ્યું કે, “આકાશમાં અમે વિદ્યાર્થીઓને બદલાતી પરિસ્થિતિમાં એડજસ્ટ થવાનું શીખવીએ છીએ. NEET 2025નું ફોર્મેટ અલગ અને વધુ મુશ્કેલ હતું, પણ આકાશીયન્સે ફરી સાબિત કર્યું કે, જો તમારી પાસે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોય, તો તમે કોઈપણ પરીક્ષા સરળતાથી ક્રેક કરી શકો.”

અમદાવાદના કેટલાક ટોપર્સ:

  • NEET UG 2025: દર્શ સેરાથિયા (AIR 118), ખુશ પટેલ (AIR 173), મિષ્ટી બાચાણી (AIR 229), વૈભવ પોરવલ (AIR 269), અને મોહમ્મદઝૈદ મોમિન (AIR 415)
  • JEE એડવાન્સ: આરુષ આનંદ (AIR 64), અભિનીત પાંડે (AIR 101), આયુષ પટેલ (AIR 358), સહમ આચાર્ય (AIR 796)

આ તમામ ટોપર્સને આજે યોજાયેલી ઈવેન્ટમાં સન્માનિત કરવામાં આવ્યા. તેમની સફળતા માત્ર તેમના માટે નહીં પણ સમગ્ર શહેર અને રાજ્ય માટે ગૌરવનું કારણ બની છે.

ડૉ. એચ.આર. રાવ, ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ, AESL એ જણાવ્યું કે: “આ વર્ષે પણ અમારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે એક મજબૂત એકેડેમિક સિસ્ટમ અને પર્સનલાઈઝ્ડ ગાઈડન્સ દ્વારા કોઈપણ વિદ્યાર્થીઓને ફ્યુચર-રેડી લર્નર બનાવી શકાય છે. અમે બધાને દિલથી અભિનંદન આપીએ છીએ.”

ટોપર્સે વિદ્યાર્થીઓ સાથે તેમની તૈયારીના અનુભવ શેર કર્યા – કેવી રીતે સમય સંચાલન કરવો, સ્ટ્રેસ મેનેજ કરવો અને પરીક્ષા માટે સ્ટ્રેટેજી બનાવવી. આ ઈન્ટરેક્ટિવ સેશનથી વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને અનેક પ્રશ્નોના જવાબ મળ્યા અને ભવિષ્યની તૈયારીમાં માર્ગદર્શન મળ્યું.


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *