ટોયોટા કિર્લોસ્કર મોટરે ઇનોવા હાઇક્રોસ ZX& ZX (O) ગ્રેડ માટે બુકિંગ ફરીથી શરૂ કર્યું

Spread the love

બેંગ્લોર, 2 ઓગસ્ટ 2024: ટોયોટા કિર્લોસ્કર મોટરે (TKM) 1 ઑગસ્ટ 2024થી ઈનોવા હાઈક્રોસ ZX અને ZX (O) મૉડલ માટે બુકિંગ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના લૉન્ચથી (નવેમ્બર 2022) જ ઈનોવા હાઈક્રોસને ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેને એસયુવીના આકાર અને MPVની વિશાળતા સાથે તેના અનુપાત માટે પ્રશંસાપાત્ર છે. વર્સેટાઈલ ઇનોવા હાઇક્રોસ જે સેલ્ફ-ચાર્જિંગ મજબૂત હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વેરિઅન્ટ [SHEV] તેમજ ગેસોલિન વેરિઅન્ટ બંનેમાં ઉપલબ્ધ છે, તે તેના ગ્લેમર કોશંટ, અદ્યતન તકનીક, આરામ, સલામતી સુવિધાઓ અને ડ્રાઇવ કરવા માટેના રોમાંચ માટે પ્રખ્યાત છે.

ઉચ્ચ માંગની સ્થિતિને કારણે ટોપ એન્ડ ગ્રેડના બુકિંગને અસ્થાયી ધોરણે રોકી દેવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇનોવા હાઇક્રોસના અન્ય ગ્રેડ માટેનું બુકિંગ, હાઇબ્રિડ અને ગેસોલિન બંને અવિરતપણે ચાલુ રહ્યું. સુવ્યવસ્થિત અને ઉન્નત પુરવઠા સાથે વેઇટિંગ પિરિયડ ઘટાડી દેવામાં આવ્યો છે અને ઇનોવા હાઇક્રોસ ટોપ એન્ડ ગ્રેડનું બુકિંગ શરૂ થયું છે.

આ જાહેરાત પર ટિપ્પણી કરતા ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સ-સર્વિસ-યુઝ્ડ કાર બિઝનેસના વાઈસ પ્રેસિડન્ટ શ્રી સબરી મનોહરે જણાવ્યું હતું કે, “અમે 1 ઑગસ્ટથી ઈનોવા હાઈક્રોસ, ZX અને ZX (O)ના ટોપ-એન્ડ ગ્રેડ માટે બુકિંગ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરતાં રોમાંચિત છીએ. આ ગ્રાહકોની ઈચ્છાઓને પૂરી કરવા માટે અમારી વૈવિધ્યસભર પ્રોડક્ટ વિકલ્પો સુધી ઍક્સેસ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ઇનોવા હાઇક્રોસ એક ખૂબ જ લોકપ્રિય મોડલ બની ગયું છે, જે તેની બેજોડ આરામ અને સગવડતા માટે પ્રશંસાપાત્ર છે. તેની અદ્યતન તકનીક, મજબૂત હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સિસ્ટમ અને મજબૂત ડિઝાઇન સાથે ઇનોવા હાઇક્રોસે બજારમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. આ પ્રોડક્ટ પર અમારા ગ્રાહકો દ્વારા આપવામાં આવેલ મજબૂત સ્વીકૃતિ અને વિશ્વાસથી અમે ખરેખર અભિભૂત છીએ.

અમે અસ્થાયી વિરામ સમયગાળા દરમિયાન અમારા મૂલ્યવાન ગ્રાહકોની ધીરજની ઊંડાણપૂર્વક કદર કરીએ છીએ અને કોઈપણ અસુવિધા માટે દિલગીર છીએ. અમને વિશ્વાસ છે કે ઇનોવા હાઇક્રોસ ટોપ-એન્ડ ગ્રેડના બુકિંગને ફરીથી ખોલવાથી અમારા ગ્રાહકોના ડ્રાઇવિંગ અનુભવોને વધુ સમૃદ્ધ બનાવશે અને તેમની ગતિશીલતાની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે.”

ટોયોટા ન્યૂ ગ્લોબલ આર્કિટેક્ચર (TNGA) પર આધારિત ઇનોવા હાઇક્રોસ ટોયોટાની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ગુણવત્તા, ટકાઉપણું અને વિશ્વસનીયતાની ઉજવણી કરે છે અને બ્રાન્ડ લેગસીને પ્રતિબિંબિત કરે છે. તે પાંચમી જનરેશન સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સિસ્ટમ દ્વારા સંચાલિત છે, જેમાં TNGA 2.0-લીટર, 4 સિલિન્ડર ગેસોલિન એન્જિન અને ઇ-ડ્રાઇવ સિક્વન્શિયલ શિફ્ટ સાથે મોનોકોક ફ્રેમ છે, જે મહત્તમ પાવર આઉટપુટ 137 kW (186 PS) આપે છે. આ ઝડપી ગતિ અને સેગમેન્ટમાં સર્શ્રેવષ્ઠ ઇંધણ અર્થતંત્ર પ્રદાન કરે છે જે ઇનોવા હાઇક્રોસને આવતીકાલની હરિયાળી માટે એક બુદ્ધિમાન વિકલ્પ બનાવે છે.

કૌટુંબિક જરૂરિયાતો માટે ડિઝાઇન કરાયેલ, સુવિધાઓથી ભરપૂર ઇનોવા હાઇક્રોસ દરેક પ્રસંગ માટે એક વાહન છે, જે ગ્લેમર, મજબૂતી, આરામ, સલામતી અને અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરે છે. ટોયોટાના સમૃદ્ધ વૈશ્વિક SUV વારસામાંથી પ્રેરણા લઈને ઈનોવા હાઈક્રોસ પૂરતી જગ્યા સાથે એક મજબૂત ડિઝાઈન ધરાવે છે, જે બધા માટે લચીલી અને આરામદાયક બેઠક પૂરી પાડે છે. આ બહુમુખી વાહન વા પરિવારો માટે યોગ્ય છે જે એવી કાર ઇચ્છતા હોય છે કે જે કોઇપણ પ્રકારના પરેશાની વગર, થાક મુકત ડ્રાઈવિંગની સાથો સાથ જે ઉબડ-ખાબડ રસ્તાઓને પણ સંભાળી શકે.

અમે એક સહજ બુકિંગ અનુભવ અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. ગ્રાહકો www.toyotabharat.com પર તેમનું બુકિંગ ઓનલાઈન કરી શકે છે અથવા તેમની નજીકની ટોયોટા ડીલરશીપની મુલાકાત પણ લઈ શકે છે.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *