પૂજ્ય મોરારિબાપુ અને શ્રી ચિત્રકૂટધામના સહયોગ વડે તલગાજરડા બન્યું સ્માર્ટ સોલાર વિલેજ

Spread the love

તલગાજરડા | ૦૯ ઓગસ્ટ ૨૦૨૬ | એમની રામકથાઓમાં પૂજ્ય મોરારિબાપુ કહેતા રહે છે કે ‘રામકથા  કેવળ વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ બનવી જોઈએ.’ આ સુત્રને ચરિતાર્થ કરવું હોય તેમ પૂજ્ય બાપુ દ્વારા અને શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી લોકોપયોગી કર્યો થતાં રહે છે. પૂજ્ય બાપુના કેન્દ્રમાં સમાજની  છેવાડાની વ્યક્તિ રહે છે. જે વંચિત છે, જે અસક્ષમ છે, જે અભાવગ્રસ્ત છે તેમના તરફ પૂજ્ય બાપુની સંવેદના વિશેષ રહે છે. એમની રામકથામાં બાપુ સૌને પોતાની આવકનો દસમો હિસ્સો સમાજ માટે, છેવાડાની વ્યક્તિ માટે અલગ કરવાની અપીલ કરે છે.

થોડા સમય પહેલા સુરતના ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ (શંકર,લાઠી) એ પૂજ્ય બાપુ પાસે એવો ભાવ વ્યક્ત કર્યો કે તલગાજરડા ગામના લોકો માટે મોટી રકમનું અનુદાન આપવું છે. પૂજ્ય બાપુએ કહ્યું કે એ રકમમાંથી આપણે સમગ્ર તલગાજરડા ગામમાં સોલાર પેનલ લગાવીએ. આમ તલગાજરડા ગામના વિકાસમાં પૂજ્ય બાપુ અને શ્રી ચિત્રકૂટધામ દ્વારા વિકાસનું એક નુતન સોપાન શરુ થયું. આજે સમગ્ર ગામમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે જેને કારણે લોકોના વિદ્યુત બીલમાં બહુ મોટો ફર્ક પડવા લાગ્યો છે ! આ કાર્યને પીજીવીસીએલનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ રીતે પૂ. બાપુમાં આશિષ અને શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટના સમાજોપયોગી અભિગમને કારણે ગ્રીન એનર્જી, પર્યાવરણની સુરક્ષા અને સૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ બહુ મોટું યોગદાન આપવામાં આવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષો પહેલાં પૂજ્ય બાપુ દ્વારા નિર્મળ ગામ યોજના હેઠળ ઘેર ઘેર શૌચાલય બનાવી આપવામાં આવ્યા હતા. વધતી જતી ગ્રીન હાઉસ ઈફેક્ટને બેલેન્સ કરવા તલગાજરડા ગામના વિવિધ વિસ્તારોમાં ૧૦,૦૦૦ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યા છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન નિભાવશે મુખ્ય ભૂમિકા

Spread the love YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયા પ્રથમ વખત! YRFની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *