સેમસંગ દ્વારા પ્રીમિયમ ડિઝાઈન અને ઉત્તમ ગ્રાહક સેવા સાથે સ્માર્ટફોન સર્વિસ સેન્ટરોમાં પરિવર્તન

Spread the love

  • નવેસરથી ડિઝાઈન કરાયેલાં સર્વિસ સેન્ટરોમાં આરામદાયક લાઉન્જ- સ્ટાઈલ બેઠક, અંતર્ગત વાયરલેસ કેમ્પેઈન અને પ્રોડક્ટ સપોર્ટ માટે સમર્પિત કિયોસ્ક્સનો સમાવેશ થાય છે, જે નવા ઈનોવેશન્સ અને ખાસ ઓફર્સ પ્રદર્શિત કરે છે.
  • હવે ગ્રાહકો કતાર ટાળવા માટે ઘેરબેઠા આરામથી તેમના મુલાકાત લેવાના સ્લોટ પ્રી-બુક કરી શકે અને નિર્ધારિત સમયે ચેક-ઈન કરી શકે છે.
  • 3000થી વધુ સર્વિસ ટચપોઈન્ટ્સ, સાથે નવા સર્વિસ સેન્ટરની વિશિષ્ટતાઓનો મુખ્ય શહેરોમાં તબક્કાવાર અમલ કરાશે, જેથી બધા ગ્રાહકોને સુધારિત આફ્ટર- સેલ્સ સપોર્ટ મળી રહેશે.   

ગુરુગ્રામ, ભારત ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ તેનાં સર્વિસ સેન્ટરોની વ્યાપક નવેસરથી કરાયેલી ડિઝાઈન સાથે નો સ્માર્ટફોન કસ્ટમર સર્વિસ અનુભવ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે. આ પહેલનું લક્ષ્ય આસાન સર્વિસ- ટુ- સેલ્સ પ્રવાસ સ્થાપિત કરવાનું છે, જે પ્રીમિયમ કસ્ટમર કેર પર મજબૂત એકાગ્રતા સાથે ઉત્કૃષ્ટ આફ્ટર- સેલ્સ સપોર્ટ પ્રત્યે સેમસંગની કટિબદ્ધતા પર ભાર આપે છે.

અખંડ ઓમ્ની- ચેનલ અનુભવ પ્રદાન કરવા માટે ઘડવામાં આવેલા રિમોડેલ્સ સર્વિસ સેન્ટરો સેમસંગના યુવા અને ગતિશીલ ગ્રાહક મૂળની વધતી અપેક્ષાઓને પહોંચ વળવા માટે આધુનિક ડિજિટલાઈઝ્ડ પ્રક્રિયાઓ સમાવવામાં આવી છે. તે વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવવા સાથે પિન-પોઈન્ટ અચૂકતા સાથે સમસ્યાઓ શોધી કાઢવાં આધુનિક નૈદાનિક સાધનો સાથે ટેકનોલોજિકલ ઈનોવેશન્સમાં આગેવાની પણ કરી રહી છે.

અપગ્રેડેડ સેન્ટરો પારંપરિક લેઆઉટ્સથી અલગ હોઈ તેમાં લાઉન્જ જેવું વાતાવરણ નિર્માણ કરવા માટે અંતર્ગત વાયરલેસ ચાર્જિંગ સ્ટેશનો સાથે સુસજ્જ પ્લસ, સોફા- સ્ટાઈલ સીટિંગ રજૂ કરવામાં આવી છે. એસેસરી વોલ્સની નવી કલ્પના સેમસંગના વ્યાપક શ્રેણીનાં વેરેબલ્સ દર્શાવે છે, જ્યારે અલ્ટ્રા- લાર્જ ડિજિટલ સ્ક્રીન્સ પર નવીનતમ પ્રોડક્ટ ઈનોવેશન્સ જોવા મળે છે, જે મુલાકાતીઓને રોમાંચક અનુભવ પ્રદાન કરે છે.

“ગત દાયકાઓમાં અમે અમારા મોજૂદ ગ્રાહક મૂળને ટેકો આપવા માટે સર્વિસ સેન્ટરોનું મજબૂત નેટવર્ક વિસ્તાર્યું છે, જે અમારા સેલ્સ પાર્ટનર્સની જરૂરતોને અનુરૂપ છે. ગ્રાહકોની અપેક્ષા દિવસે દિવસે વધી રહી છે ત્યારે અમે આ અવકાશમાં યુવાનોને વધુ સ્પર્શે અને પારંપરિક ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને તેવાં યુવાપૂર્ણ અને કાર્યક્ષમ ડિઝાઈન તત્ત્વો દાખલ કરીને આ જગ્યાઓમાં પરિવર્તન લાવવા માગીએ છીએ. સેમસંગના હાર્દમાં તેના ગ્રાહકોને અવ્વલ અનુભવ પૂરો પાડવાની તેની કટિબદ્ધતા છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના કસ્ટમર સેટિસ્ફેકશનના વીપી સુનિલ કુટિન્હાએ જણાવ્યું હતું.

ગ્રાહકો સાથે આદાનપ્રદાન બહેતર બનાવવા સમર્પિત કિયોસ્ક્સ મુલાકાતીઓને પ્રોડક્ટ સપોર્ટ સ્પેશિયાલિસ્ટો સાથે જોડાવા, નવા પ્રોડક્ટ લોન્ચની ખોજ કરવા અને ખાસ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ વિશે અવગત રહેવા માટે અભિમુખ બનાવે છે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુકિંગ સિસ્ટમથી ગ્રાહકો અગાઉથી તેમની મુલાકાત નિર્ધારિત કરી શકશે, જેથી લઘુતમ થોભવાના સમયમાં ઝંઝટમુક્ત અનુભવની ખાતરી રહેશે.

સેમસંગ હાલમાં પ્રત્યક્ષ સર્વિસ સેન્ટરો, રેસિડેન્ટ એન્જિનિયર્સ અને કલેકશન પોઈન્ટ્સ સહિત ભારતભરમાં 3000થી વધુ સર્વિસ ટચપોઈન્ટ્સ ચલાવે છે. સર્વિસ સેન્ટરની નવી ડિઝાઈનની રજૂઆત મુખ્ય શહેરોમાં તબક્કાવાર અમલ કરાશે, જેથી દેશભરમાં ગ્રાહકોનો અનુભવ નવી ઊંચાઈએ લઈ જશે.

SNI Link Samsung Transforms Smartphone Service Centres with Premium Design and Exceptional Customer Service – Samsung Newsroom India


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *