એમેઝોન ઇન્ડિયાના ગ્રેટ ફ્રીડમ સેલ દરમિયાન એમેઝોન બજારમાં ડીલ્સ ઝડપી લો

Spread the love

  • ગ્રાહકો એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ દરમિયાન એમેઝોન બજાર પર બ્યૂટી, ફેશન, હોમ અને ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની છૂટનો લાભ મેળવી શકે છે, સાથે જ INR 300 સુધીનું કૅશબૅક પણ મેળવી શકે છે*
  • એમેઝોન બજાર પર બજેટ-ફ્રેન્ડલી મનપસંદ વસ્તુઓ ખરીદો અને મફત ડિલિવરી અને સરળ રિટર્નની સુવિધા મેળવો
  • રુફસ, લેન્સ AI, રિવ્યૂ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટરી સહિત AI-સંચાલિત શોપિંગ ટૂલ્સ ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ્સ શોધવામાં અને વિશ્વાસ સાથે ખરીદી કરવામાં મદદ કરે છે

બેંગલુરુ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૬ | એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ 2026 દરમિયાન અજોડ બચત સાથે પસંદગીની આઝાદીની લાગણી ઉજવો. એમેઝોન બજાર લઈને આવ્યું છે ફેશન, હોમ, કિચન, બ્યૂટી અને ઇલેક્ટ્રોનિક્સમાં મેડ ઇન ઇન્ડિયા, અતિ-પરવડે તેવી અને ટ્રેન્ડ-ફોરવર્ડ પ્રોડક્ટ્સનું વિશાળ સિલેક્શન, જે તમારા બજેટને વધાર્યા વિના તમારા કપડા અને ઘરની સજાવટને રિફ્રેશ કરવાનું અગાઉ કરતાં પણ વધુ સરળ બનાવે છે. બ્યૂટી, ફેશન, હોમ અને ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની છૂટ અને INR 300 સુધીના કૅશબૅક* સાથે ગ્રાહકો શ્રેષ્ઠ મૂલ્યનો આનંદ માણવાની સાથે-સાથે વધુ સ્માર્ટ ખરીદી કરી શકે છે.

આ બજેટ-ફ્રેંડલી મનપસંદ વસ્તુઓ તમારી કાર્ટમાં ઉમેરો અને આ સિઝનમાં વધુ બચત કરો:

કાશવી પ્રિન્ટેડ જ્યોર્જટ સાડી અને સિલાઈ માટે તૈયાર બ્લાઉઝ પીસ: INR 307
ભવ્ય દેખાવ ધરાવતી આ પ્રિન્ટેડ જ્યોર્જટ સાડી પહેરીને દરેક પ્રસંગને સ્ટાઇલમાં ઉજવો. હળવી, આકર્ષક અને પહેરવામાં સરળ, હોવાથી તે પારિવારિક મિલન, વિશેષ ઉજવણીઓ અને પરંપરાગત પ્રસંગો માટે આરામદાયકતા અને સુસંસ્કૃતતાનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે.

U TURN પુરુષો માટે કેઝ્યુઅલ પ્રિન્ટેડ સ્ટ્રાઇપ્ડ શર્ટ: INR 368
આ સ્ટાઇલિશ કોટન-બ્લેન્ડ શર્ટથી તમારા કપડાના કબાટને રિફ્રેશ કરો. આરામદાયક, અનેક પ્રસંગોમાં પહેરી શકાય તેવો અને જીન્સ અથવા ટ્રાઉઝર સાથે જોડી બનાવી શકાય તેવો સરળ શર્ટ કેઝ્યુઅલ આઉટિંગ, સામાજિક મિલનો અને રોજિંદા પહેરવેશ માટે આદર્શ છે.

મહિલાઓ માટે પ્રિન્ટેડ રેયોન કુર્તા પ્લાઝો સેટ: INR 379
આખા દિવસમાં આરામદાયકતા માટે ડિઝાઇન કરાયેલો, આ પ્રિન્ટેડ કુર્તા અને પ્લાઝો સેટ રોજિંદા આરામ સાથે સરળ સ્ટાઇલનું સંયોજન છે, જેથી તે ખાસ પ્રસંગો અને રોજિંદા પહેરવેશ બંને માટે બહુઉપયોગી પસંદગી છે.

પુરુષો માટે અનિયમિત ભૌમિતિક પેટર્નનું સ્પોર્ટ્સ કોલરનું ટી-શર્ટ: INR 289

આ સદાકાળ ડિઝાઇનના પ્રિન્ટેડ ટી-શર્ટ સાથે તમારા કપડાને સ્ટાઇલિશમાં અપગ્રેડ કરો. આરામદાયકતા અને વૈવિધ્યતા માટે ડિઝાઇન કરેલું હોવાથી, તે કેઝ્યુઅલ આઉટિંગ અને વિકએન્ડ પ્લાન માટે પરફેક્ટ છે.

મહિલાઓની પ્રિન્ટેડ ખાદી કોટન કુર્તી: INR 232
આદિવાસી, કલમકારી-પ્રેરિત અને એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ્સ સાથે, આ મુલાયમ ખાદી કોટન કુર્તી પરંપરાના સ્પર્શ સાથે આરામ પણ આપે છે.

SPHINX સફેદ સિરામિક ડોનટ ફૂલદાની: INR 169
હાથથી બનાવેલી આ સિરામિકની ફૂલદાની વડે તમારા ઘરમાં આધુનિકતાનો સ્પર્શ ઉમેરો, જે સૂકા ફૂલો અને એકદમ ઓછી વસ્તુમાં સારા સુશોભન માટે યોગ્ય છે.

સોનેરી હેન્ડલ સાથે ફિનર ક્રિસ્ટલ સર્વિંગ ટ્રે સેટ: INR 283
આ ભવ્ય ક્રિસ્ટલ ટ્રે સેટ દ્વારા તમારું મનપસંદ ભોજન સ્ટાઇલમાં પીરસો. મહેમાનોનું મનોરંજન કરવા, સમૂહમિલનનું આયોજન કરવા અથવા તમારા ટેબલ સેટિંગમાં સુસંસ્કૃતતાનો સ્પર્શ ઉમેરવા માટે પરફેક્ટ છે.

મિલ્ટન વિન્ટેજ એરટાઇટ કન્ટેનર, ચમચી સાથે: INR 269
આ સ્ટેકેબલ અને એરટાઈટ કન્ટેનરના સેટ વડે તમારા રસોડાને સરળતાથી સુવ્યવસ્થિત કરો. ચા, કોફી, ખાંડ, મસાલા, સૂકા ફળો તેમજ અન્ય રોજિંદા વપરાશની જરૂરી વસ્તુઓ સ્ટોર કરવા માટે પરફેક્ટ હોવાથી, તે તમારી પેન્ટ્રીને સુઘડ, તાજી અને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે.

એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ 2026 દરમિયાન, ફક્ત એમેઝોન બજારમાં (ફક્ત મોબાઇલ એપ્લિકેશન પર) અતિ-પરવડે તેવી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી એક્સપ્લોર કરો અને ટ્રેન્ડિંગ પસંદગીઓ શોધો.

એમેઝોન બજાર એ એમેઝોન ઇન્ડિયાનું સમર્પિત મૂલ્ય-આધારિત સ્થળ છે. બજેટ પ્રત્યે સભાન ખરીદદારોને ધ્યાનમાં રાખીને તેને ડિઝાઇન કરવામાં આવ્યું હોવાથી અતિ-પરવડે તેવા ભાવે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ તેઓ અહીં મેળવી શકે છે. ફેશન અને ઘર સજાવટથી લઈને રસોડાના સાધનો અને વાયરલેસ એસેસરીઝ સુધીનું બધુ જ ઉપલબ્ધ હોવાથી “બજાર” એક વિશાળ, ક્યુરેટેડ સિલેક્શન પ્રદાન કરે છે. તેમાં ઉપલબ્ધ ગ્રેટ ડીલ્સ સરળ ખરીદીનો અનુભવ પરિપૂર્ણ કરે છે. એમેઝોન બજાર “વધુ ખરીદો, વધુ બચાવો” જેવી સુવિધાઓ અને અવિશ્વસનીય રીતે ઓછી કિંમતો સાથે, સુવિધા અને વિશ્વસનીયતા સાથે ગ્રેટ ડીલ્સ પ્રદાન કરે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

પ્લેટોસ યુથ નેટવર્ક અમદાવાદમાં તેનું પ્રથમ PYN એક્વિલા સર્કલ શરૂ કરે છે

Spread the love પ્લેટફોર્મ નેતૃત્વ વિકાસ, પીઅર લર્નિંગ અને વ્યક્તિગત વિકાસ માટે 18 થી 21 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *