સ્વિગી અને રોબિન હૂડ આર્મીની ‘વિન્ટર વંડરલેન્ડ’ ઝુંબેશઃ સમગ્ર ગુજરાતમાં 490થી વધુ ભોજનનું વિતરણ

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારતની અગ્રણી ઓન-ડિમાન્ડ ઓન-ડિમાન્ડ સુવિધા મંચ સ્વિગી (એનએસઇઃ સ્વિગી/બીએસઇઃ 544285)એ રોબિનહુડ આર્મી (આરએચએ)ની સાથે ભાગીદારી કરી છે અને ‘વિન્ટર વંડરલેન્ડ’ ઝુંબેશ શરૂ કરી છે – આ એક હૃદયસ્પર્શી શિયાળાની પહેલ છે, જેનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં સંવેદનશીલ સમુદાયોમાં હૂંફ, સંભાળ અને પોષણ ફેલાવવાનો છે. આ ઝુંબેશ શિયાળા દરમિયાન સૌથી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને પરિવારોને તાજું તૈયાર કરેલું ભોજન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો અને આ ભારતના 14 રાજ્યોના 56 શહેરોમાં લાઇવ હતું.

ગુજરાતમાં તાપમાન ઘટતાં સ્વિગી અને આરએચએએ આણંદ, ભેંસાણ, બોટાદ, ગાંધીધામ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના અન્ય વિસ્તારોમાં ખુલ્લી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા બાળકો, અનાથાલયોમાં રહેનારાઓ, અને માર્ગ પર રહેતા લોકો અને વંચિત સમુદાયોમાં પુરી, શાક અને મિઠાઇ ધરાવતા 490 તાજા તૈયાર કરેલા ભોજનનું વિતરણ કર્યું હતું. સ્વિગીના સમર્થનથી આરએચએ સ્વયંસેવકો તહેવારોની મોસમ દરમિયાન એક સાથે અનેક શહેરોમાં ભોજનનું વિતરણનું આયોજન અને અમલીકરણ કરી શક્યા.

આ પહેલ અંગે સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના ચીફ બિઝનેસ ઓફિસર સિદ્ધાર્થ ભાકૂએ જણાવ્યું હતું કે સ્વિગી ખાતે અમે સમગ્ર ભારતમાં અમારી સતત ઉપસ્થિતિ, સ્કેલ અને સંસાધનોનો લાભ ખુશી ફેલાવવા માટે કર્યો છે. રોબિન હૂડ આર્મી સાથેની ભાગીદારીમાં આયોજિત વિન્ટર એ સુનિશ્ચિત કરવાની દિશામાં અન્ય પગલું હતું કે શિયાળાના કઠોર મહિનાઓ દરમિયાન સૌથી વધુ જરૂર હોય એવા લોકો સુધી ગરમ, તાજા ભોજનને પહોંચાડવામાં આવે.

રોબિન હૂડ આર્મીના નેશનલ સોશિયલ મિડિયા પ્રતિનિધિ વંસુધરા ભંડારીએ આ અંગે વિસ્તારથી જણાવ્યું હતું કે સ્વિગી સાથે વિન્ટર વંડરલેન્ડ એ યાદ અપાવે છે કે જ્યારે સંસ્થાઓ અને સમુદાયો એક સાથે આવે છે ત્યારે કરુણા વધે છે. આ પહેલ મારફતે શહેરોમાં હજારો બાળકો અને સંવેદનશીલ વ્યક્તિઓ માત્ર ભોજન જ પ્રાપ્ત નથી કરતા, પરંતુ તેઓ હૂંફ, સંભાળ અને એકતાની લાગણી પણ પ્રાપ્ત કરે છે.

આ પહેલ ભૂખ સંતોષવાની અને સામાન્યપણે વંચિત રહેતા સમુદાયો સુધી પહોંચવાની સ્વિગી અને આરએચએની સહિયારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબ કરે છે. પાછલા મહિનામાં 5,550 તાજા તૈયાર કરેલા ભોજન વિન્ટર વંડરલેન્ડ પહેલના ભાગ તરીકે શહેરોમાં વિતરિત કરવામાં આવ્યા છે.


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *