એક દિવસ — અનેક સપનાઓને નવી ઉડાન

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના 76માં જન્મદિવસ પર ફૂટપાથ પર રહેતા બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક અનોખો પ્રયાસ 

અમદાવાદ, ગુજરાત | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 76માં જન્મદિવસ પર હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા રસ્તા અને ફૂટપાથ પર જીવન વિતાવતા બાળકોના નાનાં-નાનાં સપનાઓને સાકાર કરવાના સંકલ્પ સાથે એક વિશેષ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બાળકો માટે આ દિવસ માત્ર ફરવાનો કે મનોરંજનનો દિવસ નહીં, પરંતુ તેમને પણ સન્માન, ખુશી અને નવી આશાનો અનુભવ કરાવવાનો પ્રયાસ રહેશે.

દિવસભરનું વિશેષ આયોજન:

  • સવારે બાળકોનું હેરકટિંગ અને ગ્રૂમિંગ
  • ત્યારબાદ લક્ઝરી કારમાં બાળકોને કપડાંના શોરૂમ પર લઈ જઈ તેમની પસંદગીના નવા કપડાં અપાશે
  • નવા શૂઝ અને ચપ્પલ અપાશે
  • હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશનની ઓફિસ ખાતે શ્રી ગણપતિજીની આરતી
  • પિયુષભાઈ દેસાઈ સાથે બાળકોનું પ્રેમભર્યું ભોજન
  • મીડિયા/ન્યૂઝ સંસ્થાની વિશેષ મુલાકાત
  • બાળકોને થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવશે
  • દિવસના અંતે કેફે ખાતે ખાસ પાર્ટી અને આનંદોત્સવ

પણ સેવા અહીં પૂર્ણ થતી નથી…

76 જરૂરિયાતમંદ પરિવારોને નવી શરૂઆત

આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 76 પરિવારોને પ્રતિ પરિવાર ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓ પોતાનો નાનો વ્યવસાય, રોજગાર અથવા સ્વરોજગાર શરૂ કરી શકે.

અમારો હેતુ માત્ર એક દિવસની ખુશી આપવાનો નથી, પરંતુ પરિવારોને પોતાના પગ પર ઊભા થવાની તક, આવકનું નવું સાધન અને જીવનમાં નવી આશા આપવાનો છે.

દરેક બાળકને સપનું જોવાનો અધિકાર છે…

અને દરેક જરૂરિયાતમંદ પરિવારને ફરીથી ઊભા થવાની એક તક મળવી જોઈએ.

હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન

શિક્ષણ • સેવા • સ્વાભિમાન • સ્વરોજગાર

“એક દિવસ બાળકોના સપનાઓ માટે…

અને એક પ્રયાસ પરિવારોના આખા ભવિષ્ય માટે.”

== સમાપ્ત ==


Spread the love

Check Also

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના પ્રોજેક્ટ સક્ષમ અંતર્ગત રાસ્કા શાળામાં બેગલેસ સેટરડેની ઉજવણી

Spread the love અમદાવાદ, ગુજરાત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા પ્રોજેક્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *