નવરાત્રીના પહેલા જ દિવસે સ્પિનીએ 1,370 કારની ડિલિવરી કરી; દર 41 સેકન્ડે એક કારની ડિલિવર કરાઇ

Spread the love

બલેનો, ગ્રાન્ડ i10 અને ક્વિડ સૌથી આગળ

સ્પિની પ્લેટફોર્મે તેના અગાઉના એક દિવસના રેકોર્ડ કરતાં 1.7 ગણી ડિલિવરી કરી, અને ગત વર્ષના નવરાત્રીના પ્રથમ દિવસ કરતાં 96% વધુ


ગુરુગ્રામ | ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ | અનેક ભારતીય પરિવારો માટે, નવરાત્રીનો પ્રથમ દિવસ સપનાને સાકાર કરવાનો અવસર બન્યો હતો. ચાલુ વર્ષે 11મી ઓક્ટોબરે, ભારતનું અગ્રગણ્ય યુઝ્ડ-કાર પ્લેટફોર્મ સ્પિનીએ ભારતના આશરે 24 શહેરોમાં 1,370 કારની ડિલિવરી કરી છે – જે એક જ દિવસમાં કરાયેલી તેની સૌથી વધુ ડિલિવરી છે.

આ દિવસે કરવામાં આવેલી ડિલિવરી તેના અગાઉના એક દિવસના રેકોર્ડ કરતાં 1.7 ગણી અને તે નવરાત્રીના ગત વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવેલી 96% વધુ છે. દર 41 સેકન્ડે એક કરતાં વધારે કારની ડિલિવરી કરવામાં આવી હતી, જેમાં સૌથી વ્યસ્ત કલાક બપોરે 1 વાગ્યાનો હતો, જ્યારે 112 ડિલિવરી કરાઇ હતી. શ્રાદ્ધ દરમિયાન કારની ડિલિવરી ઓછી જોવા મળી  હતી, કારણ કે અનેક પરિવારોએ પોતાના ઘરે કાર લાવતા પહેલા તહેવારને શરૂ થવાની રાહ જોઇ હતી.

કેટલાક નોંધપાત્ર આંકડાઓ

  • દિલ્હી-NCR, મહારાષ્ટ્ર અને કર્ણાટક સૌથી આગળ રહ્યાં હતાં, જેમનો કુલ ડિલિવરીમાં 62% જેટલો હિસ્સો રહ્યો હતો.
  • પૂણેએ 180 કારની ડિલિવરી કરી હતી, જે કોઇપણ શહેરમાં સૌથી વધુ છે.
  • દર 14માંથી 1 કારની ડિલિવરી સાથે બલેનો સૌથી વધુ ડિલિવર કરાયેલી કાર હતી
  • સ્પિની મેક્સ લક્ઝરી કારના 33% જેટલી કાર BMW હતી.
  • 28% સાથે સફેદ વ્હાઇટ સૌથી વધુ પસંદ કરાયેલો કલર હતો, ત્યારબાદ ગ્રે (22%), બ્લ્યૂ, સિલ્વર અને લાલ (12%) કલરની પસંદગી કરાઇ હતી.
  • ડિલિવર કરવામાં આવેલી દર ત્રણમાંથી એક કાર ઑટોમેટિક ટ્રાન્સમિશન ધરાવતી હતી

પરિવારો શું પસંદ કરે છે

  • રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ દ્વારા ખરીદાયેલી કારનું પ્રમાણ 18% હતું (બેંગલુરુમાં 29%).
  • ડિલિવર કરવામાં આવેલી આશરે અડધી કાર હેચબેક (55%) હતી; ત્યારબાદ SUV (26%) અને સેડાન (14%)નો સમાવેશ થાય છે.
  • બલેનો સૌથી વધુ ડિલિવર કરાયેલી કાર છે, ત્યારબાદ ગ્રાન્ડ i10, ક્વિડ, સ્વિફ્ટ, ટીઆગોનો સમાવેશ થાય છે.
  • દર ત્રણમાંથી એક કાર (33%) ઑટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે (બેંગલુરુમાં 40%).
  • 82% કાર પેટ્રોલ અને 12% ડીઝલ કાર છે. (66 CNG અને 10 EV)
  • 77% કાર અગાઉના એક જ ઓનર ધરાવે છે, જ્યારે 46% 2021 અથવા તેથી નવા મોડલ છે.
  • 64% ગ્રાહકોએ સ્પિની હબ પર તેમની કાર બૂક કરી હતી, 25% ગ્રાહકોએ ઑનલાઇન અને 11% ગ્રાહકોએ ફોન ઉપર કાર બૂક કરી હતી.
  • 50% ગ્રાહકોએ તેમની કાર ફાઇનાન્સ પર લીધી હતી અને 66% ગ્રાહકોએ સ્પિની પાર્ટનર્સ મારફતે તેમનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવ્યો હતો.

ભારતીય પરિવારો માટે તહેવાર એવો સમય છે જ્યારે તેમના દ્વારા સાથે મળીને સૌથી મોટા નિર્ણયો લેવામાં આવે છે અને કાર જેવી બાબતોમાં ભાગ્યે જ એક વ્યક્તિ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. અનેક પરિવારો માટે આ એક એવો સમય છે જેના માટે તેઓ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હોય છે. આ હકીકત નવરાત્રીના પહેલાના દિવસોમાં જોવા મળી હતી જ્યારે શ્રાદ્ધ દરમિયાન કારની ડિલિવરી ધીમી રહી હતી, કારણ કે પરિવારો તહેવારોને શરૂ થવાની રાહ જોઇ રહ્યાં હતાં. સ્પિની દરેક કાર અંગે સ્પષ્ટ માહિતી, ગ્રાહકો સમજી શકે તેવી કિંમતો અને તેમની પસંદગીના દિવસે ડિલિવરી સાથે આ નિર્ણયને હળવો બનાવવાનો પ્રયાસ કરે છે – જેથી પરિવારો સાથે મળીને તહેવારોની ઉજવણી કરી શકે.

1,370 પરિવારો માટે, આ નવરાત્રીની શરૂઆત તેમના હાથમાં પોતાના સપનાની કારની ચાવી અને આગળ વધવાના ઉંમગ સાથે થઇ હતી.

વધુ માહિતી માટે www.spinny.comની મુલાકાત લો.

== સમાપ્ત ==


Spread the love

Check Also

સત્ય છોડવું નહિ, સત્ય છુટી જાય તો પણ સ્મરણ ન છોડવું : પૂજ્ય મોરારી બાપુ

Spread the love સ્વાસ્તિક શુભ-મંગલ કલ્યાણનું પ્રતીક છે ચોવીસ કલાક નિરંતર ચિંતા કર્યા કરે એ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *