રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને ₹50,000નું અનુદાન

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૨૦મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે આવેલા આનંદ બા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સભ્યોએ આશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે સમય પસાર કર્યો હતો અને રૂપિયા 50,000 નું અનુદાન આનંદ બા વૃદ્ધાશ્રમ ને આપ્યું હતું .રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ છેલ્લા પાંચેક વર્ષોથી આ સંસ્થામાં નિયમિત રૂપે સેવાના કાર્યો કરે છે અને અનુદાન પણ આપે છે. સંસ્થા દ્વારા વૃદ્ધોને રહેવા માટે ભાડે રાખવામાં આવેલા મકાનો પૈકી એક મકાનનું ભાડું રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તરફથી ભરવામાં આવે છે. મુલાકાત દરમિયાન ક્લબના સભ્યોએ સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે વૃદ્ધાશ્રમ નું સંચાલન વધુ સારી રીતે થઈ શકે તે માટે ચર્ચા પણ કરી હતી.

ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે તેમની પાસે અસહાય વૃદ્ધોની ઘણી અરજીઓ આવે છે પરંતુ જગ્યાના અભાવે સમાવેશ થઈ શકતો નથી. રોટરી ક્લબ તરફથી પ્રોજેક્ટ ચેરમેન રોટેરીયન રાજેન્દ્ર નાગરે ખાતરી આપી હતી કે તેઓ ક્લબમાં ચર્ચા વિચારણા કરી સી એસ આર ફંડની પણ જોગવાઈ કરી અને વૃદ્ધાશ્રમની ક્ષમતા વધારી શકાય તે માટે યથા યોગ્ય કરશે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ માંથી આ સેવા કાર્ય માટે પ્રેસિડેન્ટ નિરવ જોશી સેક્રેટરી પ્રણવ શાહ વાઇસ પ્રેસિડેન્ટ તન્મય પટેલ તથા કલ્પેશ શાહ ,સુભાષસિંહ તથા હેમંત ગજેરીયા જોડાયા હતા.

== સમાપ્ત ==


Spread the love

Check Also

સ્ટ્રાઇક થ્રી: 42 એફજે અને 42 બૉબરના લૉન્ચ સાથે ઑરિજિનલ મૉડર્ન ક્લાસિક જાવા 42ની ઑલ-સ્ટાર્સ રેન્જ પૂરી થઈ, તહેવારોની સીઝનની ધમાકેદાર શરૂઆત

Spread the love ઑલ સ્ટાર્સ: સ્વરૂપ, આચરણ અને સાહસિકતાના જાવાના સહિયારા મૂલ્યો જાવાના ત્રણેય મોડેલ્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *