સિટીના પંડીત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026નું આયોજન થયું

Spread the love

ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026માં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ હુમા કુરેશી અને સાકિબ સલીમ 12 જેટલી મહિલાઓને સન્માનિત કર્યા

અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | સિટીના પંડીત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે બોલિવૂડ હબ, હાર્ટ ફાઉન્ડેશન તેમજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તાજેતરમાં ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026નું આયોજન કરાયું હતું. આ એવૉર્ડ સેરેમની મહિલાઓને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા નેતૃત્વ, પ્રેરણા અને સમાજમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે.

મહિલા અચીવર એવોર્ડ્સમાં વિવિધ પ્રકારની કેટગરીમાં 12 જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી તેમજ તેમના ભાઈ અને બોલિવુડના સ્ટાર એવા એક્ટર સાકીદ સલીમ હાજર રહીને આ તમામ મહિલાઓને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સાથે આ એવોર્ડ સમારંભમાં અભિનેત્રી હુમા કુરેશી તેમની આગામી ફિલ્મ ‘બેબી ડુ ડાઇ ડુ’ અને અભિનેતા સાકિબ સલીમ તેમની ફિલ્મ ‘Biwi Dooti, Main Dooti, Kaa Kaa Chi’ વિશે પણ આ મંચ પરથી વાત કરી હતી.

ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) એ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ અને અસાધારણ સફળતા હાંસલ કરનારી મહિલાઓનું સન્માન કરતું એક અગ્રણી મંચ છે. આ એવોર્ડ સમાજમાં નેતૃત્વ, પ્રેરણા અને સકારાત્મક બદલાવ લાવનાર મહિલાઓની સિદ્ધિઓને બિરદાવે છે. આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય એવી મહિલાઓની ઓળખ કરીને તેમને સન્માનિત કરવાનો છે, જેમણે બિઝનેસ, સામાજિક સેવા, કલા, શિક્ષણ, કે હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને સમાજને એક નવી દિશા ચિંધી છે.

આ એવોર્ડ સમારંભમાં અંદાજે 700થી પણ વધારે મહિલાઓ ભાગ લીધો હતો. ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સમાં મહિલાઓને સન્માનિત કરવાની સાથે સાથે લાઈવ સંગીત, સ્ટૅન્ડઅપ કૉમેડી, અને ડાન્સ જેવા પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યા હતા.

બોક્સ: ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA)ની કેટેગરી અને એવોર્ડીનું લિસ્ટ

1 : ધ ગેમ ચેન્જર એવોર્ડ – રીવા રાચ્છ ગુજરાતી સિનેમામાં અસાધારણ પ્રભાવ પાડનારી મહિલા

2 : લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ – આરતી મુનશી વિવિ ક્ષેત્રમાં ઘણા દાયકાઓથી ઉત્કૃષ્ટ યોગદાન માટે.

3 : શિક્ષણમાં શ્રેષ્ઠતા પુરસ્કાર – રૂત્વી વ્યાસને શિક્ષકો, આચાર્યો, શિક્ષણવિદો અને શિક્ષણ ઉદ્યોગસાહસિકો માટે.

4 : આરોગ્યસંભાળમાં શ્રેષ્ઠતા પુરસ્કાર – ડૉ. તરંગ શુક્લા, ડોક્ટરો, આરોગ્યસંભાળ વ્યાવસાયિકો અને આરોગ્યસંભાળ સંશોધકો માટે.

5 : ઉદ્યોગસાહસિકતામાં શ્રેષ્ઠતા પુરસ્કાર – શિલ્પા ચોક્સી, લક્ઝરી ઘડિયાળો ડિઝાઇન કરવામાં સફળ મહિલા ઉદ્યમીઓ માટે

6 : કાપડ નિકાસમાં શ્રેષ્ઠતા – વૈશાલી દેસાઈ નિકાસ કાપડ વ્યવસાયમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરતી મહિલાઓ માટે.

7 : કલામાં શ્રેષ્ઠતા પુરસ્કાર – ચૌલા દોશી ચિત્રકાર અને ફોટોગ્રાફર તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કલાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર યોગદાન માટે.

8 : ગ્લોબલ યંગ એચીવર એવોર્ડ* – કિંજલ દવે સંગીત, લોકદંડ અને સાંસ્કૃતિક જાળવણીમાં સિદ્ધિઓ માટે

9 : પ્રેરણાદાયી મહિલા ગુજરાત પુરસ્કાર – નેહલ ગઢવી સમાજમાં અસાધારણ યોગદાન અને પ્રેરણા અને પ્રેરણા માટે સર્વોચ્ચ સન્માન.

10 : ગુજરાતી સિનેમામાં શ્રેષ્ઠતા – મોના થીબા ગુજરાતી સિનેમામાં શ્રેષ્ઠતા માટેનો ગુજરાત મહિલા અચીવર એવોર્ડ ગુજરાતી સિનેમાની દુનિયામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપે છે.

11 : બીના પિલ્લાઇ – એક્સેલન્સ ઇન ડાંસ કોરિયોગ્રાફી (નૃત્યા દિગ્દર્શન)

12 : હર્ષા તળાવિયા: જેઓ પૂર્વ વિસ્તારમાં નારી શક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે અનેક બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *