OPPO ઈન્ડિયાએ રજૂ કરી Reno16 સિરીઝ: AI Portrait Camera અને AI Remix Collage સાથે ક્રિએટિવ ફોટોગ્રાફી હવે વધુ શાનદાર

Spread the love

  • Reno16 સિરીઝમાં OPPO લાવ્યું નવું AI એડિટિંગ ટૂલકિટ: AI Remix, Pop cam અને Popout 2.0
  • Reno સિરીઝમાં પહેલીવાર રજૂ થયું AI Snap Key, માત્ર એક સિંગલ પ્રેસ પર મળશે AI Mind Space અને અન્ય ટૂલ્સની સુવિધા
  • OPPO એ રજૂ કર્યું પ્રથમ સ્માર્ટ કેમેરા કમ્પેનિયન અને એક્સેસરી: OPPO Bubble
  • Reno16 સિરીઝ સાથે લોન્ચ થનારા ઓલ-ન્યુ OPPO Enco Air5 માં મળશે Active Noise Cancellation સાથે ફ્લેગશિપ-લેવલ ઓડિયો.

નવી દિલ્હી | ૦૨ જુલાઈ ૨૦૨૬ | OPPO ઈન્ડિયાએ આજે ભારતમાં Reno16 સિરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં Reno16 અને Reno16c સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે. આ સિરીઝ ભારતની પ્રથમ HoloVerse 3D Design, 50MP 3.5× Telephoto લેન્સ ધરાવતો AI Portrait camera, Natural Tone Imaging અને All-Focal-Length 4K 60fps HDR વિડિયો રેકોર્ડિંગ જેવા શાનદાર ફીચર્સ સાથે આવે છે. ખાસ કરીને એવા યુવા યુઝર્સ માટે ડિઝાઈન કરાયેલી કે જેઓ સ્માર્ટફોનને માત્ર વાતચીતના સાધનથી કંઈક વધુ સમજે છે, આ Reno16 સિરીઝ એક કેમેરા, ક્રિએટિવ સ્ટુડિયો, પ્રોડક્ટિવિટી કમ્પેનિયન અને પર્સનલ આસિસ્ટન્ટનો અદભુત સમન્વય પૂરો પાડે છે. AI Remix Collage, Pop Cam અને Popout 2.0 જેવા AI-પાવર્ડ ટૂલ્સથી શાનદાર કન્ટેન્ટ ક્રિએટ કરવાથી લઈને લેટેસ્ટ ColorOS 16 ના સ્માર્ટ એક્સપિરિયન્સ સાથે, Reno16 સિરીઝ યુઝર્સને કોઈ પણ અડચણ વગર કન્ટેન્ટ ક્રિએટ કરવા, કનેક્ટ થવા અને સેલ્ફ-એક્સપ્રેશન માટે સક્ષમ બનાવે છે.

આ લોન્ચિંગ અંગે વાત કરતા OPPO ઈન્ડિયા ના જનસંપર્ક અને સંચાર વડા, ગોલ્ડી પટનાયકે જણાવ્યું કે, “આજની જનરેશન માટે સ્માર્ટફોન માત્ર એક ડિવાઇસ નથી, પરંતુ તે એક એવું માધ્યમ છે જ્યાંથી ક્રિએટિવિટીની શરૂઆત થાય છે, સ્ટોરીઝ કેપ્ચર થાય છે અને દરેક વ્યક્તિ પોતાની અનોખી શૈલીને એક્સપ્રેસ કરે છે. Reno સિરીઝ હંમેશાં ટ્રેન્ડસેટિંગ ડિઝાઈન અને મિનિંગફુલ ઇનોવેશનનો અદભુત સમન્વય રહી છે, જે યુવા યુઝર્સના ક્રિએટ કરવા અને કનેક્ટ થવાના અંદાજ સાથે સતત અપગ્રેડ થતી રહી છે. Reno16 સિરીઝ સાથે અમે અમારી અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી ડિઝાઈન અને ઇન્ટેલિજન્ટ કેમેરા એક્સપિરિયન્સ લઈને આવ્યા છીએ. આ સાથે જ આમાં એવું AI આપવામાં આવ્યું છે જે બેકગ્રાઉન્ડમાં એકદમ નેચરલી કામ કરે છે, જેથી રોજિંદી ક્રિએટિવિટી વધુ સરળ બની જાય છે. અમારું દરેક ઇનોવેશન ખાસ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે જેથી યુઝર્સ સાચી અને વાસ્તવિક પળોને કેપ્ચર કરી શકે, પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે અને તેમના રોજિંદા જીવનમાં પ્રીમિયમ અનુભવોનો આનંદ માણી શકે.”

ભારતની પ્રથમ HoloVerse 3D ડિઝાઇન

Reno ની દરેક જનરેશન એક નવી ડિઝાઇન આઇડેન્ટિટી રજૂ કરે છે, અને Reno16 સિરીઝ તેના અત્યાર સુધીના સૌથી શાનદાર અને બોલ્ડ અંદાજ સાથે આ પરંપરાને આગળ ધપાવે છે. બ્રહ્માંડની સુંદરતા અને તેના રહસ્યોથી પ્રેરિત થઈને, Reno16 સિરીઝ સાથે ભારતની પ્રથમ HoloVerse 3D ડિઝાઇન ની શરૂઆત થઈ રહી છે. આમાં OPPO ની ઇન્ડસ્ટ્રી-એક્સક્લુઝિવ HoloVerse 3D ટેકનોલોજી અને ઓલ-ન્યુ 3D Pop Planet ડિઝાઇન નો અદભુત સમન્વય કરવામાં આવ્યો છે, જે આ સ્માર્ટફોનને દરેક બાજુથી એકદમ યુનિક અને આકર્ષક લુક આપે છે.

ખાસ કરીને સ્ટેરી વ્હાઇટ વેરિઅન્ટમાં જોવા મળતી 3D Pop Planet ડિઝાઇન ચશ્મા વગર પણ જોઈ શકાય તેવી શાનદાર naked-eye 3D effect ક્રિએટ કરે છે, જેનાથી ફોનની સરફેસ નીચે એક આકાશી ગ્રહ તરતો હોય તેવો આભાસ થાય છે. હાઈ-પ્રિસિઝન ડ્યુઅલ-લેયર ઓપ્ટિકલ સ્ટ્રક્ચર અને લાખો માઇક્રોલેન્સથી સજ્જ આ ડિઝાઇન પર જ્યારે લાઈટ પડે છે અને જોવાનો એંગલ બદલાય છે, ત્યારે તેનો લુક વધુ આકર્ષક બનીને નિખરી ઉઠે છે અને દરેક નજરે એક અદભુત ડેપ્થ અને મૂવમેન્ટનો અહેસાસ કરાવે છે. આ સિગ્નેચર લુકને વધુ આકર્ષક બનાવવા માટે આમાં OPPO ની Floating 3D Glitter ફિનિશ અને Dynamic Stellar Ring આપવામાં આવી છે, જે કેમેરા મોડ્યુલની આસપાસ એક અનોખી ચમક અને ડેપ્થ ઉમેરીને તેને એક ખાસ ઓળખ આપે છે. સીમલેસ વન-પીસ કોલ્ડ-સ્કલ્પટેડ ડિઝાઇન સાથે તૈયાર કરાયેલા Reno16 અને Reno16c સ્માર્ટફોન્સ સ્ટેરી વ્હાઇટ, ટ્વીલાઇટ વાયોલેટ અને સ્ટેલર પર્પલ કલર્સમાં ઉપલબ્ધ છે, જે યુનિક સ્ટાઇલ અને સેલ્ફ-એક્સપ્રેશનને પસંદ કરનારા યુઝર્સને એક પ્રીમિયમ લુક આપે છે.

Reno16 સિરીઝ રોજિંદા વપરાશમાં આરામદાયક અનુભવ આપવા માટે ખાસ ડિઝાઈન કરાયેલી Elegant Ergonomics અને ઇમર્સિવ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. Reno16 માં અલ્ટ્રા-થિન બેઝલ્સ ધરાવતી કમ્પેક્ટ 6.32-ઇંચ ની ડિસ્પ્લે આપવામાં આવી છે, જ્યારે Reno16c માં 6.57-ઇંચ ની મોટી ડિસ્પ્લે મળે છે. આ બંને સ્માર્ટફોન FHD+ રેઝોલ્યુશન, સ્મૂધ 120Hz રિફ્રેશ રેટ અને એડવાન્સ આઇ-કેર ટેકનોલોજીને સપોર્ટ કરે છે, જે આખો દિવસ આંખોને કોઈ પણ થાક વગર એકદમ વાઇબ્રન્ટ અને શાનદાર વિઝ્યુઅલ એક્સપિરિયન્સ પૂરો પાડે છે. Reno16 માત્ર 8.22mm પાતળો અને 182g જેટલો વજનમાં હલકો છે, જ્યારે Reno16c ની જાડાઈ 8.44mm અને વજન આશરે 195g છે, જેથી આ બંને ડિવાઇસને આખો દિવસ હાથમાં પકડવામાં બિલકુલ સરળતા રહે છે. રોજિંદા વપરાશમાં મજબૂત સુરક્ષા આપવા માટે, આ બંને ફોનમાં એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમની સાથે OPPO નું મજબૂત સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ આ સ્માર્ટફોન્સ હાઇએસ્ટ લેવલના IP66, IP68, IP69 અને IP69K ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે, જે પાણી ઢોળાવવા, વરસાદ અથવા હાઈ-પ્રેશર વોટર જેટ સામે પણ ફોનને પૂરી સુરક્ષા આપે છે.

Reno16 સિરીઝ સાથે પહેલીવાર રજૂ થઈ રહેલી AI Snap Key ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી માટે ઇન્સ્ટન્ટ એક્સેસ આપે છે. યુઝર્સ માત્ર એક સિંગલ ક્લિક કરીને કોઈ પણ કન્ટેન્ટને Mind Space માં સેવ કરી શકે છે, વોઇસ નોટ્સ રેકોર્ડ કરી શકે છે અથવા કેમેરા, ટ્રાન્સલેટર અને રેકોર્ડર જેવા વારંવાર વપરાતા ટૂલ્સને તરત જ ઓપન કરી શકે છે.

નવી પેઢી માટે ટ્રેન્ડસેટિંગ AI કૅમેરા

Reno16 એક વર્સેટાઈલ ઇમેજિંગ સિસ્ટમ સાથે આવે છે, જેમાં 50MP Ultra-Clear Main Camera, 100° ફિલ્ડ ઓફ વ્યુ ધરાવતો 50MP Ultra-Wide Selfie Camera અને 50MP Ultra-Wide Camera નો સમાવેશ થાય છે. આ સાથે જ આમાં Dual Flash System આપવામાં આવી છે, જે લો-લાઇટ (ઓછા પ્રકાશ) માં પણ વધુ બ્રાઇટ અને ક્લિયર ફોટોગ્રાફી પ્રદાન કરે છે. Reno16c પણ આવી જ વર્સેટિલિટી સાથે આવે છે, જેમાં 50MP Main Camera, 50MP Ultra-Wide Selfie Camera અને એક Ultra-Wide Camera મળે છે, જે દરેક સ્થિતિમાં વાઇબ્રન્ટ અને ડિટેઇલ્ડ ઇમેજીસ માટે Dual Flash System દ્વારા સપોર્ટેડ છે. Reno16 તેના ત્રણેય ફોકલ લેન્થ – અલ્ટ્રા-વાઇડ, મેઇન અને ટેલિફોટો પર 4K 60fps HDR video શૂટ કરી શકે છે, જે કોઈ પણ બાજુથી ડાયનેમિક રેન્જ કે કલર એક્યુરેસી બગાડ્યા વગર પર્ફેક્ટ ફૂટેજ આપે છે. આમાં આપેલું 4K Auto Straighten વીડિયો રેકોર્ડિંગ ફીચર હાથ ધ્રુજવાને કારણે થતી મુવમેન્ટને રિયલ ટાઇમમાં સુધારે છે, જ્યારે Zoom Free Video અલગ-અલગ ઝૂમ ટ્રાન્ઝિશન દરમિયાન પણ વીડિયોની ક્લેરિટી અને સ્ટેબિલિટી જાળવી રાખે છે, જે ક્રિએટર્સને એક કમ્પ્લીટ અને સીમલેસ વીડિયો ટૂલકિટ પૂરી પાડે છે.

આ બંને ડિવાઇસ 50MP 3.5× Telephoto Portrait Camera થી સજ્જ છે, જે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સના ફેવરિટ એવા ક્લાસિક 85mm portrait lens જેવી જ ફોકલ લેન્થ પ્રદાન કરે છે.

OPPO ની Natural Tone Imaging ટેકનોલોજી સ્કીન ટોન, કલર રિપ્રોડક્શન અને લાઇટિંગ વચ્ચે બુદ્ધિપૂર્વક બેલેન્સ જાળવી રાખે છે, જેથી દરેક ફોટામાં એકસરખો આર્ટિફિશિયલ લુક આપવાને બદલે દરેક વ્યક્તિની આગવી ઓળખ જળવાઈ રહે છે. બપોરના આકરા તડકામાં, સૂર્યાસ્તના સોનેરી આકાશ નીચે કે પછી કોઈ કૅફેની ઝાંખી લાઈટમાં શૂટિંગ કરતી વખતે પણ આ સિસ્ટમ ચહેરાની ઝીણી વિગતો, નેચરલ ટેક્સચર અને રિયલિસ્ટિક કલર્સને સચોટ રીતે કેપ્ચર કરે છે, જેથી દરેક ફોટોગ્રાફ તે પળના સાચા વાતાવરણ અને અનુભવને બિલકુલ તેવો જ દર્શાવે છે જેવો તમે અનુભવ્યો હોય.

નવી પેઢીની ક્રિએટિવિટીને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરાયેલી સિરીઝ

આજના ક્રિએટર્સ માત્ર પળોને કેપ્ચર નથી કરતા, પરંતુ તે સ્ટોરીઝ રજૂ કરે છે. વિકેન્ડ ગેટઅવે હોય, કૅફે વ્લોગ હોય, ફોટો ડમ્પ હોય કે પછી મિત્રો સાથેની કોઈ અચાનક બનેલી પળ હોય, ક્રિએટિવિટી હવે રોજિંદા જીવનની એક અભિવ્યક્તિ બની ગઈ છે. ક્રિએટર્સની આ નવી પેઢી માટે જ ખાસ ડિઝાઈન કરાયેલી Reno16 સિરીઝ AI-પાવર્ડ ફોટોગ્રાફી અને ઇન્ટ્યુટિવ એડિટિંગ ટૂલ્સનું શાનદાર કોમ્બિનેશન પૂરું પાડે છે, જે કન્ટેન્ટ ક્રિએટ કરવાનું અને તેને શેઅર કરવાનું એકદમ સરળ બનાવે છે. આ શ્રેષ્ઠ એક્સપિરિયન્સને લીડ કરે છે આમાં આપેલું AI Remix Collage ફીચર, જે માત્ર થોડા જ ટેપ્સમાં કસ્ટમાઇઝેબલ લેઆઉટ્સ, ટેક્સ્ટ, સ્ટીકર્સ અને આર્ટિસ્ટિક ઇફેક્ટ્સની મદદથી સામાન્ય ફોટા, લાઇવ ફોટા અને વીડિયોને ડાયનેમિક વિઝ્યુઅલ સ્ટોરીઝમાં સ્માર્ટલી ટ્રાન્સફોર્મ કરે છે.

Pop Cam ફિલ્મ, રેટ્રો અને લાઇફસ્ટાઇલ એસ્થેટિક્સથી પ્રેરિત નવ AI-ક્યુરેટેડ સ્ટાઇલ્સ રજૂ કરે છે, જે યુઝર્સને તેમના ફોટોઝને ઇન્સ્ટન્ટલી પર્સનલાઇઝ કરવાની સુવિધા આપે છે. બીજી તરફ, Popout 2.0 સબ્જેક્ટ્સને ફ્રેમની બહાર વિસ્તૃત કરીને ક્રિએટિવિટીનો એક નવો જ રંગ ઉમેરે છે; સાથે જ તે વધુ ઇમર્સિવ વિઝ્યુઅલ્સ બનાવવા માટે લોકો, પાલતુ પ્રાણી, પ્રખ્યાત સ્થળો અને રોજિંદી વસ્તુઓને પણ ઇન્ટેલિજન્ટલી ઓળખી લે છે.

Dual-View Video 2.0 ફ્રન્ટ અને રિયર કેમેરા દ્વારા એકસાથે રેકોર્ડિંગ કરે છે, જેથી કોઈ પણ પળ અને ક્રિએટરના હાવભાવ બંનેને એક જ વારમાં કેપ્ચર કરવા ખૂબ જ સરળ બને છે. આમાં મળતા ફ્લેક્સિબલ લેઆઉટ્સ અને સીમલેસ ફોકલ-લેન્થ સ્વિચિંગ ફીચર ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ અને રોજિંદા વ્લોગિંગ માટે વધુ ક્રિએટિવ ફ્રીડમ આપે છે.

આ શાનદાર અનુભવોને વધુ બહેતર બનાવવા માટે AI-પાવર્ડ ઇમેજિંગ ટૂલ્સનો એક આખો સેટ આપવામાં આવ્યો છે, જેમાં AI Recompose, AI Perfect Shot, AI Best Face, AI Unblur, AI Eraser, AI Flash Photography 3.0 અને AI Studio નો સમાવેશ થાય છે. આ તમામ ટૂલ્સ ભેગા મળીને યુઝર્સને ફોટોના કમ્પોઝિશનને સુધારવામાં, ક્લેરિટી વધારવામાં, બેકગ્રાઉન્ડમાંથી નકામી વસ્તુઓ હટાવવામાં અને સોશિયલ મીડિયા પર શેઅર કરવા માટે એકદમ પર્ફેક્ટ કન્ટેન્ટ તૈયાર કરવામાં મદદ કરે છે, જેનાથી તમે દરેક પળમાં પ્રોફેશનલ જેવી ક્રિએટિવિટી લાવી શકો છો.

OPPO Bubble: સ્વેગ બતાવવાનો નવો ક્રેઝ

Reno16 સિરીઝના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે OPPO Bubble રજૂ કરવામાં આવ્યું છે. આ OPPO નું સૌપ્રથમ એવું સ્માર્ટ કેમેરા કમ્પેનિયન છે, જેને ખાસ કરીને એવા ક્રિએટર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ ફંક્શનાલિટી અને સેલ્ફ-એક્સપ્રેશન બંનેને મહત્વ આપે છે. માત્ર 27.5 ગ્રામ વજન ધરાવતું અને મેગ્નેટિકલી એટેચ થઈ જતું આ OPPO Bubble ખાસ 1.73-AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે રિયર કેમેરાનું પ્રીવ્યૂ દર્શાવે છે. આની મદદથી યુઝર્સ ફોનના દમદાર રિયર કેમેરાનો ઉપયોગ કરીને પણ એકદમ પરફેક્ટ ફ્રેમવાળી સેલ્ફી, ગ્રૂપ ફોટોગ્રાફ્સ અને ક્રિએટિવ શોટ્સ સરળતાથી કેપ્ચર કરી શકે છે. 550mAh battery અને IP54 dust and water resistance થી સજ્જ આ બબલ એક વાયરલેસ રિમોટ, કસ્ટમાઇઝેબલ ડિજિટલ એક્સેસરી અને એક ઇન્ટરેક્ટિવ લાઇફસ્ટાઇલ પાર્ટનર તરીકે પણ કામ કરે છે, જે Reno16 ઇકોસિસ્ટમની ક્રિએટિવ ક્ષમતાઓને સ્માર્ટફોન કરતાં પણ ઘણી આગળ લઈ જાય છે.

ColorOS 16 ના લેટેસ્ટ અપડેટ્સ

ColorOS 16 ઓપરેટિંગ સિસ્ટમ સાથે Reno16 સિરીઝ યુઝર્સને OPPO નો અત્યાર સુધીનો સૌથી પાવરફુલ અને પર્સનલાઇઝ્ડ AI એક્સપિરિયન્સ આપે છે. આ અપડેટ ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ અને ટ્રાવેલર્સ માટે રોજિંદા કામોને વધુ આસાન બનાવે છે, જેમાં બધું યાદ રાખવું, કામોને ઓર્ગેનાઇઝ કરવા, સ્માર્ટલી ટ્રાવેલ કરવું અને ઝડપથી જવાબો મેળવવું એકદમ સરળ બની જાય છે. હવે વારંવાર એપ્સ બદલવાની કે મેન્યુઅલ કામોમાં સમય બગાડવાની કોઈ ઝંઝટ નહીં રહે, જેનાથી તમારો વર્કફ્લો ક્યાંય અટકશે નહીં.

આ શાનદાર અનુભવના કેન્દ્રમાં છે AI Mind Pilot, જે એગ્રીગેટેડ LLMs અને પર્સનલાઇઝ્ડ મેમરી કેપેબિલિટીઝનું ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ કોમ્બિનેશન છે. આ ફીચર Gemini, Perplexity અને ChatGPT ને એક સિંગલ સ્ક્રીન પર સાથે લાવે છે. યુઝર્સે હવે કોઈ પણ ભલામણો, રિસર્ચ કે પ્લાનિંગ માટે અલગ-અલગ AI એપ્લિકેશન્સ બદલવાની જરૂર નહીં પડે; તેઓ સૌથી સુસંગત મોડલમાંથી ઓટોમેટિક જવાબો મેળવી શકે છે અથવા શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે બંને મોડલ્સના જવાબોને સાઇડ-બાય-સાઇડ જોઈ શકે છે. AI Snap Key ની મદદથી યુઝર્સ પોતાના ડિવાઇસ પર ગમે ત્યાંથી મહત્વની પળો, વિચારો અને કન્ટેન્ટને તરત જ કેપ્ચર કરી શકે છે. આ બધી જ કેપ્ચર કરેલી માહિતી AI Mind Space માં સ્માર્ટલી વર્ગીકૃત અને ઓર્ગેનાઇઝ થાય છે. આ એક એવું ઇન્ટેલિજન્ટ મેમરી હબ છે જે વિખરાયેલી માહિતીને એક જગ્યાએ કન્ટેક્સ્ટ મુજબ સેટ કરે છે, અને યુઝર માટે બિલકુલ એક “સેકન્ડ બ્રેઇન” ની જેમ કામ કરે છે. AI Bill Manager રોજિંદા બિલ્સ, સ્ક્રીનશોટ્સ, મેસેજીસ અને વોઇસ ઇનપુટ્સને વ્યવસ્થિત ફાઇનાન્સિયલ રેકોર્ડ્સમાં ટ્રાન્સફોર્મ કરે છે. તે ખર્ચના પ્રકાર ઓળખવામાં, આવક-ખર્ચનો હિસાબ રાખવામાં મદદ કરે છે. સાથે જ, તે તત્કાલ વિનિમય દર મુજબ અલગ-અલગ દેશોના ચલણને પારખીને તમારા મહિનાના આખા ખર્ચની વિગતો એકસાથે તૈયાર કરે છે.

AI Menu Translation રેસ્ટોરન્ટના ફિઝિકલ મેનૂનું તરત જ ભાષાંતર કરે છે, જેમાં તે વાનગીઓ અને તેમાં વપરાતી સામગ્રીને ઓળખવાની સાથે એલર્જીની માહિતી પણ આપે છે. આ ઉપરાંત, તે મેનૂના ભાવોને યુઝરની પસંદગીના ચલણમાં કિંમત ગણી આપે છે. AI Voice Translation આસપાસના વધારાના અવાજને ફિલ્ટર કરીને એકદમ સ્પષ્ટ અવાજ કેપ્ચર કરે છે, જેનાથી અલગ-અલગ ભાષા બોલતા લોકો વચ્ચે બિલકુલ નેચરલ વાતચીત શક્ય બને છે. તે જ રીતે, AI Live Translation વાતચીતના સંદર્ભ મુજબ વાસ્તવિક સમયમાં જ ભાષાંતર  કરીને યુઝર્સને સામેની વ્યક્તિની વાત સમજવામાં મદદ કરે છે, જે ઇન્ટરનેશનલ મીટિંગ્સ, લેક્ચર્સ કે સેમિનાર્સમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

AI Recording Sticker મીટિંગ્સ, લેક્ચર્સ અને વાતચીત રેકોર્ડ કરવાનો અનુભવ વધુ સ્માર્ટ બનાવે છે. આ ફીચરની મદદથી યુઝર્સ રેકોર્ડિંગ અથવા પ્લેબેક દરમિયાન જ મહત્વના પોઇન્ટ્સ પર માર્કર્સ ઉમેરી શકે છે, ફોટા ઇન્સર્ટ કરી શકે છે અને ટેક્સ્ટ નોટ્સ બનાવી શકે છે, અને ત્યારબાદ આ ફીચર આપોઆપ હાઇલાઇટ કરેલા મુખ્ય મુદ્દાઓ સાથે સચોટ  સારાંશ તૈયાર કરી આપે છે. AI Scan અને AI Extract ફીચર્સ ડોક્યુમેન્ટ્સ, હેન્ડઆઉટ્સ, ઈમેજીસ, ટેબલ્સ અને જટિલ લેઆઉટ્સને ડિજિટલ ફોર્મેટમાં બદલી દે છે, અને માત્ર ગણતરીની સેકન્ડોમાં જ આ બધી માહિતીને સંપાદિત કરી શકાય તેવા ડિજિટલ કન્ટેન્ટમાં સચોટ રીતે કન્વર્ટ કરે છે.

પાવરફુલ પર્ફોર્મન્સ, ઓલ-ડે બેટરી

Reno16 માં દમદાર પર્ફોર્મન્સ માટે Snapdragon® 7 Gen 4 Mobile Platform આપવામાં આવ્યું છે. આ એડવાન્સ 4nm પ્લેટફોર્મ યુઝર એક્સપિરિયન્સના દરેક પાસાને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. આ પ્રોસેસર સાથે CPU પર્ફોર્મન્સ 27% સુધી વધુ ઝડપી બને છે, જેમાં 2.8GHz સુધીની પીક ક્લોક સ્પીડ મળે છે; જ્યારે GPU ગ્રાફિક્સ રેન્ડરિંગ 30% સુધી વધુ ફાસ્ટ બને છે.

બીજી તરફ, Reno16c માં MediaTek Dimensity 7300 4nm ચિપસેટ આપવામાં આવ્યું છે, જે ચાર 2.5GHz Cortex-A78 કોર્સ અને ચાર Cortex-A55 કોર્સથી સજ્જ છે. આ સ્માર્ટફોન Mali-G615 MC2 GPU, 24GB સુધીની રેમ (12GB ફિઝિકલ + 12GB વર્ચ્યુઅલ) અને UFS 3.1 સ્ટોરેજ સાથે આવે છે. આ આખી સિરીઝમાં, AI LinkBoost 4.0 કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવે છે અને 73% સુધી ફાસ્ટ શેરિંગ સ્પીડ આપે છે; જ્યારે AI HyperBoost 2.0 ગેમિંગના સૌથી હેવી સેશન્સ દરમિયાન પણ 120 fps સુધી સ્મૂધ અને સ્ટેબલ ગેમપ્લે પ્રદાન કરે છે.

Reno16 માં 80W SUPERVOOC™ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6700mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવી છે, જ્યારે Reno16c આનાથી પણ એક સ્ટેપ આગળ વધીને દમદાર 7000mAh ની બેટરી અને 80W SUPERVOOC™ ચાર્જિંગ સાથે આવે છે. આ દમદાર બેટરી બેકઅપ યુઝર્સને આખો દિવસ કોઈ પણ અડચણ વગર કામ કરવા, મનોરંજન મેળવવા અને કનેક્ટેડ રહેવાની ખાતરી આપે છે.

OPPO Enco Air5 સાથે મેળવો કમ્પ્લીટ એક્સપિરિયન્સ

Reno16 સિરીઝની સાથે લોન્ચ થઈ રહેલા નવા OPPO Enco Air5, અલ્ટ્રા-વાઇડ 5,000Hz ફ્રિક્વન્સી રેન્જ પર 52dB સુધીના Active Noise Cancellation (ANC) ફીચર સાથે વધુમાં વધુ યુઝર્સ સુધી ફ્લેગશિપ ઓડિયો એક્સપિરિયન્સ પહોંચાડે છે. ટ્રિપલ-માઇક્રોફોન સિસ્ટમ અને AI-સંચાલિત કોલ નોઇઝ રિડક્શનથી સજ્જ આ ઇયરબડ્સ, અવાજવાળા વાતાવરણ અને પવન ફૂંકાતો હોય તેવી સ્થિતિમાં પણ બિલકુલ સ્પષ્ટ વોઇસ કોલિંગ પ્રદાન કરે છે.

આખો દિવસ આરામદાયક અનુભવ આપવા માટે ડિઝાઇન કરાયેલા, માત્ર 4.3g વજન ધરાવતા આ લાઇટવેઇટ ઇયરબડ્સ IP55 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ, 54 કલાક સુધીની લાંબી બેટરી લાઇફ અને TÜV Rheinland-સર્ટિફાઇડ બેટરી ડ્યુરેબિલિટી સાથે આવે છે. આમાં આપેલું 12mm Dynamic Bass Driver, OPPO Alive Audio અને Clear Acoustic Cavity Design એક શાનદાર અને ઇમર્સિવ ઓડિયો પર્ફોર્મન્સ આપે છે; જ્યારે Sound Master EQ અને 10-band Pro Equaliser ની મદદથી યુઝર્સ પોતાની પસંદગી મુજબ સાઉન્ડ સેટિંગ્સને પર્સનલાઇઝ કરી શકે છે. Bluetooth® 6.1, એન્ડ્રોઇડ, iOS અને વિન્ડોઝ વચ્ચે ડ્યુઅલ-ડિવાઇસ કનેક્ટિવિટી, તેમજ AI Translate, Google Gemini અને Spotify જેવા ફીચર્સ સાથેના સીમલેસ ઇન્ટિગ્રેશનને કારણે, OPPO Enco Air5 વધુ સ્માર્ટ અને શાનદાર ઓડિયો એક્સપિરિયન્સ સાથે Reno16 ઇકોસિસ્ટમને પૂર્ણ કરે છે. આ ઇયરબડ્સ લેવેન્ડર પર્પલ અને મિડનાઇટ બ્લેક કલર્સમાં ઉપલબ્ધ છે.

કિંમત અને ઉપલબ્ધતા

Reno16 5G ના 8GB + 256GB વેરિઅન્ટની કિંમત ₹61,999 અને 12GB + 256GB વેરિઅન્ટની કિંમત ₹67,999 રાખવામાં આવી છે. બીજી તરફ, Reno16c 5G ત્રણ કોન્ફિગરેશનમાં ઉપલબ્ધ થશે, જેમાં 8GB + 128GB વેરિઅન્ટ ₹46,999 માં, 8GB + 256GB વેરિઅન્ટ ₹49,999 માં અને 12GB + 256GB વેરિઅન્ટ ₹55,999 માં મળશે. OPPO Reno16 સિરીઝ ખરીદી માટે 9 જુલાઈ 2026 થી એમેઝોન, ફ્લિપકાર્ટ , મેઇનલાઇન રિટેલ આઉટલેટ્સ અને OPPO ઇ-સ્ટોર  પર શાનદાર ઓફર્સ સાથે ઉપલબ્ધ થશે.

  • પસંદગીના બેંક પાર્ટનર્સના ક્રેડિટ કાર્ડ્સ અને UPI ટ્રાન્ઝેક્શન્સ પર મેળવો 10% સુધીનું કેશબેક*.
  • અગ્રણી ફાઈનાન્સર્સ તરફથી 18 મહિના સુધીની ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમનો લાભ લો.
  • અગ્રણી ટ્રેડ-ઇન પાર્ટનર્સ સાથે મેળવો ₹5,000 નું એક્સચેન્જ બોનસ.
  • કોઈ પણ વધારાના ખર્ચ વગર મેળવો 180 દિવસનું સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન*.
  • Reno16 સિરીઝના દરેક સ્માર્ટફોનની ખરીદી પર OPPO Enco Buds3 Pro+ પર મેળવો 50% ઓફ.
  • OPPO Bubble સાથે બંડલ તરીકે Reno16 સિરીઝ ખરીદવા પર 18 મહિનાની ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ અથવા 10% ઇન્સ્ટન્ટ કેશબેક ઓફરનો લાભ મેળવો.

OPPO Bubble નું વેચાણ 9 જુલાઈથી ₹7,999 ની કિંમતે શરૂ થશે, જ્યારે OPPO Enco Air5 આજથી એટલે કે 2 જુલાઈથી જ OPPO ઈ-સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન અને અગ્રણી મેઇનલાઇન રિટેલ આઉટલેટ્સ પર ₹3,299 ની કિંમતે ઉપલબ્ધ થશે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *